________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જેને સુવિચારણાની યોગ્યતા થાય તેને છ પદથી સિદ્ધ એવા આત્મસ્વરૂપનો વિચાર અંતરંગમાં ઊગે; કેમ કે તે સુવિચારદશામાં સતત આત્મતત્ત્વની વિચારદશા રહે છે. જેને અપૂર્વ તત્ત્વનું માહાભ્ય આવ્યું નથી, એટલે કે પોતાના પૂર્ણ તત્ત્વનો મહિમા આવ્યો નથી તેનામાં સુવિચારદશા કયાંથી હોય? સમ્યજ્ઞાન તેને કેમ થાય? પૂર્વે અનંત કાળમાં આત્માના નામે બીજું કર્યું છે, ભવમાં રખડવાનો ભાવ કર્યો છે; તે મિથ્યાજ્ઞાન શું અને સમ્યજ્ઞાન શું તે સુવિચારણા વિના શી રીતે સમજાય? આત્મા શું છે, તેની ભલી વિચારણા થયે અવશ્ય પોતાના શુદ્ધ આત્મપદનું જ્ઞાન પ્રગટે છે. લોકો કહે છે કે કંઈ કરીએ તો થાય; પણ આત્મા પોતાની જ્ઞાનક્રિયા સિવાય બીજું કશુંએ કરી શકે છે કે કેમ તેનો નિર્ણય તો કરો ! પ્રથમ પુણ્ય કરીએ કે કંઈ કરીએ એમ કહે છે, પણ પરનું કાંઈ કર્યું થાય છે કે કેમ તે તો વિચારો! જીવ માત્ર મિથ્યાજ્ઞાન અથવા સુજ્ઞાન કરી શકે છે, પણ પરનું કાંઈ કરી શકતો નથી; તેથી જ્ઞાનીએ તો જ્ઞાનક્રિયા (જ્ઞાનની ક્રિયા) કરવા કહ્યું છે, સંસારબુદ્ધિથી અટકીને માત્ર મોક્ષસ્વરૂપની સુવિચારણા કરવામાં અનંતું કરવાનું આવ્યું. પોતાના તત્ત્વની જેને ખબર નથી તેને વસ્તુમાં સુખ-સાધનની બુદ્ધિ છે. તત્ત્વની પ્રતીતિ વિના આખો ભવ વ્રત, તપ, ગુરુની સેવા, બાહ્ય ચારિત્ર પાળે, છ-છ મહિના ઉપવાસ કરીને મરી જાય, છતાં આત્માનું અંશે પણ ભાન થતું નથી. મન, વાણી, દેહથી રહિત, પુણ્યાદિ-દેહાદિની ક્રિયા રહિત, અક્રિય જ્ઞાતાપણાની શ્રદ્ધા બાહ્યદૃષ્ટિ જીવને રુચતી નથી. આત્મજ્ઞાન માટે કર્તવ્ય જે જ્ઞાનક્રિયા-જ્ઞાનકળા તેને જ કરવાનું અનંતજ્ઞાનીએ કહ્યું છે. આદિ, મધ્ય અને અંતમાં પ્રથમ ભૂમિકાથી છેલ્લી ભૂમિકા સુધી જ્ઞાન જ કરવાનું છે. દેહાદિની ક્રિયાને અને વ્રત, તપને ધર્મ માનીને આત્માનો ગુણ ઊઘડશે એમ માનવું એ મહા મિથ્યાત્વ છે.
પ્રકૃતિના નિમિત્તે થતો ઔપાધિક ભાવ તે પુણ્યપરિણામ છે, તે અનિત્ય છે, પુણ્ય-પાપ તો હદવાળાં છે. જે આત્માને નિમિત્તના આશ્રયવાળો માને તેને સ્વાધીનપણાની શ્રદ્ધા નથી. હું અનાદિ-અનંત છું, એવી દેઢ શ્રદ્ધા થયા વિના કોઈ કહે કે અમને ભવનો ભય છે, તો તે વાત જૂઠી છે. જ્યાં નિમિત્તાધીનપણું છે ત્યાં અનંત નરક-નિગોદના ભાવ ભર્યા છે. પોતાને સમજાય નહિ તે કાંઈ બચાવ નથી.
જ્યાં આત્માની સાચી જિજ્ઞાસા છે અને છ પદથી આત્મપદ સિદ્ધ છે, તેની સુવિચારદશા જ્યાં પ્રગટે ત્યાં સદ્ગરબોધ શોભે છે. આત્માનો યથાર્થ બોધ થવાથી, જ્ઞાનની સ્થિરતારૂપ ચારિત્ર વડે મોહનો ક્ષય થાય છે અને પોતાનું અવ્યાબાધ શિવસુખ પ્રગટે છે. આત્માર્થી વિચારે કે હું જ અવિનાશી બેહદ સુખસ્વરૂપ છું પહેલાં હું જ અજ્ઞાનભાવે રાગ-દ્વેષ, પુણ્ય-પાપનો ભ્રાન્તિપણે કર્તા હતો અને હવે હું પરનો અકર્તા છું; પરના નિમિત્તરહિત જ્ઞાન, દર્શન અને આત્માની રમણતારૂપ ચારિત્રમાં સ્થિત રહી, રાગરહિત જ્ઞાનમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk