________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪૧]
[ ૧૭૫ જ્ઞાનપણે ટકી રહેવું એ જ મારો વ્યવહાર છે અને તે જ મોક્ષમાર્ગ છે, તે જ મારું કર્તવ્ય છે. બીજા કોઈ કહે છે કે અમારું કર્તવ્ય તો દયા, પરોપકાર કરવો તે છે. લોકો પરોપકારી ઘણા કોઈ થઈ ગયા એમ ચૂળ દૃષ્ટિએ (ઉપકાર દૃષ્ટિએ) કહેવાય; પણ સાચી દષ્ટિથી જુઓ તો કોઈ બીજાનો ઉપકાર કરી શકે નહિ; કોઈનું કર્મ કોઈ બીજો આપી શકે નહિ; સામા પ્રાણીના પુણ્ય-પાપના ઉદય વિના નિમિત્ત થઈ શકે નહિ. જ્ઞાતાપણું ભૂલીને માને કે હું પરને સુખી કરું, બીજાની દયા પાળું, બીજાને ઉપકાર કરું અને એમાં પોતાનું હિત માને તો તે દુઃખી થાય છે, પોતાથી પરનું કાંઈ થતું નથી, છતાં હું છું તો તેનું કાર્ય થાય છે એમ માને છે. જોગાનુજોગ થતું દેખાય તો તે પ્રારબ્ધથી થયું છે. જ્યાં લગી કર્તાપણાની, રાગાદિની રુચિ છે, ત્યાં લગી આત્માની ક્ષણેક્ષણે અનંતી હિંસા થાય છે, પોતાનો જ અપરાધ થાય છે તેથી જ્ઞાનનો ઘાત થાય છે.
આમા કેવા સ્વરૂપે છે તેનું જેને ભાન નથી, તેમ જ સુવિચારદશા પણ નથી તે બે ઘડી બેસી જાય તેને સામાયિક માને; તેને સુવિચારદશા ક્યાંથી પ્રગટે! આત્મા જેવો છે તેવો યથાર્થ જાણ્યા વિના જડની ક્રિયામાં તે સ્થિર થશે તો જડ જેવો થશે. પાપાનુબંધી પુણ્ય ભોગવીને પછી અનંતકાળ સુધી નરક અને નિગોદના ભવ કરશે. હું આત્મા છું, નિત્ય છું વગેરે છ પદના યથાર્થ વિવેક સહિત સુવિચારદશાથી આત્માનું જ્ઞાન થાય તેને આત્મજ્ઞાન દ્વારા મોહનો ક્ષય થાય. અહીં તો જ્ઞાનબળનો મહિમા આવ્યો. “જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષઃ” એવું એક સૂત્ર છે, તેમાં અરૂપી જ્ઞાતાપણાની રાગરહિત જ્ઞાનક્રિયા (જ્ઞાનની ક્રિયા) આવી, પણ આટલાં શાસ્ત્રોનું જાણપણું કરવું, આટલી દેહાદિ જડની ક્રિયા કરવી કે આટલાં પુણ્યાદિ કરવાં એવું કાંઈ ન આવ્યું. આત્માનો ગુણ જ્ઞાન છે, તેથી જ્ઞાન વિના બીજું કાંઈ આત્મા કરે એમ માનવું તે મિથ્યાદર્શન શલ્ય છે. જ્ઞાનની ક્રિયા વડે જ્ઞાનમાં ઠરે એટલે રાગ-દ્વેષ નહિ થાય; એટલે કે રાગ-દ્વેષથી થતી, અજ્ઞાનરૂપ ક્રિયા સહેજે અટકી જશે. યથાર્થ જ્ઞાનવડે સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી દર્શન મોહકર્મનો ક્ષય થાય છે. મિથ્યાદર્શન એટલે ખોટી માન્યતા, નિજસ્વરૂપમાં ભ્રાન્તિ. તેનો ક્ષય થતાં અને ચારિત્રદશા-વીતરાગતાનું ઘોલન વધતાં સમસ્ત રાગ-દ્વેષનો નાશ કરીને જીવ મોક્ષપદને પામે છે.
અહીં તો તીવ્ર જ્ઞાનદશા વડે મોહક્ષયની વાત કરી છે, એટલે મુખ્યપણે એક-બે ભવે મોક્ષપદની પ્રાપ્તિ કહી છે.
સ્વચ્છંદ એટલે સ્વરૂપની અસાવધાની; ભ્રાન્તિની છેદનદશા તે સુવિચારદશા, તેનું ફળ જ્ઞાનદશા છે. ચારિત્રથી વિષય-કષાય વાસનાનું છેદન એ વીતરાગદશા છે. એ વડે આત્માની છેલ્લામાં છેલ્લી પૂર્ણ પવિત્રદશા-મોક્ષપદની પ્રાપ્તિ થાય છે, તેનું કારણ શુદ્ધ આત્મસ્વરૂપ એવું નિજપદ છે, તેની યથાર્થ વિચારણાને સુવિચારણા અહીં કહી છે. પુણ્યથી કે દેહની ક્રિયાની આત્માનો ગુણ પ્રગટે એમ અહીં નથી કહ્યું. ૪૧.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com