________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪૩]
[ ૧૭૯ આવે છે; તે દ્રવ્યકર્મ પોતાના કારણે સ્વયં આવે છે, ચેતન તેનો કર્તા નથી.
કર્મ એટલે ક્રિયા-કર્તવ્ય. ચૈતન્યની ક્રિયા ત્રિકાળ જ્ઞાનપણે રહેવું તે જ છે, એટલે આત્મા જ્ઞાનનો જ કર્તા છે. તે કાં તો રાગદ્વેષરૂપ કુજ્ઞાનનો કર્તા થાય અથવા સમ્યજ્ઞાનનો કર્તા થાય, પણ જડની ક્રિયાનો કર્તા નથી; છતાં વ્યવહારથી એક ક્ષેત્રના સંયોગના કારણે કર્તાપણાનો ઉપચાર કરવાથી જીવ કર્તા કહેવાય છે. આત્મા કયા કર્તવ્યનો કર્તા છે અને કઈ દૃષ્ટિથી પરનો કર્તા (માત્ર અસત્ ઉપચારથી) કહેવાય છે, તે ત્રીજા પદમાં આગળ ન્યાય પૂર્વક, યુક્તિસહિત આવશે. કોઈ પ્રશ્ન કરે કે શાસ્ત્રમાં વ્યવહારથી જીવને જડ કર્મનો કર્તા કેમ કહ્યો છે? તો તેનું કારણ એ છે કે જ્યાં સુધી જીવ રાગ દ્વેષ કરે છે ત્યાં સુધી કર્મબંધન થયા જ કરે છે. કોઈ એકાન્ત નિશ્ચયાભાસી શુષ્કજ્ઞાની થઈ કહે કે હું જડનો અને રાગનો કર્તા નથી, કેમ કે રાગ દ્વેષ જ્ઞાનમાં નથી.- એમ અજ્ઞાનસહિત પુરુષાર્થહીન વાકયો બોલે તેને જ્ઞાની કહે છે કે રાગ-દ્વેષ અને કર્મબંધન તારાથી જ થાય છે; અને ક્રિયાકાંડી જડભાવવાળાને સાચી દૃષ્ટિથી યથાર્થ જ્ઞાન સમજાવે છે કે આત્મા ત્રણે કાળમાં જડનો કર્તા નથી, માત્ર પોતાની જ્ઞાનક્રિયા જ કરે છે. જીવતત્ત્વને રાગનો કર્તા માનવો એ જ અજ્ઞાન છે. એમ બેઉ અપેક્ષાથી શાસ્ત્રમાં કહ્યું છે. આ છ પદમાં ઘણા નિકાલ છે. સર્વ પરદ્રવ્યોથી તથા રાગાદિથી જુદો ચૈતન્ય કેવા હોય? કોનો કર્તા છે? કેવી વિધિએ મોક્ષદશા પ્રાપ્ત થાય? આત્મા ( જ્ઞાન વડે) જ્ઞાનમાં જ સમજણની ક્રિયા કરે છે. આવી સ્વાધીન કર્તાની સુવિચારદશા પ્રગટે તો સમ્યગ્બોધ પોતાના પુરુષાર્થથી પ્રગટે અને મિથ્યાદર્શન-ભ્રાન્તિનો નાશ થાય. આત્મા ત્રણે કાળ પરનો અકર્તા છે એટલે “છે કર્તા નિજ કર્મનો” એમાં કર્તા હું અને કર્મ પણ હું કર્તાનું ઇષ્ટ તે કર્મ. આ ત્રીજા પદમાં જ્ઞાનીનું ઇષ્ટ શું અને અજ્ઞાનીનું ઇષ્ટ શું, તે જણાવશે. ઘણા કહે છે કે અમારી આ ફરજ છે, કાંઈક કરીએ તો પામીએ, એમ અનાદિથી પરભાવની મીઠાશ છે. પુણ્ય કરું તો તેના નિમિત્તથી મને ગુણ થશે, એ જડ ભાવની પકડ અજ્ઞાનીમાં પેસી ગઈ છે. અજ્ઞાનપણે નિમિત્તના સંયોગ ઉપર વહાલપ હોવાથી જ્ઞાનનું વિકૃત સ્વરૂપ થાય છે. તેને પરાધીનપણું, ઔપાધિકપણું વહાલું લાગે છે; તેને તે ઉપાદેય માને છે; તેમાં તેને ઇષ્ટબુદ્ધિ થઈ છે; એટલે પરમાં મમત્વબુદ્ધિ-ઇષ્ટ-અનિષ્ટપણું ઉપજાવે છે અને સત પ્રત્યે અનાદર ઉપજાવે છે; તેને ભવનો ભાવ છે. જેને સંસારદશા જોઈતી નથી, પણ માત્ર પોતાનું ઇષ્ટ અવ્યાબાધ સુખ જ જોઈએ છે તે નિર્મળ નિર્દોષ જ્ઞાનક્રિયા જ કરે છે અને જ્ઞાતાદૃષ્ટાપણે જ્ઞાનમાં જ રહે છે. જેને જે વહાલું કાર્ય હોય તે એક ક્ષણ પણ કર્યા વિના ન રહે. મુમુક્ષુ પોતાના જ્ઞાનસ્વરૂપની રક્ષા કરે છે. પરનું કર્યું થતું નથી એમ તે માને છે, પણ જેને અજ્ઞાનતા-મૂઢતાની વહાલપ છે તે પરવસ્તુમાં રાગાદિ કષાય કરી રહ્યો છે. આત્મજ્ઞાનથી અજાણ જીવો નિત્ય અજ્ઞાન જ કરે છે અને જ્ઞાની નિત્ય જ્ઞાન જ કરે છે. પરનું કોઈ કાંઈ કરી શકે નહિ. અત્રે આત્મતત્ત્વ વિષે જે યથાર્થ ન્યાય કહેવાય છે તે મનની ધારણાથી કે પંડિતાઈ કરવા માટે કહેવામાં આવતો નથી; પણ યથાર્થ તત્વની સમજણ કરવા માટે છે. તત્ત્વની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com