________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮ ]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સરલપણે ન્યાયથી ગુજરાતી ભાષામાં આવી રીતે બીજે ક્યાંય કથન નથી. શ્રીમદ્ રાજચન્દ્ર બધા વિરોધ ટાળીને આત્માને સ્પષ્ટ બતાવ્યો છે. તત્ત્વની તૈયારીવાળા જે સરલ જિજ્ઞાસુ હશે તે સમજી લેશે. પ્રથમ પદ “આત્મા છે,” બીજું પદ “તે નિત્ય છે,” એમ નક્કી કરાવે છે; “છે” તે સત્ છે. સપણે ટકનારો જ્ઞાનપણે જ પરિણમે છે. ૫ર નિમિત્તની સહાય વિનાનો ત્રિકાળ જ્ઞાનપણે જ્ઞાતા સ્વતંત્ર છે.
ઘણા જીવો આત્માને સ્વતંત્ર નિત્ય તત્ત્વ માનતા નથી, પણ નાશવંત માને છે. વળી કોઈ આત્માને એકાન્ત નિત્ય કૂટસ્થ માને છે. પણ તેમ માનવામાં ઘણા વિરોધ આવે છે, તે વિષે આગળ કહેશે. આત્મા છે તે પરપણે નથી, અવિનાશી જ્ઞાનપિંડ છે, છે તે સ્વતઃસિદ્ધ છે. હોય તેનો કદી પણ નાશ થાય નહિ. જે વસ્તુ ન હોય તે કદી નવીન ઉત્પન્ન થાય નહિ. જેને પોતાનું નિત્યત્વ ભાસે છે તેને ક્ષણિક સંસાર દેહાદિનો મોહ ક્ષય થઈ જાય છે. પર પદાર્થને ક્ષણિક માન્યા પછી તે અનિત્યના સંયોગથી સુખ થાય-એવું અજ્ઞાન, એવી માન્યતા કે તેમાં મોહ પામવાની બુદ્ધિ થાય નહિ .
ઘણા માને છે કે કંઈ સેવા કરીએ, બધાના શરીર સારા રહે, સંસાર સારો રહે, એવી વ્યવસ્થા અમે કરીએ; પણ એમ અનિત્યને રાખી દેવાનું કર્તાપણું માનવું તે અજ્ઞાનભાવ છે; કારણ કે બધા સંસારી જીવોના દેહ કર્મપ્રારબ્ધના કારણે સારા કે ખરાબ થાય છે. તેમને બીજા કોઈ વડે કર્મફળ ઊપજતું નથી. સાર સુખનો ઉપાય આત્માની ઓળખાણમાં છે, સુખ બાહ્ય પદાર્થમાં નથી. શ્રીમદ્ કહે છે કે આ છ બોલની સુવિચારણા પ્રગટે તેને ભલી વિચારણા કહેવાય. આત્માની વાત યથાર્થપણે સમયે દુઃખમાત્રની કલ્પના ઊભી નહિ રહે. જગતનું કર્યું કોઈનાથી થયું નથી; અનંત જ્ઞાનીઓ પોતાના આત્માનું સાચું હિત કરી ગયા છે. જરા આગળ વધો તો ખબર પડશે કે ત્રણલોક, ત્રણ કાળનો પાર સમ્યજ્ઞાન વડે પામી શકાય છે. જ્ઞાન તે બધી મૂંઝવણ ટાળવાનો ઉપાય છે.
ત્રીજું પદ “આત્મા કર્તા છે,” એટલે કે કર્મ તો અનિત્ય છે, જડ છે અને આત્મા અરૂપી જ્ઞાન છે, ચૈતન્ય છે. પ્રકૃતિ જડ, રૂપી, મૂર્તિક પદાર્થ છે તે સ્વતંત્ર; છૂટાં અનંત પરમાણુઓ છે, તે પણ ત્રિકાળ સત્ છે. તે જડ-પુદ્ગલ અને અરૂપી આત્માનો સંયોગસંબંધ પ્રવાહરૂપે અનાદિથી છે. તે જડ કર્મો રાગ-દ્વેષનું નિમિત્ત પામીને નવા આવરણરૂપે એકક્ષેત્રે બંધાય છે; તે ક્ષેત્રે રહેલાં જુનાં કર્મો ક્રમે ક્રમે ખરે છે અને નવાં બંધાયાં કરે છે. જ્યાં લગી જીવ અજ્ઞાનદશામાં છે, ત્યાં લગી નવાં કર્મબંધન થયાં કરે છે. એ કર્મનો કર્તા જીવને કહેવો તે ઉપચારષ્ટિથીઘીના ઘડાની જેમ છે, બાકી સાચી દૃષ્ટિથી જડ-પુદ્ગલની ક્રિયાને આત્મા કરતો નથી, પણ જીવ અજ્ઞાનદશામાં જુનાં કર્મના ઉદયની સાથે જોડાઈ રાગ-દ્વેષ કરે ત્યારે તે રાગ-દ્વેષના નિમિત્તે નવાં કર્મ એકક્ષેત્રે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com