________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪૩]
[ ૧૭૭ પ્રથમ લોઢાની ખાણ આવી. લોઢું તૈયાર અને સારું લાગ્યું. સૌએ ગાંસડી બાંધી ને આગળ ચાલ્યા. આગળ વધતાં ચાંદીની ખાણ આવી. કેટલાકે વિચાર્યું કે લોઢું ફેંકી દઈએ. તેઓએ લોઢું તજીને ચાંદીની ગાંસડીઓ બાંધી; પણ લોહવાણિયો કહે અમને લોઢામાં ઠીક લાગે છે. અમારું ધાર્યું ફળ આમાંથી જ મળશે. વળી તેઓ આગળ ચાલ્યા, ત્યાં સોનાની ખાણ આવી; ચતુર વાણિયાઓએ ચાંદી છોડી નાખી અને સોનું લીધું. લોઢાવાળાને લોઢું છોડવા ઘણું કહ્યું પણ તેણે માન્યું નહિ, તે કહે કે અમે તો મજબુત ગાંસડી બાંધી છે માટે અમારે છોડવી નથી. વળી આગળ જતાં હીરા-માણેક-ઝવેરાતની ખાણ આવી એટલે તેઓએ સોનું ફેંકીને ઝવેરાતની ગાંસડીઓ બાંધી લીધી. લોહવાણિયાને તેઓએ ઘણું કહ્યું પણ તે કહે કે અમારે તો ગાંસડી છોડવી જ નથી. તેઓએ હીરા બાંધ્યા, પેલાએ લોઢું રાખી મૂકયું. હીરાવાળાએ હીરા વેચ્યાં એટલે ક્રોડ ક્રોડ રૂપીઆ ઊપજ્યા; તેમાંથી બંગલા બંધાવ્યા, ત્યારે પેલા લોખંડની પકડવાળાને માત્ર લોઢાનું મૂલ્ય બે ટંકના રોટલા મળ્યા. તે જોઈને લોઠવાણિયાને ઘણો પસ્તાવો થયો, પણ હવે શું થાય? એટલે જેમાં નુકશાન થાય અને મોટો લાભ ટળે એવી ખોટી માન્યતાને નહિ છોડનાર જેવો જો તું પણ થઈશ અને આ તત્ત્વ સમજીશ નહિ તો પછી લોહવાણિયાની જેમ તને પણ ઓરતો થશે. રાજા કહે કે મારે લોહવાણિયા જેવું થવું નથી, સાચું જેમ હોય તેમ સમજવું છે. પછી પુનર્જન્મ આદિ વિષે પણ શંકા-સમાધાન કર્યું, પછી ઘણા પ્રશ્નો થયા તેનું સમાધાન થતાં તે આત્મસ્વરૂપ સમજ્યો. પરદેશી રાજાએ તીવ્ર જિજ્ઞાસા દેખાડી ત્યારે શ્રીગુરુએ જાણ્યું કે આ જીવ ખોટું છોડીને સાચું તત્ત્વ પામવાની જિજ્ઞાસુ છે, તેથી તેને સમજણ આપી; પણ જેને ખોટાની પકડ છોડવી નથી તેને કોઈ સદ્ગુરુ પરાણે સાચું સમજાવી શકે નહિ. જેને ખોટાનો આગ્રહ શીધ્ર છોડીને સાચું તત્ત્વ ગ્રહણ કરવાની સરલતા છે, તેવા જિજ્ઞાસુઓએ આ ગુરુ-શિષ્યસંવાદ બરાબર સમજવો. સમીપ મુક્તિગામી ભવ્ય લાયક જીવો જ આત્મતત્ત્વ અવિરોધપણે સમજી લેશે.
અહીં ત્રણ અધિકાર પૂરા થયા. એવા અગિયાર અધિકારથી આત્મસિદ્ધિ પૂરી થશે. ૪૨.
આ છે બોલની વિચારણા ઊપચે, પોતાની પાત્રતાથી જીવ જેમ છે તેમ તત્ત્વને સમજે છે અને તે શુદ્ધ આત્માને પામે છે. તે છ પદ હવે કહે છે કે :
ષદ નામ-કથન આત્મા છે,” “તે નિત્ય છે, ” “છે કર્તા નિજકર્મ;”
છે ભોક્તા” વળી “મોક્ષ છે, ” “મોક્ષ ઉપાય સુધર્મ.' ૪૩. સંમતિતર્કમાં સિદ્ધસેન દિવાકરે ઉપર કહેલાં છ પદની ગાથા બે પ્રકારે હુકારે-નકારમાં જણાવેલ છે, આ ન્યાય સમજવાથી તત્ત્વના જિજ્ઞાસુઓની બધી મૂંઝવણ ટળી જાય તેવું છે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com