________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩૭]
[૧૬પ છે તેને આત્મામાં ખતવે છે. તે વ્યવહારથી કલ્યાણ થતું હોય, તો આજ લગી કેમ ન થયું? પરમાર્થ એટલે અભેદ નિશ્ચય આત્મસ્વભાવ. નિશ્ચય એટલે શુદ્ધ આત્મસ્વભાવ, તેને પહોંચી વળે તે પરમાર્થભૂત વ્યવહાર છે, બીજા વ્યવહારથી ધર્મ નથી. સાધક જીવ હું જ્ઞાન છું, સત્ છું, શુદ્ધ છું, અભેદ છું-એમ લક્ષમાં લઈને, અખંડ જ્ઞાનનો પુરુષાર્થ ઉપાડે છે. સાથે જે રાગનો ભાગ આવે છે તે હું નહિ એમ ભાન છે. પૂર્ણ વીતરાગી તત્ત્વ જ ઉપાદેય છે. એ અભિપ્રાયને ટકાવી રાખવાનું જે જ્ઞાનબળ વર્તમાનમાં પુરુષાર્થપણે વર્તે છે તે વ્યવહાર છે. તે વિના કોઈ બીજો વ્યવહાર પરમાર્થમાં ઘાલે તો મિથ્યાપણું છે. ૨૫ હાથ રેશમી આલપાક હોય, તેને ગજ વડે માપવો છે, (વ્યવહાર કરવો છે.) તેને બદલે કોથળાના ટાટનું કંતાન લઈને ગજ વડે માપવા બેસે અને ઘરાકને કહે કે લ્યો આ ૨૫ હાથ રેશમી આલપાક, તો શું તે લેશે? એમ આત્મા અખંડ, વીતરાગમૂર્તિ, નિર્મળ જ્ઞાનનો તાકો છે, તેને માપવાનો વ્યવહાર તે જાતના લૂગડે અને પરમાર્થના ગજે હોય કે જડની મલિન જાત વડે હોય? આત્મસ્વભાવ અવિકારી, શાંતસ્વરૂપ છે, નિરૂપાધિક છે અને રાગભાવ કલુષિત, વિકારી, ઔપાધિક છે; એમ આંતરો પાડતાં ન આવડે અને કહે કે અમે ધર્મ કરીએ છીએ, તો શું તેની વાત સાચી હોઈ શકે? ડાહ્યા માણસને લક્ષમાં આવ્યું કે ર૫ વાર રેશમી આલપાક આવો જ છે; એમ અરાગી-નિર્દોષ તત્ત્વ ઉપર જેણે મીટ માંડી છે, પણ વર્તમાન પુરુષાર્થ બાકી છે, તેને રાગ કેટલો ટળ્યો અને ઉજ્જવળતા-વીતરાગતા કેટલી ખીલી તેનું માપ કરતાં બરાબર આવડે છે. પૂર્ણ શુદ્ધ તત્ત્વ અને વર્તમાન અવસ્થા તે બનેની ખબર છે; એવા સમ્યગ્દષ્ટિ ધર્માત્માને એ પરમાર્થના જ્ઞાન વડે જે પુરુષાર્થ થાય તે વ્યવહાર સંમત જાણવો. આત્મા પૂર્ણ શુદ્ધ વીતરાગી છે એ નિશ્ચય અથવા પરમાર્થ છે અને રાગના ભાવને જ્ઞાન વડે છેદીને જ્ઞાનમાં ઠરવાનો-ટકી રહેવાનો પુરુષાર્થ એ જ વ્યવહાર છે. બીજા, બીજો વ્યવહાર કહે તો માનવો નહિ, બીજાં માનશો તો બીજાં થશે. ૩૬, ગાથા ૩૫-૩૬ બેઉની સંધિ હવેની ગાથા સાથે છે તે ગાથા કહે છે :
એમ વિચારી અંતરે, શોધે સદ્ગશ્યોગ;
કામ એક આત્માર્થનું, બીજો નહિ મન રોગ. ૩૭ પરમાર્થનો પંથ એક હોય”—એમ વિચારી એ પૂર્ણ તત્ત્વને પહોંચી વળવા માટે તેની જાતનો જ વ્યવહાર હોય છે; જે પરમાર્થને પહોંચાડે તે જાતનો વ્યવહાર કેવો હોય, તે આગળ કહ્યો છે. તે જ જ્ઞાનની જાતનો વ્યવહાર પરમાર્થને પમાડે છે, એ વાતને અંતરમાં ધારી, વિચારીને, આત્માર્થી સદ્ગુરુની શોધમાં વર્તે છે. પણ કોઈ (નામનિક્ષેપે) મનમાની પરમાર્થની વાત માન વડે ધારી રાખે અને પોતાના સ્વચ્છેદે ગુરુને ગોતવા જાય તો બીજું થાય, તે આગળ કહેવાઈ ગયું છે. ત્રણે કાળે એક જ પરમાર્થ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com