________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૨]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સંયોગીભાવ એટલે કે ભવનો ભાવ મટાડવારૂપ નિર્દોષપણું પ્રાપ્ત કર્યા વિના ભાવરોગ મટે નહિ જેનામાં પાત્રતા થઈ હોય તેને પ્રભુતાનો યોગ મળ્યા વિના ન રહે. મનુષ્યક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ ભગવાનની કોઈ કાળે ગેરહાજરી હોય નહિ. જેનામાં મુમુક્ષુતા-પાત્રતા સન્મુખ થઈ તેને ઉત્કૃષ્ટ નિમિત્ત મળ્યા વિના ન રહે. પોતાનામાં પાત્રતા આવી એટલે જગતમાં તેને માટે અનુકૂળ નિમિત્ત તૈયાર હોય જ છે. જ્યાં સંતો મુનિઓનાં ટોળાં હોય, અમૃતવાણીના ધોધ વહેતા હોય, એવા મહાન ઉત્કૃષ્ટ યોગ, જેની લાયકાત છે–તૈયારી છે તેને મળ્યા વિના રહે નહિ. પરમાર્થતત્ત્વને પામવા લાયક દશા આવ્યા વિના સદ્ગુનો બોધ આત્માને વિષે પરિણામ પામે નહિ. જે પુણ્યની ઇચ્છા કરે છે તે પરાધીનતાની ઇચ્છા કરે છે, દુઃખની ઇચ્છા કરે છે, ભવની ઇચ્છા કરે છે. ચૈતન્ય જ્ઞાતા, છે તેને પરનું નિમિત્તાધીનપણું અનાદિથી પરિચયમાં છે, બંધભાવ સુલભ છે, તેમાં પ્રેમ છે એટલે સત્ અને સદ્ગનો પ્રેમ તેને આવ્યો જ નથી, પણ હવે બધા પૂર્વાગ્રહ મૂકીને સવળો થઈ ભાવથી કહે કે કાંઈ પણ પરનું કરવું નથી, કાંઈ પણ જોઈતું નથી. એમ થયા વિના જ્ઞાનની શ્રદ્ધા જ આવતી નથી. લોકો કહે છે કે તમે એલ. એલ. બી. ની ઊંચી અને ઝીણી વાતો કરો છે, પણ પ્રથમ કંઈ વ્યવહાર તો હોવો જોઈએ ને? અને પુણ્ય કરીએ તો સાધન પામીએ ને? તેના જવાબમાં ત્રણે કાળના જ્ઞાનીઓ કહે છે કે તમારી માન્યતા ખોટી છે, તે છોડીને આ સમજો. આ એકડાની જ વાત છે, આત્માના સાચા સુખનો ઉપાય સમજવાનું પ્રથમ પગથિયું છે. પ્રથમ સાચું જ્ઞાન જેમ છે તેમ જાણવું એ જ એકડો છે. જેને અંતરરોગ ટળ્યો તેને ભવભ્રમણ ટળ્યા વિના રહે નહિ અને જેને અંતરરોગ ટળ્યો નથી તેનો વિરોગ ટળે નહિ. ૩૯ હવે સુવિચારણા કેમ પ્રગટે તે કહે છે :
આવે જ્યાં એવી દશા, સદ્ગરબોધ સુહાય;
તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦ “પાત્ર પ્રભુતા પ્રગટે”—એ ન્યાયે યથાર્થ મુમુક્ષતા થયે કષાયની મંદતા હોય જ. જ્ઞાની પુરુષોએ સંમત કરેલ જે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર (રાગરહિત, પુણ્યાદિ શુભભાવ વિનાની જ્ઞાનમાત્રદશા-જ્ઞાનસ્વરૂપમાં ટકવું તે જ ચારિત્ર) એ જ મોક્ષમાર્ગ છે. એવું જેનું લક્ષ છે. તેવા યથાર્થ તત્વના જિજ્ઞાસુને સત્ની અને ગુરુના યોગની જિજ્ઞાસા થયે, સદ્ગુરુનો બોધ તે લાયક જીવમાં શોભે. (૧) મોક્ષની વાત, (૨) પંચ-મહાવિદેહની વાતો, (૩) સાધકદશાના પુરુષાર્થના ન્યાય, (૪) સર્વજ્ઞના ન્યાય તથા (૫) નિગોદ અને સિદ્ધની સ્થિતિ તે અપાત્ર જીવને રુચે નહિ. તેની પાસે અધ્યાત્મગ્રંથ આવે તો તે ધર્મને પણ લજાવે અને શાસ્ત્રને પણ લજાવે. માટે કહ્યું છે કે સુપાત્ર જીવ યોગ્યદશા પ્રાપ્ત કરે ત્યારે સદ્ગરબોધ શોભે, ઠરે. (અત્રે ધારણારૂપ જ્ઞાન લીધું છે.) પછી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com