________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સ્થિરતા કરવાનો હોય છે. તે દેહની ક્રિયા નથી. જ્ઞાનમાં ઠરવું તે જ્ઞાનના આધારે છે. એ વ્યવહાર પરમાર્થને પ્રેરે છે. આ વાત જો માન્ય ન રાખો તો સમ્યમોક્ષમાર્ગ નથી. મન, વાણી, દેહની ક્રિયા અને શુભ પરિણામ તે વ્યવહાર પણ નથી. આવી સમજણ તે સમ્યક કૂંચી છે. અનંતકાળનો અજાણ્યો આત્મધર્મનો લોકોત્તર માર્ગ બહુ અઘરો પડે છે. આડુંઅવળું કાંઈ નહિ, જેમ છે તેમ સમજ્ય છૂટકો છે. અનંત કાળમાં ન સમજાયું, તે વાત કાંઈ સાધારણ હશે? ઘણા જીવો, મોટા ભાગે જે માની રહ્યા છે તેનાથી આ સમજણ જુદી જાતની છે, સને સંખ્યાની જરૂર નથી. કોઈ કહે કે શ્રીમદે કહ્યું કે “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ,” પણ કાળને અનુસરીને કાંઈ ફેરફાર કર્યો હોય તો ન ચાલે? શ્રીમદે પોતાની કલ્પનાથી કહ્યું નથી, પણ અનંત જ્ઞાનીઓએ જે કહ્યું છે, તે જ કહ્યું છે; તેમાં ફેર પડે નહિ. હા, વર્તમાન કાળમાં આ દેહે મોક્ષ નથી. પુરુષાર્થ ઓછો કરી શકે; પણ સમ્યગ્દર્શનમાં અભિપ્રાયફેર હોય નહિ. જેવો અભિપ્રાય સર્વજ્ઞ ભગવાનનો છે, એવો જ, એ જાતનો અભિપ્રાય ચોથી ભૂમિકાએ પણ હોય છે, અન્યથા નહિ. લાખો વર્ષ પહેલાં પણ ગોળ, ઘી અને લોટની સુખડી થતી અને આજે પણ તેમ જ થાય છે. કદી ગળપણમાં સહેજ ફેર રહે પણ ઘી, ગોળ અને લોટ સિવાય ધૂળ, પેશાબ અને રેતીની સુખડી ત્રણ કાળમાં ન કરાય-ન થાય; તેમ અનંત કાળમાં, અનંત જ્ઞાની ભગવંતો થઈ ગયા, થાય છે અને થશે તે બધાએ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્મચારિત્રમય મોક્ષમાર્ગ કહ્યો છે.
આત્મા અવિનાશી, પૂર્ણજ્ઞાની, પરથી જુદો; સિદ્ધ ભગવાન જેવો છે-એવી નિઃશંક શ્રદ્ધા, તેનું સમ્યજ્ઞાન અને એ જ્ઞાનમાં ટકી રહેવું, તે વ્યવહાર એ જ લોકોત્તર માર્ગ છે. આ કાળે પરમાવગાઢ સમકિત ન થાય, પણ દઢતર સમકિત થાય છે. પૂર્ણ કેવળજ્ઞાન ન થાય, પણ તેના બીજડાં તે જાતનાં જ હોય. આ કાળે એકાવતારીપણું થઈ શકે છે. સાચું જ્ઞાન, સાચી શ્રદ્ધા અને રાગરહિત નિર્મળ જ્ઞાનમાં ટકી રહેવું તે ચારિત્ર, તે આત્માનો વ્યવહાર છે. રાગની વૃત્તિ ઊઠે તેનો અભાવ કરીને જ્ઞાનમાં ટકી રહેવું તે વ્યવહાર. દેહની ક્રિયા કે શુભ જોગ તે આત્માનો વ્યવહાર નથી. જડની ક્રિયા તે જડનો વ્યવહાર છે. તે વિજાતીય વિકારી પર્યાયને અવિકારીમાં ન ખવાય. આ તત્ત્વ સમજીને બેસાડવું પડશે. ન બેસે તો હળવે હળવે સમજીને અંતરમાં ઉતારવું, પણ બીજાં માન્યથી તત્ત્વ અન્યથા થવાનું નથી. તેથી આ ગાથામાં કહ્યું છે કે :
“એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ;
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. જે જાતનો નિશ્ચય હોય તે જાતનો વ્યવહાર હોય. આ વ્યવહારમાં ઘણાને બહુ ગોટાળો થાય છે. જડભાવને આત્મભાવ માની બેસે છે, પુણ્ય-પાપનો ભાવ તે બંધભાવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com