________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા બહારનું કર્યું આમાથી કંઈ થતું નથી, આત્મા માત્ર અજ્ઞાનપણે પરવસ્તુમાં કર્તુત્વભાવ કરી શકે; બાહ્યના કોઈ ઉપાયથી આત્મતત્ત્વ સમજાય નહિ. તે માટે કહ્યું કે “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ' એક આત્માની જ જાતનો ઉપાય સમયે આત્માનો ઉઘાડ થાય. ઘણાં શાસ્ત્રો વાંચીને ઘણી ધારણા કરે અથવા શુભ ક્રિયા કરે પણ તેથી આત્મા સંબંધી ફળ નથી. બીજા ગમે તે ઉપાય કરે તે રખડવાના ઉપાય છે. ઉપાય અને ઉપેય, સાધન અને સાધ્ય, કારણ અને કાર્ય એક જ જાતિમાંથી જોઈશે. તે માટે યથાર્થ સત્સમાગમ વડે આત્માને જાણીને રાગરહિત આત્મામાં ટકી રહેવું તે મોક્ષનો ઉપાય છે. સૌને મોક્ષ જોઈએ છે, કોઈ મોક્ષની વાતમાં ના પાડે તેમ નથી. પણ સંસારથી રૂચિ છોડીને સત્નો આદર કર્યો નથી, તો સત્ની રુચિ વિના કેમ સમજાય? અહીં એમ કહેવાનું છે કે આત્મા છે; છે તે પરપણે નથી, સ્વપણે છે એમ નક્કી કર્યું, પણ કયા ઉપાયથી તેનું પ્રગટ થયું છે, તેનો સખ્યપ્રકારે જેને નિર્ણય થયો નથી તેને જે નિર્ણય કરાવનારા મળ્યા છે, તે ભવ વધે તે જાતના મળ્યા છે. જેમાં બાહ્ય સાધનથી, પુણ્યાદિ નિમિત્તથી આત્માને ગુણ થશે એવો આશય આવતો હોય, ત્યાં બંધભાવ છે, ભવ કરવાના ભાવ છે. અબંધભાવે અબંધ તત્વ ઊઘડે, માટે સાચું સુખસાચું તત્ત્વ સમજવાથી આત્મજ્ઞાન પ્રગટે તે સમજાવવા જ્ઞાનીએ નિર્દોષ માર્ગ કહ્યો છે. ૪૩. આ છ પદ પરમાર્થ સમજાવવા કહ્યાં છે એમ હવે કહે છે :
ષસ્થાનક સંક્ષેપમાં, ષદર્શન પણ તેહ;
સમજાવવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. ૪૪ છ પ્રકારે વિચાર કરવાથી, છ દર્શન જે એકેક પક્ષના આધારે ધર્મ માને છે, તેની અપેક્ષા પણ જિનભગવાનના અનેકાંત ધર્મમાં સમાઈ જાય છે. પરમાર્થ સમજવા માટે જ્ઞાની પુરુષોએ છ પદ કહ્યાં છે, તેનું કારણ એ કે બીજા એકાંત પક્ષથી ભૂલ થવા ન પામે. કોઈ આત્માને અકર્તા કહે છે, કોઈ અભોક્તા કહે છે, તો કોઈ મોક્ષ નથી એમ માને છે, કોઈ આત્માને એકાંત નિત્ય માને છે, કોઈ એકાંત અનિત્ય માને છે તેનો વિરોધ ટાળીને, આ છ પ્રકાર સ્યાદ્વાદ કથનથી, સાપેક્ષતાથી જેમ છે તેમ સમજાવે છે; પણ એક પક્ષ ગ્રહણ કરે તે ભૂલે છે. આનંદઘનજી કહે છે કે, છ દર્શનોથી જેનો પક્ષ લઈને બોલું તે તે વખાણે. એક કહે છે કે આત્મા નથી, ત્યારે જ્ઞાની તેની વાત એક અપેક્ષાથી સાચી ઠરાવે છે કે-આત્મા પરવસ્તુપણે નથી, પરપણે નથી, રાગ-દ્વેષ, પુણ્યપાપ, મન-વાણી-દેહની ક્રિયા કરવાપણે નથી. એમ છએ પક્ષને અપેક્ષાથી મંડન કરી, અપેક્ષાઓમાં હકાર-નકાર સમજે તો બધા પ્રશ્નોના ઝઘડા મટી જાય. આત્માને કોઈ એકાંત નિત્ય-કૂટસ્થ માને તો સંસારઅવસ્થા પલટીને મોક્ષઅવસ્થા કરી શકે નહિ; ક્રોધદશા પલટીને ક્ષમા-સમતામય દશાને ધારી શકે નહિ; પુરુષાર્થ થઈ શકે નહિ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com