________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૮૧
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪૩] સ્વતંત્ર વિચારણાથી, મધ્યસ્થપણે નિર્ણય કરે છે. વળી ઉત્તર આપનાર પુરુષ પ્રમાણિક છે એમ જુએ છે. તેનાં કારણોમાં પોતાના પ્રશ્નોનો વિરોધ ટકી શકતો નથી એવી રીતે વિરોધ ટાળીને સમજાવે છે. એ જ્ઞાનીનું જ્ઞાનબળ છે; છતાં જ્ઞાની કોઈને પરાણે સમજાવી શકતા નથી.
હું ત્રિકાળ છું” એવું જીવને નક્કી થાય તો પોતાને શું કરવું તે સમજાય; એટલા માટે જ આ છ પદની વિચારણા અહીં કહી છે; યથાર્થ સત્ય અને અસત્ય શું, એ જાણવા-વિચારવા માટે આ મુમુક્ષુની વિચારણા કહી છે; તેમાં પ્રથમ આત્મા છે અને તે નિત્ય છે, એમ નક્કી થયા પછી, હું કર્તા પોતાનું કાર્ય કરી શકું છું, પણ પરનું કાર્ય નથી કરી શકતો તે નિર્ણય થાય; પણ સ્વપરની જુદાઈને જ જાણી શકતો ન હોય તે સારું કરવા માગે તોપણ શી રીતે કરી શકે? માટે તેની માન્યતા મિથ્યા છે. તેથી તે ભૂલ ટાળવા આ વિચારણા કહી છે. પોતે કઈ રીતે ઊંધું કરી શકે અને કઈ રીતે સુવળું કરી શકે તેનો નિર્ણય પોતાનાથી થયો નથી, માટે સદ્ગુરુ સમીપે જઈને પ્રશ્નોથી સાચા ન્યાયનો નિર્ણય કરે છે. જીવોએ પોતાના પક્ષથી પોતાનું વિપરીતપણું વિચાર્યું છે, કારણ કે મારી જાત શું અને હું શું કરી શકું અને શું ન કરી શકું તેની ખબર જ નથી. જીવ સાચી સમજણ ન કરે તો શું કરે? રખડવાનું કરે. અજ્ઞાનથી જે કાર્ય માન્યું છે તે સંસારનું કારણ થાય છે.
જેને સાચું જાણવું છે અને સારું કરવું છે, એટલે કે જે સુખનું કાર્ય કરવા માગે છે પણ થતું નથી તેને સાચું સમજાયું નથી; માટે તેણે સત્ય સમજવું.
કર્તાપણાનો વિચાર કર્યા પછી ભોક્તાપણાનો વિચાર કરવાનો રહે છે. “છે ભોક્તા” સારું કરવા માગે પણ સારું ભોગવી શકતો ન હોય તો તેનું કર્યું તો મફતમાં જાય છે, માટે કર્તા પછી ભોક્તાપણું કહ્યું છે. પોતાને જો આશંકા થાય તો સાચું સમજવા માટે આગળ વિચારણા થાય અને સમજાય કે કર્તાનું ઇષ્ટ તે કર્મ એટલે કાર્ય. જે કાર્યનો કર્તા થાય તે જ ભોક્તા થઈ શકે. સજાતિપણે કારણ હોય ત્યાં સ્વજાતિ કાર્યનું ભોક્તાપણું પ્રગટે. અનુભવપણે આનંદનું ભોક્તાપણું તે જ સ્વઈષ્ટ છે, પણ અનંતકાળથી જીવ અજ્ઞાનપણે સુખ-દુઃખની કલ્પનાનો ભોક્તા હતો. પોતાના સ્વરૂપના અજાણપણે પરનો ભોક્તા છું એમ માનતો હતો. એવો વિચાર જ્યારે આવ્યો ત્યારે યથાર્થ વસ્તુનો વિચાર કરતાં સમજાય છે કે હું સમજણના અભાવે-અજ્ઞાનભાવે રાગ-દ્વેષરૂપ અજ્ઞાનનો કર્તા અને સુખ-દુઃખનો ભોક્તા થયો. સમ્યગ્દષ્ટિ-જ્ઞાની રાગ દ્વેષનો કર્તા નથી, માત્ર જ્ઞાતા છે; પરભાવ અને પરવસ્તુનો કર્તા નથી; પુણ્ય-પાપ, રાગ-દ્વેષનો પરમાર્થે કર્તા નથી એટલે પરનો ભોક્તા પણ નથી. કોઈ માને છે કે મોક્ષમાં ગયા પછી સ્વાધીન પોતાનું અસ્તિત્વ નથી, પરથી જુદાપણું નથી, બધા આત્મા એક થઈ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com