________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
૧૭૦ ]
રુચિવાળાને નથી, કેમ કે તેની પરાશ્રિત બુદ્ધિ છે; પુણ્યભાવ તે ભવનો ભાવ છે, એટલે દેવ, મનુષ્યાદિ ત્રસ પર્યાયના ભવ ખૂટીને નિગોદ (નિ=નિરંતર, ગો=ભૂમિ એટલે અનંત ભવ, દ=દેવાનું જેમાં સ્થાન છે તે) યોનિમાં અનંતકાળ રહેવું પડે છે. આત્મા ચૈતન્ય જ્ઞાનમૂર્તિ, પૂર્ણ, અસંગ, અબંધ, અરાગી છે, સ્વાધીન છે, નિરૂપાધિક સુખસ્વરૂપ છે, એની એકવાર સહજ હા આવતાં યથાર્થ સમજણની સહજ દશા સમજાય છે. એક ન્યાય સમજતાં, બંધ અને મોક્ષસ્થિતિ, તેનાં કારણ-કાર્ય, લોક, જીવ, અજીવ શું છે, તે બધુંય જેમ છે તેમ જણાય છે; તે અપૂર્વ તત્ત્વ સ્વચ્છંદ વડે સમજાતું નથી, માટે આત્માર્થીએ પાત્રતા વડે જે અપેક્ષાએ ૫૨માર્થ અને વ્યવહાર કહ્યો તેને લક્ષમાં રાખીને સદ્ગુરુઆજ્ઞા અવધારવી. અહીં એમ કહેવું છે કે જેને પુણ્યની રુચિ છે-રાગની રુચિ છે તેને ભવનો ખેદ નથી, એટલે કે ભવનો ભાવ છે, તેને નિગોદની ઇચ્છા છે. તે જીવ ચૈતન્યની શક્તિ હારી જાય છે અને તેથી અનંતા ભવની ભીંસમાં ભયંકર યાતનામાં અનંતકાળ સુધી પરાધીનપણે ૨હે છે. પુણ્યથી ધર્મ થશે, ૫રં૫રાએ મોક્ષ થશે એમ જેણે ભવની ઇચ્છા કરી તેણે ત્રસપર્યાય છોડીને નિગોદમાં જવાનો ભાવ કર્યો છે; કારણ કે નિર્દોષ જ્ઞાતાપણું તેને ગોઠતું નથી; એકલાપણું-સ્વાધીનપણું તેને ગમતું નથી. અનંત દુઃખના સંયોગનું કા૨ણ બંધભાવ છે. મિથ્યા અભિપ્રાય વડે જ અનંત કાળ જીવને નિગોદમાં રહેવું પડે છે. ચૈતન્યશક્તિ એટલી બધી બિડાઈ જાય છે કે પોતાની હયાતી બીજા સ્થૂળ દૃષ્ટિવાળા દેખી ન શકે, તેનું જીવત્વપણું પણ જાણી ન શકે, એવી ઘણી જ લકી પરાધીન દશામાં અનંતા ભવ કરવા પડે છે. જેણે ૫૨ભાવને પોતાનો માન્યો અને ચૈતન્ય ભગવાનના યથાર્થ ન્યાયોની ના પાડી તેણે જ્ઞાતાપણાનો અનાદર કર્યો; તેથી તેને એવા ભવમાં રહેવું પડે છે કે જ્યાં ચૈતન્યશક્તિ એટલી બધી ઘટી જાય છે કે સાધારણ જીવો તેને ઓળખી પણ શકે નહિ. આ ન્યાય છે. સિદ્ધાંત પણ એમ જ છે. તે તેના જીવપણે ઓળખાય એવું બાહ્ય ચિહ્ન પણ હારી જાય છે. એવું વિકૃતપણું પુણ્યની મીઠાશ રહેવાથી થાય છે. જેને કેવળ જ્ઞાતાપણું નથી ગોઠતું, તે ચૈતન્યદ્રવ્યની અતિ હીનતા કરે છે. તે કહે છે કે આત્મા આત્મા શું કરો છો ? બસ, અમે તો કંઈ કરીએ તો પુણ્યનાં સાધન પામીએ અને સુખી થઈએ. એવી રીતે આત્માની વાત અને સર્વજ્ઞના ન્યાયની ચર્ચા થતી હોય તેનો તથા આત્માનો જ્ઞાતાદેષ્ટા, અક્રિય, અબંધસ્વભાવ છે તેનો જે અનાદર કરે છે તે ઉ૫૨ કહ્યા પ્રમાણેની અવસ્થા પામે છે. પુણ્ય વિના ધર્મ નથી. એમ ૫૨ભાવને પોતાનો જે માને છે તથા જેને નિમિત્ત વિના, ભવ વિના શરી૨ વિના અને શરીરની સગવડતા વિના ગોઠતું નથી તેને નિગોદમાં જવું જ પડશે. જેને દેવના ભવ, પુણ્યના ભવ સારા લાગતા હોય તેને નિગોદનો ભવ સારો લાગે છે. જેમ છે તેમ ન્યાયથી કહ્યું છે. જેને ભવનો ભય નથી, ભવના અભાવરૂપ ભાવ, અબંધતત્ત્વ જેણે જાણ્યું નથી, તેને નરક–નિગોદ અને અનંતા કષાયના ભવની ઇચ્છા છે. માટે જ્ઞાની નિષ્કારણ કરુણાથી કહી ગયા છે કે “ ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. ”
જ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com