________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩૫]
[૧૫૯ ચરણને સેવે છે તેની બધી મૂંઝવણ છૂટી જાય છે. શિષ્ય પ્રશ્ન કરે કે ગુરુ? વૃત્તિ બહુ દોડે છે. ગુરુ ઉત્તર આપે કે તે ઔપાધિકભાવ છે, તેમાં ન રાચવું, આત્માનો તે સ્વભાવ નથી. માટે આત્માનો સ્વભાવ જાણવો. તે જાણે ઔપાધિક ભાવ ટળે છે. “મનડું કિહિ ન બાજે, હો કુંથુ જિન” એમ આનંદઘનજી કહે છે, તેનો અર્થ એ છે કે એ મનડું સ્વચ્છંદી છે, પણ હવે મેં એને જાણી લીધું છે; એની વૃત્તિ આવે છે તે ખરવા માટે આવે છે, આત્માને તે બાધા કરનાર નથી. પણ જેને વસ્તુસ્થિતિની ખબર નથી તે પ્રકૃતિના ઉદયની વિચિત્રતા દેખીને ક્ષોભ પામે છે, ખદબદાટ થાય ત્યાં મૂંઝાઈ જાય છે. જ્ઞાતાને પ્રકૃતિનું નાટક દેખાય છતાં તે ક્ષોભ રહિતપણે તેને જાણે છે, સ્વરૂપમાં ધીરો થઈને જુએ તો જે પૂર્વકર્મ સત્તામાં પડ્યાં છે, તે પૂર્વની ભૂલનું ફળ છે, તેનાં ફળ વર્તમાનમાં આવે છે એમ તે જાણે છે તેથી તેઓ જ્ઞાતા રહે છે. તેમાં ઇષ્ટ-અનિષ્ટ માની અટકતો નથી. અજ્ઞાની દેહમાં અને રાગમાં એકત્વબુદ્ધિવાળો હોવાથી પ્રતિકૂળતા આવતાં કષાયવશ રાગરૂપ થઈ તેમાં એકાકાર થઈ જાય છે. તે માને છે કે પરનાં કાર્ય હું કરું છું, તે પરવસ્તુમાં મારાપણું કરે છે. તે ગમે તેટલાં શાસ્ત્રો વાંચે, પણ શાસ્ત્રના સૂક્ષ્મ ન્યાય શ્રીગુરુના ચરણ સેવ્યા વિના ન સમજાય, પણ જે ગુરુ આજ્ઞાથી સમજ્યો અને સ્વરૂપની એટલે પોતાના શુદ્ધ આત્માની સંભાળ રાખતાં શીખ્યો તથા તેમાં સ્થિર થયો તેને શુભાશુભ કર્મનો ઉદય કે કોઈ પણ સંયોગ કેમ ક્ષોભ પમાડી શકે ? પ્રકૃતિ તો જડ મડદું છે, હું જાગતો ચેતન છું એમ તે જાણે છે. શાસ્ત્રનાં પાનાં તે સમાધાન ન કરાવે. પ્રત્યક્ષ ભ્રાન્તિના છેદક શ્રીગુરુનો સમાગમ પરમ ઉપકારી છે, લાયક જીવને જ સદ્ગુરુનો પરમ ઉપકાર થાય છે. બાકી “સમજ્યા વિણ ઉપકાર શો?”
“ત્રણે યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર.” રાગાદિ તથા મન, વચન, કાયાના યોગથી આત્મા જાદો છે, પર છે, એમ સદ્ગુરુની આજ્ઞા ધારતો વર્તે તે શ્રીગુરુનો પરમ ઉપકાર સ્વીકારે છે. સદ્ગુરુએ જિનપદ એટલે આત્માનું પૂર્ણ વીતરાગપદ સમજાવ્યું છે તેવો હું છું, એમ ખાતરી થતાં સદ્ગુરુની પ્રતીતિ તે સુખની સામગ્રીનો હેતુ છે, એમ પરમ ઉપકારીપણું શ્રીગુરુ વિષે સ્થાપન કરી પોતાના ઊઘડેલા આત્મગુણની અધિક ઉજ્જવળતા આત્માર્થી જીવ કરે છે. આ લોકોત્તર વિનયનો એવો પ્રભાવ છે કે સત્પરુષનો શિષ્ય સંસારથી ડરતો નથી. યથાર્થ ન્યાયબળથી પોતાની પૂર્ણ પ્રભુતાનું ભાન તેને વર્તે છે. પૂર્ણપણે ગુણ નથી ઊઘડ્યા તેથી પોતે અનંત જ્ઞાનીનો વિનય કરે છે. તે અનંત જ્ઞાનને જાણીને-સમજીને જે બહુમાન કરે છે તેને શંકા ન થાય. ૩૫.
લોકોને વિચાર થાય છે કે જગતમાં ઘણા મત-પંથ છે. કોઈ આમ કહે છે, ને કોઈ આમ કહે છે. સાચું શું હશે? બધાય રસ્તા છે અને બધાય માર્ગે સરવાળે મોક્ષે જવાય, કેમકે બધાને શુભ ઇચ્છા છે, બધાયની ઇચ્છા સરવાળે પાર પડશે, માટે આપણે કોઈ મત-પક્ષનો આગ્રહ ન કરવો. ગમે તેવો આત્મા હોય, બધાનું લક્ષ આત્માનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com