________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા ભૂત વ્યવહાર હોય. અનંત જ્ઞાનીનો એક જ આશય હોય છે. ત્રણે કાળે આત્માને પહોંચી વળવાનો મોક્ષમાર્ગ જે સર્વજ્ઞ વીતરાગ ભગવંતોએ કહ્યો તે એક જ છે. જેને તે પામવાની ચિ છે, સદ્ગુરુના સમાગમની ઝંખના છે તેને તે મળ્યા વિના રહે નહિ. કદાપિ સદ્ગુરુનો યોગ ન બન્યો તો અંતરથી, પૂર્વ સંસ્કારથી જાતે આત્મજ્ઞાન થાય, અથવા તો પ્રત્યક્ષ ગુરુનો યોગ મળે અને અંતરમાં એ જ પૂર્ણ પરમાર્થથી ખટક હોય તેને આવો માર્ગ મળે જ. માર્ગને પામવાની રીત એક જ હોય છે. એમ અંતરમાં વિચારવું, પણ ઉપર ટપકે નહિ. અનંત કાળમાં જીવોએ સિદ્ધની વાતો અને દ્રવ્ય-ગુણ-પર્યાયની ધારણા અનંતવાર કરી છે પણ તેથી મોક્ષમાર્ગ પમાય નહીં. જ્ઞાનીઓ મોઘું કહે છે તે પુરુષાર્થ ઉપાડવા કહે છે. જેનો ઊંધો પુરુષાર્થ છે, તેને સવળો કરવા કહે છે. અહીં તો આત્માનું હિત કરવું છે; કોઈ સંસારનો વ્યવહાર ચલાવવાની વાત નથી કે લાવો ઝટ મનાવી દઈએ. પરમાર્થથી ગૂંચ ઊકલે તો અનંતકાળનું રખડવું ટળી જાય. તે માટે પ્રથમ ગાથામાં કહ્યું કે જે સમજ્યા વિના ભવિષ્યમાં અનંત દુઃખને પામત, તે દુઃખનું મૂળ જેણે છેવું એવા શ્રી સદ્ગુરુ ભગવાનને નમસ્કાર કરું છું. પરમાર્થમાં પ્રેરે તે વીર્ય એની જ જાતનું હોય, એમ વિચારી, અંતરમાં આટલી જવાબદારી રાખીને, આત્માર્થી સગુરુને શોધે છે. સદ્ગશ્યોગ શોધવાનો પુરુષાર્થ પોતાને છે. ગુરુ મને તારી દેશે એમ તે નથી માનતો, તે તો પોતે સત્નો આદર કરી રહ્યો છે. જેનામાં પાત્રતા છે તે સમજીને સત્સમાગમની ભાવના કરે છે. તે એવી ભાવના કરે છે કે અહો! એવા શ્રી પુરુષનો યોગ, સત્સમાગમ મને મળે તો બધુંય સમાધાન થઈ જાય. લોકો ઉપાધિ અળગી કરી સંસારની મીઠાશ છોડીને નિવૃત્તિ લે, તો આગળ ચાલે ને? પ્રથમ સહેલામાં સંતોષ માન્યો હોય અને તેનાથી નવું આવે તો મૂંઝાય, પણ મુમુક્ષુને મૂંઝવણ ન થાય. સદ્ગ એટલે સત્માં મોટા. સત્ જે અવિનાશી, અવિકારી, શુદ્ધ આત્મા છે, તેની રુચિવાળો સાચા સુખનો કામી છે; તે તત્ત્વને જે જાણે છે એવા પ્રત્યક્ષ શ્રી પુરુષ-સદ્ગુરુને આત્માર્થી શોધે છે; તેમાં પોતાની રુચિનો પુરુષાર્થ છે, તેને “કામ એક આત્માર્થનું બીજો નહિ મન રોગ.” સંસારની તેને વાસના નથી. સન્ની જિજ્ઞાસુ સત્ સમીપ જ ઊભો છે; સને પડખે જે ભાવથી ઊભો છે તેને આત્માર્થ પ્રગટ થાય જ. તે જીવ આત્માર્થી છે, તે જાણે છે કે સત્સમાગમમાં બીજું કાંઈ કરવાનું ન આવ્યું એટલે કે પુણ્ય, વેષ, વાડો, લૂગડાં, બાહ્યત્યાગ એ ક્રિયામાર્ગ, શુષ્કજ્ઞાનીપણું, માનાર્થ કે મતાર્થ એવું કાંઈ પણ પર પ્રયોજન ન આવ્યું. માત્ર આત્માર્થ, સમ્યપરમાર્થ પામવાની તેને અંતરખોજ છે; તેમાં બીજી કલ્પના, ચમત્કાર, મંત્ર, તંત્ર, હઠયોગ, મનની ધારણા, પુણ્ય, યોગ આદિ જડભાવના અંશની પણ તેને ઇચ્છા હોતી નથી. જે છું તે પામું. પૂર્ણ શક્તિરૂપ શુદ્ધ અવિનાશી છું તેવો થાઉં. તેની જ શ્રદ્ધા-સમ્યક્રઅભિપ્રાય, રાગની રુચિ રહિત જ્ઞાન અને તે જ્ઞાનની સ્થિરતા-પૂર્ણ વીતરાગતાની જ તેને કામના છે. બીજો જડભાવનો-પૂજાવાનો માનાર્થ મતાર્થ આદિ કોઈ સંસારભાવનો રોગ મનમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com