________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬ ]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા હવે સુવિચારણા પ્રગટે તે માટે આત્માનાં છ પદ ગુરુ-શિષ્યના સંવાદરૂપે આ શાસ્ત્રમાં કહેવામાં આવ્યાં છે એમ કહે છે :
ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય;
ગુરુ-શિષ્ય સંવાદથી, ભાખું ષદ આંહી. ૪૨ આ છ પદનો યથાર્થ વિચાર સમજાયે ત્રિકાળ અવિરોધ મોક્ષમાર્ગ સમજાય છે, પાત્રતા વિના અને તત્ત્વ પામવાની તૈયારી વિના પોતાના છેદે જ્ઞાનીના ન્યાયો સમજાય નહિ, પણ શ્રી સદ્ગુરુના આશ્રય વડે અને પોતાની પાત્રતા વડે વિચાર કરે તો સમ્યગ્દર્શન શું, લોકોમાં ધર્મના નામે ઘણા મતભેદો છે તેનું કારણ શું, આત્માનો લોકોત્તરમાર્ગ શું વગેરે સમજાય. સુવિચારદશાથી સતત વિચાર કરે તો ત્રણે લોક અને ત્રણે કાળના બધા ન્યાય જેમ છે તેમ સમજાય. મુમુક્ષુને મૂંઝવણ ન થાય. અવિકારી શાન્ત, પરના નિમિત્ત વિનાની સહજ જ્ઞાતાશક્તિ તે હું અને પ્રકૃતિના નિમિત્તે થતું બીજું બધુંએ પર છે એમ સ્વતત્ત્વને તથા પરતત્ત્વને જેમ છે તેમ તે જાણે. અનેક વેષ, વાડાના મતાગ્રહ તેને ટળી જાય છે, ખોટી માન્યતા ટળી જાય છે. સભ્યશ્રદ્ધા અને મિથ્યાશ્રદ્ધાના વિચાર, સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનના વિચાર, સમ્યકચારિત્ર અને મિથ્યાચારિત્રના વિચાર યથાર્થપણે તે કરે છે. દયા, પુણ્ય, દેહાદિની ક્રિયારૂપ બાહ્ય જડજનિત વ્યવહાર એ બધાનો ભેદજ્ઞાન સહિત વિચાર પોતાની નિર્મળતા માટે કરે છે, હવે આ વિચારણાના આશ્રયે સમ્યગ્દર્શન, જ્ઞાન અને સમ્યજ્ઞાનમાં સ્થિર થવારૂપ જ્ઞાનની રમણતારૂપ ચારિત્રમય મોક્ષમાર્ગ સમજાય છે. તે અહીં ગુરુ-શિષ્યના સંવાદરૂપે કહેવાશે. શિષ્ય આત્માર્થી છે, તે શ્રીગુરુને લક્ષે વર્તવાનો કામી છે. શિષ્ય પોતે ક્યાં અટક્યો છે તે શ્રીગુરુ સમજે છે. સાચા હિતનો કામી સુવિનિત શિષ્ય, ગુરુ પાસે તત્ત્વ સમજવા આવ્યો, તે સમજ્યા વિના પાછો જવાનો નથી. તત્ત્વને પામવાની તૈયારીવાળા લાયક પ્રાણી જ ગુરુ પાસે આવે છે. પરદેશી રાજા અને કેશી ભગવાનનો સંવાદ આવે છે તેમાં પરદેશી રાજા સાચો જિજ્ઞાસુ છે, ખોટાની પકડ રાખવા માગતો નથી, તેથી બરાબર ઘડ બેસાડવા માટે આશંકા કરીને પૂછે છે અને કહે છે કે તમે કહો છો તે વાત સાચી લાગે છે; પણ તે શી રીતે છે તે સમજાવો. કેશી મહારાજ ચાર જ્ઞાનના ઘણી હતા અને પરદેશી રાજા આત્માને માનતો ન હતો. આત્માને જાણવા ઘણા પ્રશ્નો જિજ્ઞાસાથી તેણે પૂછયા હતા. આ રાજા પરદેશીમાંથી સ્વદેશી થવા ગુરુસન્મુખ આવ્યો છે. પ્રથમ કહે છે કે હું ખરેખર કહું છું કે અમે અમારી ત્રણ પેઢીથી માનીએ છીએ કે આત્મા નથી, માટે અમારી માન્યતા અમને સાચી લાગે છે; તે ખોટી હોય તો સમજાવો. શ્રી કેશી સ્વામી કહે છે, કે તું લોહવાણિયા જેવો મૂર્ખ છે રાજાએ પૂછયું કે હે પ્રભુ! એ લોહવાણિયો કેવો હતો તે કહો, એટલે હું મારી મૂર્ખાઈ ઉપર વિચાર કરીશ કેશી સ્વામીએ કહ્યું કે હે રાજન્ ! કેટલાક વણિકો જંગલમાં જતા હતા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com