________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮]
[ ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આપી શકે એમ માની ગરીબને ૫00 રૂપીઆ આપે પણ તેની પાસે રહેવાના ન હોય તો કોઈ મારીને લૂંટીને જશે. અરે! પાસે પૈસો ન હોય તો છેવટે લૂગડાંય કાઢી જશે, માથું પણ કાપી જાય. જડના સંયોગથી સુખ થાય, લાભ થાય, એમ માનવું તે જ મોટું અજ્ઞાન છે. પર વસ્તુનો સંયોગ ઇચ્છવો તે ઉપાધિ છે; શરીર ગમે તેવું સારું દેખાતું હોય પણ તે શેનું બનેલું છે તે જુઓ. સારું દેખાતું હોય છતાં કોઈનું થયું નથી; ઘડીમાં રોગ આવે છે; પણ જેને શરીર ઉપર રાગ નથી, પરિગ્રહની મમતા નથી તેને કોણ લૂંટે? માટે દેહરહિત થવા માટે તથા સાચું સુખ જે આવ્યું તે ટળે નહિ તે માટે શરણભૂત સ્વતત્ત્વ સમજવાની જરૂર છે; પણ જેને હજી પારકું કરવું છે, કરી શકતો નથી છતાં માનવું કે “હું પરનું કરી શકું,” તેણે ભગવાનને પણ તેવો જ ઉપાધિવાળો માન્યો છે. પોતાને એકલાપણું ગોઠતું નથી, તેથી પરભવમાં અને મોક્ષમાં પણ પોતાના માનેલા ગજે ગોઠવી દે છે. એક ભાઈ કહેતા હતા કે “નવરો નખોદ વાળે” પણ નવરો કોને કહેવો અને કામગરો કોને કહેવો, તેની પોતાને ખબર ન હોય, પછી પોતાની કલ્પનાએ ગોઠવી દે. જેને પોતાનું પૂર્ણપણું, સ્વાધીનપણું ગોઠતું નથી તેને પરનું કર્તવ્ય, દયા, રાગ આદિ ઉપાધિવાળો પરમાત્મા જોઈએ છે, તેને એવો પરમાત્મા થયું છે. જેની જેવી માન્યતા તેનું તેવું વર્તન, અને તેવું તેનું ફળ આવે જ. જેણે પોતાને પુષ્યવાળો, પરના આધારવાળો માન્યો છે, તેને જડ ફાલશે; તેને બંધભાવની શ્રદ્ધા છે માટે બંધ થશે. લોકો ગમે તે કલ્પનાથી ગોઠતો ધર્મ માને. પણ ધર્મમાં તેવું થાય તેમ નથી. માટે અહીં ગાથામાં કહેવું છે કે –ત્રણે કાળે પરમાર્થ પામવાનો એક જ માર્ગ હોય. અકષાયના લશે કષાયની મંદતા, સંસારથી છૂટકારાની ઇચ્છા અને પાત્રતા સહિત “ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ.” આભાર્થીને ભવ કરવાનો ભાવ નથી; પણ અંતરવૈરાગ્ય અને મોક્ષની ઇચ્છા થવામાં જે સંસાર પ્રત્યે ભવ પ્રત્યે ખેદ છે, તેમાં રાગ-દ્વેષના જે અંશ પડે છે તે રાગના અંશને પણ રાખવાનો ભાવ નથી. જીવે અનંતવાર દેવના ભવ કર્યા; તે ભવ પણ ચૈતન્ય પ્રભુ માથે ગૂમડાં છે. પ્રભુ ચૈતન્ય અમૃતવેલડી છે ને પુણ્યપ્રકૃતિ, દયા આદિ રાગભાવ કરવા જેવા માને છે, તે સંસારભાવ વિષની વેલડી છે. ભગવાન આત્મા અમૃત-કુંભ છે. તેને માથે અશુચિમાં કૂંડાં શોભતાં નથી. એક પણ ભવ કરવો આત્માર્થીને ગોઠતો નથી એટલે કે તેને ભવનો ભાવ નથી. “ ભવે ખેદ, પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ” એનો અર્થ એમ લેવો કે બધા ઉપર દયા, બધા પ્રાણીમાં પોતે પણ છે, એટલે પોતે પરથી જુદો છે, એમ પોતાના અરાગી તત્ત્વની રક્ષા કરવી. પોતાને બધા જીવો ઉપર સમભાવ છે છતાં તેને ધર્માત્માનો-જ્ઞાનીનો આદર એટલે સત્નો આદર છે, કોઈ પ્રત્યે દ્વેષ નથી. બધા જીવો આત્મધર્મ પામે, કોઈ પ્રાણીને દુઃખ ન થાય એવી ભાવદયા આત્માર્થીના મનમાં રહે છે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com