________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૮૩
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪૩] તેની ભૂલ છે. જવું હોય ઉગમણું અને જાય આથમણી દિશા તરફ, તો ધાર્યું ગામ ન આવે. તેમ જડભાવથી, પરાશ્રય સાધનથી ધર્મ માને તે ઊંધી માન્યતા છે. તે છોડયા વિના સાચું આવવાનું નથી. જ્ઞાનીનું અને સર્વજ્ઞ વીતરાગનું એવું કહેવું છે કે આત્માના આનંદસ્વભાવની બેહદ સુખમય પૂર્ણદશા તારામાં છે અને તેની પ્રાપ્તિનો ઉપાય પણ સુધર્મ વડે જ છે. તેની વિધિ તે જાતમાંથીસાચી સમજણથી ઊઘડે છે.
આ છ પદથી સમ્યગ્દર્શનરૂપ પરમાર્થ સમજાય છે. કોઈ કહે છે કે આત્મા નથી, તો તેનો ખુલાસો આત્મા છે, એમ છે” નો ન્યાય છે. કોઈ કહે છે કે આત્મા નિત્ય નથી, તેનો ખુલાસો પણ છે. કોઈ કહે આત્મા કર્તા નથી તો તેનો ન્યાય પણ છે. કોઈ મતવાળા કહે છે કે આત્મા કર્તા નથી અને ભોક્તા પણ નથી, તો તેનો ઉત્તર યથાર્થ ન્યાયથી સમજાવે છે કે અમે કઈ દૃષ્ટિથી કર્તા-ભોક્તા માનીએ છીએ. બધા કહે છે કે મોક્ષ અમારા મત મુજબ છે. એમ જગતમાં અનેક પ્રકારની રીતિથી મોક્ષ ઉપાય જણાવે છે; પણ યથાર્થ વિધિ શું અને સાચું સાધ્ય શું, તેનાં કાર્ય અને કારણ જાણ્યા વિના યથાર્થ મોક્ષમાર્ગ અમને છે એમ માને છે તે ભૂલે છે.
મોક્ષ બધા કહે છે પણ સમજણમાં વાંધા છે. કોઈ આ પાંચ બોલ સુધીમાં તો માને છે, પણ છઠ્ઠા બોલમાં વાંધા આવે છે. શિષ્ય આગળ કહેશે કે અમારે શું સમજવું, જગતમાં મત ઘણા છે. અમારે સહેલાઈમાં લેવું છે, માટે જો કલ્યાણ થઈ જતું હોય તો એક સ્થાને બેસી જઈએ. તેને કહેશે કે મોક્ષ અને મોક્ષની વિધિ જાણ્યા વિના જડ જેવો થઈ જઈશ. શું એવા યમ, નિયમ, સંયમ, હઠયોગ પૂર્વે અનંતકાળમાં નથી કર્યા? સર્વજ્ઞ વીતરાગી પુરુષોનો આશય સમજો. જેમ તત્ત્વ છે તેમ સમયે, રાગ-દ્વેષ રહિત સ્થિરતા થાય છે.
એક ભાઈ કહેતા હતા કે જો કોઈ રીતે મોક્ષ થતો હોય, તો હું ચળ્યા વિના આઠ કલાક બેસી રહું, કારણ કે આપ કહેતા હતા કે અડતાલીસ મિનિટમાં કેવળજ્ઞાન થાય, પણ સર્વજ્ઞ ભગવંતોએ શું કહ્યું છે તે આશય-તે સમજણને પોતાની કર્યા વિના, વગર પુરુષાર્થે આ અપૂર્વ વસ્તુ પ્રાપ્ત થતી હશે? જે વિધિએ અભ્યાસ જોઈએ તે વિધિ વડે તત્ત્વ સમજાય છે. અતીન્દ્રિય બેહદ સુખનો અંશ પણ પૂર્વે અનંતકાળમાં જાણ્યો નથી, તો વર્તમાનમાં તેનો પ્રેમ લાવી, સત્સમાગમ વડે અભ્યાસ કર્યા વિના, તેની જાતની ઓળખાણ કેમ થાય? આત્માની ઉજ્જવળતા દેહની ક્રિયાથી થાય નહિ. આત્માનો ગુણ જ્ઞાનમાત્ર છે, એટલે જ્ઞાન વડે જ્ઞાતાની સમજણ થાય છે; પણ કોઈ સહેલાઈથી માને કે બીજાને પાંચ-દસ વરસ રોટલા દેવાથી, દાન દેવાથી, ગુરુના પગ દાબવાથી, પાંચ-દસ હજાર રૂપીઆનો ધર્માદો કરવાથી, સેવા-ભક્તિ કરવાથી કે દેશની સેવાથી, હજારો જીવો ઉપર ઉપકાર કરવાથી આત્માનું કલ્યાણ થાય તો તેની એ બધી વાત ખોટી છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com