________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા છે ને? આમ માનનારાને હવે કહે છે કે :
એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ;
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ૩૬. ગમે તેવા ગુરુ ગમે તે વ્યવહાર બતાવે તેનાથી મોક્ષ થઈ જશે એ માન્યતા ખોટી છે એમ અહીં બતાવે છે. આત્માનો માર્ગ અતીન્દ્રિય-લોકોત્તર છે, ભાવનગર ગમે તે રસ્તે ગમે તે સાધનથી જઈ શકાય તેમ લોકોમાં કહેવાય છે, પણ ભાવનગરની દિશા અવશ્ય હોવી જોઈએ. તે દિશા-માર્ગનું જ્ઞાન જોઈએ, પણ તે ન જાણે અને વિરુદ્ધ દિશામાં જાય, છતાં ભાવનગર જાઉં છું એમ માને; તો જે ગામ ધાર્યું છે ત્યાં નહિ પહોંચાય, તેમ અંતરંગ અકષાયભાવની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતાનું લક્ષ, વિધિ-નિષેધ સહિત જાણ્યા વિના, આ લોકોત્તર માર્ગ કેમ પમાશે? માટે વર્તમાન જ્ઞાનદશાનો પુરુષાર્થ જે પુરુષને પ્રાપ્ત છે તેના સંગ વડે આત્મધર્મ પમાય છે. સર્વજ્ઞવીતરાગનો અવિરોધ આત્મધર્મ સ્યાદ્વાદસ્વરૂપ માર્ગ છે તે એક જ મોક્ષમાર્ગ છે. તે પરમાર્થનો પંથ એક જ છે. રાગ-દ્વેષ અને અજ્ઞાન રહિત કેમ થવાય? એ જાણવાનો અપૂર્વ મોક્ષમાર્ગ જ્યાં
ત્યાં નથી કે ઝટ પકડી લઈએ, વર્તમાનમાં તેની પ્રાયઃ દુર્લભતા છે. અનેકાન્તદષ્ટિથી, ન્યાયથી વિરોધ ટાળીને, વીતરાગ પ્રભુએ કહ્યો તે માર્ગ જે સમજે તેને જ મોક્ષમાર્ગ છે. પણ લોકો એમ માને કે ગમે તે વેષ-મત હોય, પણ આત્માના નામે ધર્મ થશે અને આપણી કલ્પના મુજબ ફળશે; પણ તે ખોટું છે. શુદ્ધ ભાવની જાતિના અનુભવ વિના જડભાવના નિમિત્તથી તો જડ ફળશે; માટે સર્વજ્ઞ-વિતરાગ શ્રી જિનદેવે કહેલો લોકોત્તર માર્ગ સમયે જ અંતરથી છૂટવાનો ભાવ (ભણકાર) આવશે. મોક્ષમાર્ગ તો આત્મામાં છે, તે યથાર્થ સત્પુરુષના આશ્રયથી પ્રાપ્ત થાય છે, સમજાય છે; પણ લોકો પરભાવથી ધર્મ માને છે. પરમાં કર્તબુદ્ધિ હોવા છતાં અનાસક્તિથી કંઈ દયા, સેવા આદિ કરીએ તે આપણો ધર્મ છે એમ માને છે, એનો અર્થ એમ થયો કે રાગથી, પરભાવથી, અકષાય-અરાગી આત્મધર્મ ઊઘડે, એમ તેણે માન્યું, પણ વિકારથી અવિકારી તત્ત્વ કદી પણ ઊઘડે નહિ. લોકોની સાચી માન્યતા રાખવા અને પુણ્યાદિ શુભ રાગ ત્યાગવા કહીએ તો ભડકે છે, અરે રે! અમારું કર્યું કાંઈ કામનું નહિ? તે કેમ છોડાય? પણ આ તો એવું થયું કે જો અમૃતમાં હું આવી જાઉં તો ઝેર ખસી જશે, એટલે કે હું શુદ્ધ આત્મામાં રહીશ તો આ શુભ પરિણામ ( જે મલિનભાવ છે તે) એટલે કે અમારાં પુણ્ય ઊડી જશે. લોકો કહે છે–અમારે કરવું શું? તેમને જ્ઞાની કહે છે, કે તમે જ્ઞાતા છો તો વિપરીત અભિપ્રાય છોડી જ્ઞાતાપણું સમજીને રાગરહિત જ્ઞાનમાં ટકવું, બીજાં કાંઈ તમારાથી થતું જ નથી; માત્ર કુજ્ઞાન અને રાગ-દ્વેષ અથવા અરાગી ભાવ અને સુજ્ઞાન જીવથી થઈ શકે છે. પુણ્ય તો જ્ઞાનીને પણ સહેજે બંધાઈ જાય છે, પણ તે પુણ્ય અજ્ઞાની બાંધે છે તેના કરતાં જુદી જાતનું અને અનંત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com