________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સાચી વાત જ્યાં, ત્યાં કાને પડતી નથી, માટે પોતાની જાતે પક્ષપાત રહિત જીવે મનન કરવાનું છે કે આત્માનું સ્વરૂપ શું છે? પોતાની સ્વ-અપેક્ષિત દૃષ્ટિએ પોતાનું કર્તવ્ય શું? અને પોતાને ભૂલવારૂપ રાગ-દ્વેષ અને મિથ્યા અભિપ્રાય તે શું? તે માટે સત્ય અને અસત્ય બેઉને જાણવા પડશે. ભૂલ છે તેને ટાળવાનો પુરુષાર્થ કરવો પડશે. કોઈ કહે છે કે આત્મા અકર્તા છે, ત્રણે કાળ શુદ્ધ જ છે, માત્ર ભ્રાન્તિ હતી, માટે આપણે કાંઈ કરવાનું રહેતું નથી. આવી રીતે નીચલી ભૂમિકા પણ પામ્યા વિના એકાંત શુદ્ધ માને તો પુરુષાર્થ કરવાપણું રહે નહિ. જે કોઈ પુરુષાર્થ રહિત નિશ્ચયવાક્ય બોલે છે, તે સંસાર વધારે છે. વર્તમાન અવસ્થામાં મલિનતા છે, તેથી પુરુષાર્થ કરવાનો બાકી છે; તેમ અપેક્ષા સમજ્યા વિના એકાંત લેવું નહિ. આત્મા નિજ ચૈતન્યજ્ઞાનકાર્યનો કર્યા છે, પરનું કાર્ય કરવા કદી સમર્થ નથી; પણ અજ્ઞાનપણે રાગ-દ્વેષ કરે, કલુષિતતા કરે, જ્ઞાનમાં અસ્થિરતા કરે, પરવસ્તુમાં મોહ પામે, તો સંસારમાં રખડવું પડે. કોઈ જીવને અકર્તા માને છે, તેની સામે અહીં કર્તાપણું સ્થાપ્યું છે.
ચોથું પદ- “આત્મા ભોક્તા છે.' નિશ્ચયથી પોતાના નિર્મળ જ્ઞાનનો જ ભોક્તા છે, પણ સ્વાધીન કેવળ જ્ઞાતાસ્વભાવથી છૂટીને પરાવલંબી થવાથી, અજ્ઞાનભાવે રાગ-દ્વેષ, સુખ-દુઃખનો ભોક્તા અશુદ્ધ નિશ્ચયનયથી છે. જીવને સ્વનું ભોકતૃત્વ છે. પોતાને જે ઇષ્ટ હોય તે પોતાથી અન્ય ન હોય; તે ત્રિકાળ પોતાને આધીન હોય, તે પોતાથી દૂર ન હોય પણ સહજ હોય, એકરૂપ હોય. જે વસ્તુસ્વરૂપ પોતામાં શક્તિપણે છે તે પ્રાતની પ્રાપ્તિ કરવી તે જ ઇષ્ટપ્રાતિ છે.
છ પદની વિચારણા વિષે અહીં કહેવામાં આવે છે - આત્મા છે જેણે સારું કરવું હોય તેણે છે” તેનું સારું કરવું છે કે જે “નથી” તેનું? જે પોતાનું હોય તેનું જ પોતે કરી શકે છે, તો સારું કરવું છે કોનું? અને તેનો ઉપાય શું? તેનાં શંકા-સમાધાન પૂર્વક જીવ યથાર્થ વિચાર અને નિર્ણય કરે તો સારું પ્રમાણ સમજી શકે. જગતના લોકો ઔવિક રીતે અંધશ્રદ્ધાથી હા પાડે છે કે આત્મા છે, કારણ કે સર્વજ્ઞ ભગવાન કહી ગયા છે; પણ તે કેવો છે, કેવડો છે, તેની ખબર તો તેમને હોતી નથી; તેથી તેમની હા સાચી હા નથી. જેને યથાર્થ સમજવા માટે ખરી જિજ્ઞાસા થાય છે તે સમજી શકે છે. પરદેશી રાજાનો અધિકાર આવે છે. તેમાં આવી રીતે શંકા કરે છે કે હે પ્રભુ! અમે ત્રણ પેઢીથી આત્મા નથી એમ માનતા આવ્યા છીએ, તો આત્મા કેવી રીતે છે તે બતાવો. ત્યાં સમજવાની જિજ્ઞાસા છે. વળી કમેક્રમે એકાગ્રતાથી અનેક પ્રશ્નો એવી રીતે પૂછયા કે રાજા પરદેશી હતો તે સ્વદેશી થઈ સાચા સુખની પ્રાપ્તિમાં ઉદ્યમવંત થયો; તે હવે ફકત એક ભવ કરીને મોક્ષ જશે. પ્રશ્ન કરનારે પ્રથમથી જ તૈયારી કરી રાખી હોય છે કે હું કયા કારણોથી શંકા કરું છું અને તેની દલીલોમાં મારે શું કહેવું છે. પછી પોતાનાં કારણોની જ્ઞાનીનાં કારણો સાથે સરખામણી કરે છે અને પોતાની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com