________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જાય છે; એવી અનેક ખોટી માન્યતાનું આ છ પદમાં નિરાકરણ થઈ જાય છે. છ પદના પત્રમાં પણ આ ખુલાસો છે.
પાંચમું પદ-આત્માથી પૂર્ણ પવિત્ર દશા તે મોક્ષ છે. જીવ પરાધીનતા અને આવરણથી પૂર્ણપણે મુક્ત થઈ શકે છે કે કેમ? એના જવાબમાં કહ્યું છે કે જો સર્વથા મુક્તપણું ન હોય તો પુરુષાર્થ કરીને કોઈ મુક્ત થઈ શકે નહિ, અને પુરુષાર્થ કરવાનું નિષ્ફળ થાય. કેટલાક માને છે કે આત્મા આવરણથી છૂટી શકતો નથી. એની સામે જવાબ છે કે મોક્ષ છે. આગળ યુક્તિથી સમજનાર શિષ્યના પ્રશ્નો આવશે કે જગતમાં ઘણા મતવાળા કહે છે કે મોક્ષ છે, તો અમારે ક્યો મત સાચો માનવો? એમ થોડા પ્રશ્નમાં ઘણું સમજી લેવાની પાત્રતાવાળા જિજ્ઞાસુ શિષ્યને, ગુરુ પણ સ્પષ્ટ ન્યાય-પ્રમાણથી આત્માનું યથાર્થ સ્વરૂપ અનેક પ્રકારે સમજાવે છે, કારણ કે શિષ્ય સત્ની સન્મુખ થયો છે, પણ ઊંધું માનનાર કહે છે કે તમે આમ કહો છો અને બીજા આમ કહે છે; કાંઈ સમજાતું નથી. પોતાને સાચું સમજવાની શક્તિ નથી, માટે વચ્ચે બીજું નાખે છે, તેવા જીવોએ કદી એક પાસે હા પાડી તો બીજા પાસે પણ હા જ કહેશે; કારણ કે સાચા-ખોટા ન્યાયની તેને સમજ નથી તેઓને સન્ની કાંઈ પડી નથી. સંસારના વ્યવહારનો પ્રસંગ હોય તો બરાબર સમજી લે. સાચા સુખની જાતની જેને ખબર નથી તેને પ્રશ્ન પૂછતાં ન આવડે, તેમ જ આ વાત શા આશયથી આવે છે તે સમજી પણ ન શકે. તેને જે કોઈ ધર્મોપદેશક મળે તેને કહે કે “સત્ય વચન!” કારણ કે તેઓ ઉપર બેઠા છે, ત્યાગી દેખાય છે, માટે આપણાથી અધિક છે; તેથી આપણે તેનું કહેવું માનવું ઝીણી વાતમાં આપણને કાંઈ સમજાય નહિ, કંઈ પુણ્યનીભક્તિની વાત આવતી હોય તો ઠીક, એમ પોતાને જ્યાં રુચે ત્યાં લક્ષ કરે, પણ હિત શું છે તે જાણવા ન માગે. પોતાને રૂપિયા વ્યાજે મૂકવા હોય તો પરિક્ષા કરે કે આ ઠેકાણે વ્યાજે મૂકવામાં રૂપિયાની સલામતી છે. રૂપિયા તો ક્ષણિક વસ્તુ છે; પણ અનંતકાળમાં નહિ સમજાયેલું અપૂર્વ તત્ત્વ સમજવાનાં ઉત્તમ અને મોંઘેરા ટાણાં આવે ત્યાં જે રુચિ ન કરે, સાચું સમજવાનો પ્રયત્ન ન કરે, તેને મોક્ષસ્વભાવ ગોઠતો નથી, પણ ભવભ્રમણ ગોઠે છે. પાંચમું પદ “મોક્ષ છે' એમ કહ્યું.
છઠું પદ-મોક્ષનો ઉપાય પણ છે. જીવોને અનંતકાળથી મોક્ષનો ઉપાય સમજાયો નથી, કેમકે પરમાર્થભૂત વ્યવહાર કોને કહેવો અને અપરમાર્થભૂત એટલે સંસારમાં રખડાવનારનિમિત્તાશ્રિત વ્યવહાર કોને કહેવો, ગ્રહણ કરવા યોગ્ય શું અને ત્યાગ કરવા યોગ્ય શું, તેની કોઈ ખબર તેમને નથી. નામમાત્ર ધર્મને માને છે અને કહે છે કે ચાલો ધર્મ કરીએ, આપણે તો સારું કરવું છે. પણ જ્ઞાની પુરુષોએ મોક્ષનો ઉપાય તો સુધર્મ કહ્યો છે. હવે સુધર્મ અને કુધર્મ શું છે તેની ખબર ન પડે, શુભરાગ-શુભજોગને સંવર, નિર્જરા અને ધર્મ માને, મોક્ષમાર્ગ માને; મોક્ષના ઉપાયની માન્યતામાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com