________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩૬]
[ ૧૬૩ અમે ભક્તિ કરીએ, આમ દયા, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય પાળીએ તો અમારું કલ્યાણ થશે અથવા મનની સ્થિરતાના સંતોષથી સુખની પ્રાપ્તિ થશે-એમ અનેક આચરણોથી અને પ્રયત્નથી ધ્યેયને પહોંચી જવાશે, તે ઊંધી માન્યતા છે. આત્મા કેવો છે, કેવડો છે, તે શું કરી શકે છે, તે યથાર્થપણે ગુરુગમે જેણે જાણ્યું નથી અને કહે કે મોક્ષનો માર્ગ એક છે, તે આપણું ધ્યેય છે, અમે જે કરીએ છીએ તે પરંપરાએ મોક્ષને પામવાનો ઉપાય છે, તેની માન્યતા જૂઠી જ છે. તત્ત્વ સ્વતઃશુદ્ધ વીતરાગ છે, તે બીજાના નિમિત્તથી કે રાગભાવથી કે બીજા કોઈ વ્યવહારથી કેમ ઊઘડે? આત્મદ્રવ્ય પોતે જ અકારણભૂત છે; કોઈના આધારે તેની હયાતી નથી, પરાશ્રિત જેનું ટકવું નથી એવું અરાગી સ્વતંત્ર તત્ત્વ પરાશ્રય કરવાથી ઊઘડશે; એમ માનવું મિથ્યા છે. જ્ઞાનસ્વરૂપની કળા જ્ઞાનની સમજણમાં જ છે અને તે જ્ઞાન વડે જ છે; તે માટે જવાબદારી નાખીને કહ્યું છે કે
એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ;
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.” ભગવાન આત્મા નિર્મળ છે; સ્વાશ્રયરૂપ સાધક અવસ્થાને વ્યવહાર કહ્યો છે, તે વ્યવહાર પણ આત્મામાં જ હોય છે. પુણ્ય, પાપ, કષાય, રાગાદિની રુચિ છેદીને, રાગના અભાવરૂપ જ્ઞાનમાં ટકી રહેવાનો જ્ઞાનક્રિયારૂપ પુરુષાર્થ કરે, તે વ્યવહાર અનંત જ્ઞાનીઓએ સંમત કર્યો છે. (સ્વીકાર્યો છે.) સગુરુ, સશાસ્ત્ર અને સદ્ગના નામની ભક્તિનો શુભભાવ એકલો પરાશ્રય છે, મોક્ષમાર્ગ નથી. સને ઓળખ્યા વિના એ બધી રાગની ભક્તિ છે. શુભભાવ કાંઈ મોક્ષમાર્ગ તરફ પ્રેરણા નથી કરતું, પણ જેટલો શુભ-અશુભ ભાવનો પૂર્ણતાના લક્ષે અભાવ કરે તે અરાગભાવ પરમાર્થનો હેતુ છે. તે જ્ઞાનની ક્રિયા છે. તે પૂર્ણ પરમાર્થને પમાડે છે અને વચ્ચે સદેવ, ગુરુ, ધર્મનો વિનય આવી જાય છે. તે શુભ વિકલ્પ તો ઊઘડેલા ગુણનું બહુમાન કરવામાં નિમિત્ત છે. મોક્ષમાર્ગના વ્યવહારમાં શુભરાગ ન લેવો, કારણ કે અરાગી શુદ્ધ તત્ત્વની ભક્તિ રાગ વડે થતી નથી. અરાગી પૂર્ણ તત્ત્વ ઉપર મીટ માંડી છે એ શુદ્ધ અભિપ્રાયને ટકાવી રાખે છે, વચ્ચે રાગ આવી જાય છે તેનાથી લોકોત્તર પુણ્ય બંધાય છે. એ રાગ હું નહિ-એવું ભાન જ્ઞાનીને વર્તે છે. જ્ઞાતા-દ્રષ્ટાપણાને ભૂલીને રાગને-શુભ પરિણામને ધર્મ માને, કર્તવ્ય માને, એ જડ ભાવને જ નિજગુણ માને છે અને તે મિથ્યાભાવ જ છે. આત્માનો વ્યવહાર આત્મામાં જ હોવો જોઈએ તે સિવાય કાંઈ બીજું માને તે અભિપ્રાય જૂઠો છે. સમ્યક અભિપ્રાયને ટકાવીને રાગ-દ્વેષ ટાળવાનો અર્થાત્ સ્વરૂપમાં સાવધાન રહેવાનો પ્રયત્ન જ્ઞાની કર્યા જ કરે છે. રાગના ઘટાડામાં વચ્ચે દેવ, ગુરુ, ધર્મનો વિનય, પ્રભાવના, ગુરુભક્તિનું મહામાન હોય. પૂર્ણ સ્થિર થયો નથી ત્યાં લગી તેને યોગ્ય રાગ આવે, અવ્રત ટળે; વ્રતપરિણામ વખતે પણ પ્રયત્ન તો અંતરંગમાં અરાગી
તત્વમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com