________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩૯]
| [ ૧૭૧ ચૈતન્યભગવાન અવિનાશી, નિરોગી તત્ત્વ છે. તેની વર્તમાન અવસ્થામાં ભવનો ભાવ, પુણ્ય-પાપ-દેહાદિની સ્થિતિ તે ગૂમડાં છે, પાક-પરૂની ઉપાધિ છે. મારે ભવ ન જોઈએ એવા ભાવવાળા જીવ, ભવરોગ મટાડનાર વૈદ્ય શ્રી સુગુરુને ગોતે છે; સુગુરુ ચૈતન્યની નિર્મળદશા કેવી છે તે બતાવે છે. કદાચ પ્રત્યક્ષ સદ્ગુરુ ન મળે તો, અંદરથી પૂર્વ સંસ્કાર અને પુરુષાર્થ જાગશે અને સત્પરુષને મેળવવાની ઝંખના રહેશે, “જબ લગ નારાયણ નવ પાવે, તબ લગ નયનમેં નીંદ ન આવે.” એવી દશા થાય છે કે જ્યાં સુધી પૂર્ણદશા સ્વાધીન સુખદશા પ્રગટ ન હોય, ત્યાં સુધીનો પુરુષાર્થ તે પૂરો પાડે છે. માત્ર પૂર્ણ સ્વરૂપને પામવાની ઝંખના હોવી જોઈએ. એવા લાયક જીવને શ્રી સદગુરુનો યોગ અવશ્ય મળે છે. જ્યાં સનો જ આદર છે
ત્યાં મોક્ષનાં સ્વપ્ન આવે કે આત્માના અસંખ્યાત પ્રદેશ કર્મમળ રહિત-નિર્મળ થઈ ગયા, મોક્ષ થઈ ગયો, ભવ નથી; પુણ્યની ઇચ્છા વડે તો ચૈતન્યના જ્ઞાનમાં વિકાર થઈ સંસારનાં ખરાબ સ્વપ્રાં આવે છે. તેનો પાક થઈને ભવરૂપી સોજા અને ગૂમડાં થાય છે ત્યાં પોતાની અનંત આશાતના થાય છે, સ્વની ઘાત થાય છે. પુણ્યાદિ ભોગની મીઠાશ અજ્ઞાનભાવે ટળે નહિ. આત્મા જેવો છે તેનો યથાર્થપણે જાણ્ય ભવનો અભાવ થાય. ચૈતન્યનો ઝીણવટથી વિચાર કરો કે ભવનો ભાવ છે કે નહિ. મધ્યસ્થપણે વિચારવું પડશે, જેમ છે તેમ સમજવું પડશે. “ભવે ખેદ” એટલે પરભાવની નાસ્તિ. “પ્રાણી દયા” સ્વરક્ષાની અસ્તિ. “ભવે ખેદ, પ્રાણી દયા” તેમાં “પ્રાણી દયા” એટલે જગત પ્રત્યે નિર્વેરબુદ્ધિ-અદ્રોહબુદ્ધિ, એટલે વેરબુદ્ધિનો ત્યાગ. કદી લાખ માણસનો ગુનો કર્યો હોય તેવો ક્રોધ કરનારો પોતે હોય, પણ પોતે જ સવળો થઈ ગયો ત્યાં પોતાના બધા દોષ ટળી ગયા સમજવા; હવે તેને લેણદેણ ચૂકવવા ભવ નહિ કરવા પડે. પોતે અકર્તા નિર્મળ અભિપ્રાયમાં સ્થિત થયો અને વેરબુદ્ધિનો જ્ઞાનથી છેદ કર્યો, એ રીતે જે પોતે જ પલટયો તેને જગતના વેર-વિરોધ ટળી ગયા; પણ જેના અંતરમાં લેશમાત્ર કંસ રહે તેની સવળાઈ થઈ નથી. બીજાને સમજાવું, બીજાને રાજી કરું તો મારા દોષ ટળે એમ માનવું તે સાચું નથી. સાચી સમજણથી પોતાની વેરરહિત દશા પ્રગટ કરવી તે મુમુક્ષુનું લક્ષણ છે. એવા ભાવ જે પ્રગટ કરે તેનામાં આત્માર્થનો નિવાસ છે, એમ અહીં કહ્યું. ૩૮ હવે કહે છે કે -
દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહીં જગ્ય;
મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતરરોગ. ૩૯. જ્યાં લગી આગળ કહી તેવી સત્પાત્ર દશા પામે નહિ, ત્યાં લગી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય, અકષાયભાવને લાયક ન થાય. આગળ કહી તેવી પાત્રતાનું વીર્ય પણ જેનામાં નથી તેને નિર્મળ આત્માની વાત અંતરમાં પરિણામ પામે નહિ અને ત્યાં સુધી આત્મભ્રમણારૂપ અંતરરોગ ન મટે. રોગ તો જ્ઞાનમાં ઊંધાઈનો છે. કર્મના નિમિત્તનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com