________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩૬]
[૧૬૧ ગણું અધિક હોય છે. જોગાનુજોગ બહારની ક્રિયા થઈ જાય, તેથી કાંઈ તે ક્રિયા કોઈ જીવની કરી થઈ નથી. જે દાનાદિની બાહ્ય ક્રિયા થવાની છે, તે અટકવાની નથી. ચૈતન્ય જ્ઞાતા તો એ બાહ્ય ક્રિયાનો અકર્તા છે, દેહાદિની ક્રિયા થાય તેને જાણે છે. જ્ઞાની પુણ્ય-પરિણામને પોતાના માનતા નથી, ઉદયકર્મનું ફળ જાણે છે. શુભરાગ-દયાના પરિણામ થઈ જાય, તેનું જ્ઞાનીને સ્વામીપણું નથી એટલે કે તેમાં મારાપણું નથી. શુભરાગને પોતાનો સ્વભાવ માન્યો નથી, તેથી તેમાં કર્તાપણું નથી. એ પરભાવ છે, જડભાવ છે, સર્વથા હેય છે; છતાં જ્ઞાની ધર્માત્મા જ્યાં લગી નીચલી ભૂમિકામાં છે, ત્યાં લગી સમ્યમ્ અભિપ્રાય સહિત અરાગી તત્ત્વદૃષ્ટિના ભાનપૂર્વક દયા, દાનાદિ શુભ જોગ તેને થઈ જાય છે, પણ તેને શ્રદ્ધામાં હેય જાણે છે.
[ તા. ૧૪-૧૦-૩૯] એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ” એ કહ્યું, તેમ પ્રત્યક્ષ સદ્ગની પ્રાપ્તિ પણ જોઈએ એ ત્રણે કાળનો નિયમ છે. એટલે ત્રણે કાળમાં આત્મધર્મનો માર્ગ એક જ હોય. પરમ પદાર્થ એવો આત્મા અને અતીન્દ્રિય બેહદ સુખદશા પામવાનો લોકોત્તર માર્ગ એક જ હોય; પણ લોકોને તેમાં ઘણી મૂંઝવણ લાગે છે. સહુને પોતાનું ગોઠતું કરવું છે; તેમાં મતાર્થ અને માનાર્થ આડા આવે છે અને માને છે કે અમે ધર્મ કરીએ છીએ. આનંદઘનજી કહે છે કે
“ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિસન જગનાથ;
પિઠાઈ કરી મારગ સંચરું, સેગુ કોઈ ન સાથ. જગતમાં અનેક સ્વચ્છેદ-મત કલ્પનાના ઘાતી ડુંગરા આડા આવે છે, છતાં હું મારા આત્મબળથી લોકમતની પિઠાઈ કરીને લોકોત્તર માર્ગે જાઉં છું. સાથે કોઈ અનુભવી ભોમિયો નથી. પરમાર્થમાં કોઈના આધારથી પુરુષાર્થ થતો નથી, જગતના લોકો મને ગમે તે કહે, હું તો લૌકિક ધિઠાઈ કરું છું, કેમ કે લોકોત્તર માર્ગ જ સાચો છે. આત્મા અતીન્દ્રિય ચિદાનંદ જ્ઞાયક જ છે; તેમાં પરનું કરવું, પરનો આધાર હોય એવું છે જ નહીં. ચૈતન્યની જાતિ એક છે, પણ સંખ્યાએ અનંત જીવાત્મા છે. તે પોતાનો પુરુષાર્થ કરવા સ્વતંત્ર છે. પુરુષાર્થ પરાશ્રિત નથી.
સાધકમાં જે આત્મગુણ પ્રગટયો છે તે પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞા ઓળખવાથી પ્રગટયો છે; તેથી સદ્ગુરુ વડે પ્રાપ્તિ કરી છે. તેમાં એવો આશય છે કે જે ન્યાયયુક્ત વચનો એક જ્ઞાની કહે છે એ જ બધા જ્ઞાની કહે છે.
પરમાર્થભૂત સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત્ર એ જ મોક્ષમાર્ગ છે. આત્મા જ્ઞાતાદ્રષ્ટા છે, તે જ્ઞાન સિવાય બીજું કાંઈ કરે નહિ. અકષાયભાવ-અરાગીતત્ત્વ તે જ જીવનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com