________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૨]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સ્વરૂપ છે. જે એમ કહે કે અમે શુભભાવ વડ અને ક્રિયાકાંડ વડે આત્માને પામશું, શુભ પરિણામ એ જ અકષાયભાવ છે, અરાગ છે, તેણે સને જાણ્યું નથી. સાચા દેવ, ગુરુ, ધર્મની મનમાં ધારેલી શ્રદ્ધા પણ પુણ્યબંધનું કારણ છે. શુભ કરણી પણ જીવે અનંતવાર કરી છે, પણ શું નથી જાણ્યું તે વિચારવાનું છે. મૂંઝવણ તો ખરી, કેમ કે એકવાર કહ્યું કે સાચા દેવ, ગુરુ, ધર્મની પ્રતીત તે સમકિત છે અને એકવાર કહ્યું કે તે માત્ર પુણ્યબંધન છે; પણ ભાવમાં-સમજણમાં આંતરો છે. સમ્યક અભિપ્રાય ઉપર તત્ત્વનો આધાર છે, માટે તત્ત્વ સમજવાની જરૂર છે. આગળ કહ્યું હતું કે:
“સ્વચ્છેદ મત આગ્રહુ તજી, વર્તે સદ્દગુરુ લક્ષ;
સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.” જેણે જ્ઞાનીના ભાવને જાણીને તે જ્ઞાની વીતરાગનું શું કહેવું છે તેના ભાવનું લક્ષ કર્યું છે, સને સાંભળ્યું છે, જ્ઞાનીના શ્રીમુખે આત્માની વાત સાંભળી છે અને પોતાને અન્તરમાં સહજ વીર્યોલ્લાસભાવ આવ્યો છે, તેને મારામાં આ વિધિએ પૂર્ણ થવાની યોગ્યતા છે, તેવી અંદરથી હા આવે છે. “પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર.” તેમની આજ્ઞાએ વર્તવાનો એટલે કે વીતરાગી પુરુષની આજ્ઞા આરાધવાનું જ તેનું એક લક્ષ છે. તે પરમાર્થ આશય જાળવવાનો પુરુષાર્થ કરે છે, એટલે કે આત્મા પૂર્ણ કૃતકૃત્ય, ચિટ્વન નિર્મળ જ્ઞાતા છે, પુણ્યપાપ કષાયરહિત અબંધ છે, એમ ગુરુ આજ્ઞા, વીતરાગની આજ્ઞા સન્મુખ રાખી વર્તમાન અવસ્થામાં રાગની વૃત્તિને ટાળવારૂપ પોતાના અકષાય-અસંગ તત્ત્વની જાળવણી કરી જ્ઞાતાપણું ટકાવી રાખવાનો પુરુષાર્થ કરે છે. એ જ અનંતજ્ઞાની ભગવંતો થઈ ગયા તેમની આજ્ઞા છે, તે જિનઆજ્ઞાને ધારી રાખે તો જ રાગ-દ્વેષમાં ટકવું ન થાય, પણ જ્ઞાનમાં ટકવું થાય, એને મોક્ષમાર્ગ કહ્યો છે. તે જ ૩૫-૩૬ દોહામાં કહેવું છે. ઘણા લોકો રાજ્યાદિ છોડી મુનિ થાય છે, અમારે સંસાર જોઈતો નથી અને ભવ પણ જોઈતો નથી એમ માને છે, છતાં તેની મૂળ માન્યતામાં ભૂલ હોવાથી તેને આત્માની યથાર્થ શ્રદ્ધા નથી. તેને ભાવે અનાર્ય કહ્યા છે. જેનું અનાચારી વર્તન છે અને જે અભક્ષ્ય આહાર કરે છે, તેને લોકમાં વાંકા એટલે અનાર્ય કહે છે; પણ જે આત્માની જાતિમાં વાંકો છે તે ભાવે અનાર્ય છે. તેનું કદી બહારથી બધું રૂડું દેખાતું હોય, પણ તેના અભિપ્રાયમાં ભૂલ છે. પોતાની જુદાઈને સમજ્યા વિના કોઈ દેવ, ગુરુ, શાસ્ત્ર મને તારી દે, પાંચ મહાવ્રત પાળું, શાસ્ત્રાભ્યાસ કરું તે પુણ્યપરિણામ મોક્ષનું કારણ છે, એમ માને તે મિથ્યાષ્ટિ છે. દેવ, ગુરુ, ધર્મ તો અરાગી છે, નિમિત્ત છે, પણ તેને સમજ્યા વિના ઉપકાર શું? પોતાનો પુરુષાર્થ જાગ્યો હોય તો પોતાના આત્માની જાગૃતિથી ઉપકારીનો ઉપકાર ગણી શકાય. પોતાના ગુણનું ભાન થયું, તેમાં નિમિત્તને ઉપકારી ગણીને તેનું બહુમાન કર્યું એ આવી જાય છે; એ જ લોકોત્તર વિનય છે પણ જે એમ માને કે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com