________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૬૭
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩૮] પણ તેને નથી. કોઈ શુભાશુભ વૃત્તિ ઊઠે તેનો આદર નથી, દુનિયા અવળી પડે તો ભલે પડે, પણ એક આત્માર્થીપણામાં-એકરૂપ વીતરાગદશામાં ક્ષોભ ન થાય. એ જ એક શુદ્ધસ્વરૂપની સંભાળજાળવણી તેને જોઈએ છે. આત્મા પોતે જ્ઞાતા છે, જ્ઞાનમાત્ર છે, પુણ્ય, પાપ, રાગ-દ્વેષ, મન, વાણી, દેહની ક્રિયાથી રહિત છે. તે અવિનાશી, અસહાય, અસંગ, કેવળ એક જ્ઞાનમૂર્તિ છે; માટે જ્ઞાનબળ વડે જ્ઞાનમાં ટકી રહેવું, રાગ દ્વેષમાં ન ટકવું; નિજસ્વરૂપની જ્ઞાનપણે સંભાળ રાખવી તે જ પરમાર્થ હેતુ વ્યવહાર છે અને એ જ આત્માર્થીનું કાર્ય છે. ૩૭. હવે આત્માર્થીના બીજા ગુણો કહે છે -
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ;
ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮ આત્માનો નિવાસ જ્ઞાનીમાં છે, ધર્માત્મામાં છે. જે ગુણ અનંત કાળમાં નથી ઊઘડયો એવો નિર્દોષ આત્મગુણ ઊઘડવા માટે તે પવિત્રતા-નિર્દોષતાને યોગ્ય ભૂમિકા પ્રથમ તૈયાર હોવી જોઈએ, એમ અત્રે કહ્યું છે. આત્મગુણને અટકાવનાર કષાયનો ઉપશમ કરવો એટલે કે ત્રિકાળી અકષાય જ્ઞાનાનંદ સ્વભાવના આશ્રયે ક્રોધાદિ કષાય પાતળા પાડવા જોઈએ. જેમ ભારેલા અગ્નિ તેનું ફળ આપી શકે નહિ એટલું રાખમાં જોર છે, તેમ જ્ઞાનબળ વડે ક્રોધ, માન, માયા, લોભને રોકવા જોઈએ. અંતર આત્મામાં પુરુષાર્થની, અકષાયદૃષ્ટિના બળથી ક્રોધ, માન, માયા, લોભને જેણે ઠાર્યા છે, ઘટાડયા છે તેણે સ્વરૂપમાં કરવાનું સ્થાન જાણું છે. તેને સંસારથી કામના નથી, માત્ર મોક્ષ-અભિલાષ છે; રાગની ઇચ્છા નથી. પુણ્યની કરણીની અભિલાષા નથી, એટલે રાગ, ઇચ્છા મમતારહિત નિર્મળ, પૂર્ણ પવિત્ર આત્માની અભિલાષ છે. કોઈ કહે છે કે અમારે ભગવાન એવો જોઈએ કે બીજાનું કંઈક ભલું કરે, શરીરે સુખી રાખે. તેઓ કહે છે કે ઉપલી ભૂમિકામાં જે ધર્માત્મા હોય, જેનામાં ગુણ પ્રગટયા હોય તે ધર્માત્મા જગતની સેવા કેમ ન કરે? બધા લોકોને સુખ થાય એવું કરી જાય તેને અમે મોટા ઉપકારી કહીએ. તેનો ઉત્તર – કંઈક કરવું તે દોષરહિત હોય નહિ, ઇચ્છા વિના કર્તુત્વ હોય નહિ. જ્ઞાનીને ઇચ્છા નથી. હજાર માણસમાં ડાહ્યો હોય તેને અમે મોટો માનીએ, સજ્જન કહીએ એમ લૌકિકમાં કહે છે, પણ આ તો લોકોત્તર માર્ગ છે; સંસારના જન્મ-મરણ ટાળવાં એ કાંઈ બજારૂ વસ્તુ નથી. તે ક્રિયાકાંડથી થાય તેમ નથી. આ તો તદ્ગ અકર્તા અરાગી તત્ત્વની વાત છે. મોક્ષ એ આત્માની પૂર્ણ પવિત્ર દશા છે, રાગના અંશ વિનાનું નિર્વિકલ્પ નિરપેક્ષ તત્ત્વ છે; તેની લોકોને ઓળખાણ નથી તેથી પોતાની કલ્પના પ્રમાણે ભગવાન માન્યો છે. કોઈ તત્ત્વ પરાધીન નથી; જે પરાધીન નથી તે બીજાનો આધાર કેમ રાખે? વીતરાગને રાગ હોય નહિ. વીતરાગ આપી દે, તો તે રાગી ઠર્યા, વળી કોઈને સુખ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com