________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩૮]
[ ૧૬૯ [ તા. ૧૫-૧૦-૩૯] જેને આત્માનું સાચું સુખ જોઈએ છે, તેના શું લક્ષણ હોય તે કહે છે. પ્રથમ ભૂમિકાની પાત્રતા વિના આત્માર્થનો નિવાસ થાય નહિ, માટે કહ્યું છે કે
કષાય ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ;
ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ.” જેને સંસારભાવ-બંધભાવની લેશ પણ અભિલાષા હોતી નથી તેને પૂર્ણ પવિત્ર મોક્ષ દશાની અભિલાષા હોય છે. મોક્ષભાવ અને બંધભાવ એકી સાથે ન હોઈ શકે. જેને માત્ર શુદ્ધ આત્મા જ જોઈએ છે તેને ભવ નથી જોઈતો. ઘણાય કહે છે કે અમને માત્ર મોક્ષની જ ઇચ્છા છે, પણ ભવના અભાવરૂપ ભાવ નથી. ભવનો ભય નથી તેને અબંધતત્ત્વ કેમ બેસે? ઘણા કહે છે કે પુણ્યની સગવડવાળા દેવના ભવ મળે તો શું વાંધો છે? ત્યાંથી મરીને મનુષ્યભવમાં સારાં સાધન પામીને મોક્ષ ઉપાય કરશું, પણ તેની વાત જૂઠી છે, માત્ર ભ્રાન્તિ છે. જીવ વધુમાં વધુ માત્ર બે હજાર સાગરોપમ કાળ જ ત્રસપર્યાયમાં રહી શકે છે; પછી ચોક્કસ એકેન્દ્રિયમાં અને નિગોદમાં અનંત કાળ રહેવું પડે છે. અહીં એમ કહેવું છે કે જેને ભવ કરવો નથી અને કોઈ પ્રાણીને દુઃખ થાય એવો ભાવ ન હોય તેનામાં આત્માર્થનો નિવાસ છે. આપણે પુણ્યથી સારા ભવ કરવા એમ કોઈ માને તો ત્યાં તેને ભવનો ભાવ છે એમ સમજવું.
સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે આત્મા શાશ્વત, અનંત કાળની સ્થિતિવાળો, નિરૂપાધિક છે. તેને ભૂલીને જો ભવ કરવાનો ભાવ રાખે, તો વધુમાં વધુ બે હજાર સાગરોપમ ત્રસ-પર્યાયમાં રહી શકે. ત્યાંથી છૂટીને અવશ્ય એકેન્દ્રિય અને નિગોદમાં અનંતકાળ સુધી રહેવું પડે છે. ત્રસના ભવની સ્થિતિની એ પ્રમાણેની મર્યાદા છે. આત્મા બેહદ-અમર્યાદિત સ્વભાવવાળો નિત્ય છે, એકરૂપ જ્ઞાનસ્વરૂપ છે, છતાં ભવ કરવાનો ભાવ ઊભો છે. તો તે ક્ષણિક દેહોમાં રખડતો રખડતો એવા સ્થાનમાં જઈ પડશે કે જેને સૂક્ષ્મ નિગોદનાં થાળાં કહે છે. તેમાં એક શ્વાસોચ્છવાસમાં ૧૮ ભવ થાય છે. એમ અનંતકાળ દેહ બદલ્યા જ કરે. આત્મા પુણ્ય રહિત છે એ ભૂલીને આત્માને પુષ્યવાળો માન્યો પર નિમિત્તના આધારવાળો માન્યો છે. પુણ્યની ઇચ્છા કરી એટલે બેહદસ્વભાવી આત્માને પુણ્યની અલ્પ સ્થિતિવાળો-હંદવાળો માન્યો તેને જેમ સૂર્ય આથમી જતાં અંધારું આવે તેમ મૂઢપણું આવવાનું જ, પણ જે સૂર્યથી આગળ ગયો–ઉપર ગયો તેને અંધારું નથી.
જ્ઞાનસૂર્ય ઊઘડયો તેને અજ્ઞાન અંધકાર નથી, પણ જેને આત્માનું યથાર્થ ભાન નથી, તેને ગાઢ અજ્ઞાન અધંકારમાં જ રહેવાનું છે. જેને પુણ્યનો આદર છે તેને ભવની ઉપાધિનો આદર છે; એટલે ચૈતન્ય ભગવાનની સ્વાધીનતાનો, સુખનો અનાદર છે. ચૈતન્યભગવાન પવિત્ર આનંદમૂર્તિ છે. આગળ આવશે કે “તું છો મોક્ષસ્વરૂપ” એની યથાર્થ શ્રદ્ધા પુણ્યની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com