________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૭૩
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪૧] સુવિચારદશા જાગૃત થાય છે અને સબોધ પરિણામ પામે છે, સાધકસ્વભાવની શોભા વધારે છે. અહીં સુવિચારદશા લીધી છે. ઉપલક વિચાર તો અનંતવાર કર્યા, છતાં તે અપૂર્વદશા થઈ નહિ; પણ પાત્રતાથી જ્ઞાનીની આજ્ઞાથી અને બોધસ્વરૂપની સુવિચારણાથી પવિત્રતાની શુદ્ધતાની આગાહી દેખાય, અપૂર્વ વીર્ષોલ્લાસ જ્ઞાનમાં દેખાય, તેમાં શંકા ન પડે. જેમ પ્રભાતની સંધ્યાની રતાશ દેખાય, તેમ સાધકદશાની શુદ્ધતાનાં ચિહ્ન પ્રથમથી દેખાય, બીજાને પૂછવું ન પડે. એથી “ આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય, તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.” આત્માના અવ્યાબાધ સુખને દેનારી સુવિચારદશા પ્રગટે. સમતાના સ્વરૂપની જાતનો આનંદ આવો જ હોય છે, એમ સદ્ગુરુબોધથી સુપાત્ર જીવને તે બોધબીજ ઊગે એટલે પરિણામ પામે. યથાર્થ જિજ્ઞાસાથી સબોધ જાણ્યો કે આમ જ છે, પુરુષ પ્રમાણે વચન પ્રમાણ” એમ નિર્ણય કરતાં સુવિચાર દશા વડે નિર્મળ દશા ઊઘડે, એવી જ્ઞાનદશા થાય કે તે અનંત અવ્યાબાધ સ્વરૂપની સ્થિતિ પમાડે અને તે જાતની સુખદાયી દશાનો અંશ ઊઘડે. શ્રીમદે કહ્યું હતું કે સાચા સુખની સામગ્રીના હેતુ કહીશ તે અહીં કહ્યા. વળી આગળ પણ આવશે કે, “એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ.' લાયક જીવોને માટે જ જ્ઞાનીનો બોધ છે. ખારભૂમિમાં બીજ બળી જાય, તેમ અપાત્રની ભૂમિકામાં સમ્યગ્બોધ ઊગે નહિ.
[ તા. ૧૬-૧૦-૩૯] અહીં આભાર્થીનાં લક્ષણ કહેવાય છે. રાગ-દ્વેષનો નાશ થાય, એવો પરમાર્થનો પરિચય તે જ વ્યવહાર છે. એ વિષે કહ્યું કે, “આવે જ્યાં એવી દશા, સદ્ગરબોધ સુહાય; તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.”
આત્મતત્ત્વને અવિરોધપણે વિચારવાથી સમ્યગ્દર્શન, આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, પણ હું પરમાર્થનો ઇચ્છુક છું કે સંસારનો? તેનો જેને વિચાર નથી, વળી હું કોણ છું, મારું સ્વરૂપ શું છે અને રાગીપણું તે શું, તેની પરીક્ષાશક્તિ જેને નથી તેને આત્માની અંતરંગ વિચારદશા કેમ થાય? પુણ્યની મીઠાશ, ભવની મીઠાશ હોય ત્યાં આત્માર્થ કેમ સૂઝે! ભગવાને ૧૨ ભાવનામાં
બોધિદુર્લભ ભાવના” કહી છે. તેનો અર્થ એ છે કે અનંતકાળથી રખડતા જીવોને આત્માનો સમ્યગ્બોધ પામવો મહા દુર્લભ છે, દુર્લભ હોવા છતાં અપ્રાપ્ય નથી. પોતાના પુરુષાર્થની યથાર્થ વિધિ જાણે તો અનંત કાળમાં નહિ પ્રગટેલું તત્ત્વ સહજ પ્રયત્નથી પ્રગટે છે, માટે તે સુવિચારણા પ્રગટ કરવા અહીં કહ્યું છે. ૪૦. હવે તે સુવિચારણાનું ફળ શું આવે છે તે કહે છે :
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટ નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોડું થઈ, પામે પદ નિર્વાણ. ૪૧.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com