________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કૃતકૃત્ય જ્ઞાતા-દ્રષ્ટા છે, આમ જ છે, એમ રાગથી જુદો થઈને જાણ્યું; અનંત કાળમાં અપૂર્વપણે સમજાયું, પોતાની પવિત્રતાથી જાણ્યું, છતાં લાયક શિષ્ય જ્ઞાની ગુરુ પ્રત્યેનો આદર ન ચૂકે, ઘડી પણ ઉપકાર ન ભૂલે અને કહે કે આપના ચરણકમળની સેવાથી મને અપૂર્વ જ્ઞાન પ્રગટયું, એમ વિનયપૂર્વક ઉપકાર માને તેમાં પોતાના ગુણનું મહામાન છે, જે પવિત્ર નિર્દોષતાનું ભાન થયું, અનંતકાળમાં બાહ્ય સાધનથી જે તત્ત્વ નથી ઉઘડયું તે ગુરૂઆશાની આરાધના વડે અલ્પકાળમાં સમજાયું, તેથી કહે છે કે ધન્ય છે પ્રભુ! આપે મને આત્મા આપ્યો, તેથી તમારા ચરણાધીન વતું છું. આનંદઘનજી કહે છે કે
“નિર્મળ ગુણમણિ રોહણ ભૂધરા, મુનિજન માનસહંસ જિનેશ્વર, ધન્ય તે નગરી, ધન્ય વેળા ઘડી, માતપિતા કુળ વંશ જિનેશ્વર.
ધર્મ જિનેશ્વર ગાઉં રંગ શું. ધર્માત્મા જે કુળમાં અવતર્યા તે કુળને ધન્ય છે; આસનને ધન્ય, ગામ, નગર, દેશને પણ ધન્ય. આખું જગત્ તારા દર્શનથી ધન્ય છે. એમ કહીને પોતાનો ભાવ વધારી પુરુષાર્થ ઉપાડે છે. પોતાના ભાવની ખાતર સહજ આનંદ આવતાં જડમાં પણ ઉપકાર નિક્ષેપે છે. પોતાના ગુણમાં અનંતી નમ્રતા અને સમ્યક્ વિવેક પ્રગટયો છે, તેથી જ્યાં દેખે ત્યાં શ્રીગુરુની કૃપા દેખે છે. જેમના ઉપદેશથી પોતાના સ્વરૂપની સંભાળ કેમ કરવી તે રીત સમજાણી તેવા “પ્રત્યક્ષ સદ્ગપ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર.” સ્વચ્છેદે શાસ્ત્ર વાંચવા બેસે, તો શંકા થયા જ કરે. શાસ્ત્રાદિથી જે સમાધાન થઈ શકવા યોગ્ય નથી, તે ગુરુ-સમાગમ જણાય છે. શ્રીગુરુ વિના માત્ર શાસ્ત્રથી જ જો આત્મજ્ઞાન થતું હોય, તો પોતાનો મોક્ષ થવો જોઈએ. પોતામાં સુપાત્ર દશા પ્રગટે ત્યારે શાસ્ત્ર ઉપકારી કહેવાય. પણ તેથી પ્રથમ શાસ્ત્ર ન વાંચવા એમ કહેવું નથી. અહીં તો કહેવું છે કે રાગદ્વેષ, અજ્ઞાન તૂટયા વિના વીતરાગતાની સંધિ કેમ મળે? શાસ્ત્રમાં કઈ અપેક્ષા, કયા હેતુ, આશય, ન્યાય છે તે પ્રત્યક્ષ સદ્ગુરુ વિના સમજી શકાય નહિ. પોતાના સ્વચ્છેદે જેમતેમ નિર્ધાર કરી બેસી જાય-રોકાઈ જાય તો તેનું અહિત થાય. માટે સસમાગમ અને ગુરુગમની જરૂરિયાત કહી છે. “જીવ એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાનસામર્થ્ય સંપૂર્ણ છે.” એકેક દેહમાં રહેલો આત્મા સ્વતંત્ર પૂર્ણ જ્ઞાની છે. પરના નિમિત્તે વર્તમાન અવસ્થામાં જે ઉપાધિ છે તે આ જાતના પુરુષાર્થથી ટાળી શકાય છે. પોતાનું પૂર્ણ સામર્થ્ય ગુરુ-આજ્ઞા વડે સમજવાથી પોતાનું બેહદ સુખ પોતાને સ્વાધીન છે, એમ એક અંશે જાણ્યું તે પૂરું કર્યા વિના નહિ રહે જેણે પુરુષાર્થ કરી જાણ્યો છે તેને ખબર પડે કે એની મોંઘપ કેટલી છે. તે મહામૂલ્ય-સત્પુરુષના ચરણરજ સેવ્યા વિના સમજાય નહિ; સ્વચ્છેદે વાંચતાં ઊંધું કલ્પાઈ જાય છે, સ્વચ્છંદ અને પ્રતિબંધ રાખે આત્મજ્ઞાન સમજાય નહિ; પણ યથાર્થ પાત્રતાવડે, સરળ ચિત્ત થઈને, જે ગુરુનાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com