________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩૫]
[૧૫૭ સ્વરૂપસ્થિરતા અંશે પણ ઊઘડી છે તે જ્ઞાની છે. રાગ-દ્વેષ-અજ્ઞાનથી સંસારના કલેશમાં મૂંઝાયેલાને આ અપૂર્વ તત્ત્વ કેમ સમજાય? જેને તત્ત્વનો લાભ થાય છે તેને પોતાની બેહદ શાંતિ જાળવવાનું બળ પ્રગટે છે; તેને સુખદશા આવી તે જાય નહિ, એવો સમ્યજ્ઞાનનો મહિમા છે. જેણે સદ્ગ સમાગમે આત્મજ્ઞાન મેળવ્યું છે, પોતાની પાત્રતાથી સાચું જાણ્યું કે સગુરુ આવા હોય, તેણે પોતાનો પુરુષાર્થ લાવીને બીજડું વાવ્યું છે. હવે તે બોધિબીજ-સમ્યગ્દર્શન જેને પ્રાપ્ત છે તેને ભવમાં રખડવા નહિ દે. જેને આત્માની ઓળખ છે તે કુગુરુ (મિથ્યામતિ) ને ઓળખી લે છે. જે એમ કહે કે “આત્મા બંધવાળો છે, ૧૨ મા ગુણસ્થાન સુધી પુણ્યની ક્રિયાવ્યવહાર જોઈએ. તેરમે ગુણઠાણે શુદ્ધાત્માનું જ્ઞાન થાય, માટે પ્રથમ તો પુણ્યકરણી કરવી જોઈએ, આત્મા આત્મા કરવાથી આત્મા મળી જશે નહિ, એ ઝીણી વાતોથી કાંઈ લાભ નથી; માટે આપણે તો જે કરતા આવ્યા છીએ તેમ કરવું, દેહની ક્રિયા કરી થાય છે. પુણ્ય વિના ધર્મ નથી.” એમ કહેનારા તે ગુરુ નથી પણ કુગુરુ છે. મુમુક્ષુ તેને ઓળખી લે છે. મુમુક્ષુને એકવાર સ્વાનુભવ થયા પછી “સંત બીજ પલટે નહિ, ભલે જાય જાગ અનંત, ઊંચ-નીચ ઘર અવતરે, તોયે સંતનો સંત.” એટલે એકવાર જેમતેમ કરીને પણ જે સત્સમાગમ જાળવી રાખે છે તે જીવને ધર્માત્માના ચરણ સેવ્યા પછી કદી વિરાધના થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, તેથી કદાચિત્ નિર્ધન કુળમાં જન્મ લેવો પડે, છતાં અલ્પ ભવમાં તેનો મોક્ષ અવશ્ય થાય છે. કદી વધારે ભૂલ કરી હોય તો નરક-નિગોદમાં પણ જવું પડે, પણ પુરુષાર્થી હોવાથી આત્મગુણની પૂર્ણ ઉજ્જવળતા તે પ્રગટ કરે છે; પણ તે વાત અહીં નથી. અહીં તો આત્માર્થીનાં લક્ષણ શું? તે એ કે મિથ્યાત્વી કુગુરુઓમાં તે અટકે નહિ. કોઈ પ્રસંગમાં તે મૂંઝાતો નથી. આત્માર્થી ઊંધું ગ્રહણ કરતો નથી. વિરોધ રહિત જેમ છે તેમ સવળું જુએ છે. ૩૪.
હવે આત્માર્થી સાચી દષ્ટિના જ્ઞાન સહિતના ગુરુનું મહામાન ગાયા કરે છે, એમ બતાવનારી ગાથા કહે છે:
પ્રત્યષ સગુરુપ્રાતિનો, ગણે પરમ ઉપકાર;
ત્રણે યોગ એકત્વથી, વર્ત આજ્ઞાધાર. ૩૫. મુમુક્ષુને સત્ પામવાની સાચી રુચિ-ધગશ હોય છે, કુળગુરુમાં કે કુગુમાં તે અટકે નહિ; જેના વડે સાચી સમજણ થઈ તે ઉપકારીનો ઉપકાર ન ઓળવે, પરમ ઉપકાર ગણે. જે ગુરુએ ભવકટી કરી છે તેની સમીપમાં રહેલ પાત્ર શિષ્યને ભવકટી હોય જ. ગુરુનો મોટો ઉપકાર માને કે જેણે લોકોત્તર માર્ગ બતાવ્યો. એમ ન માને કે અમારી પવિત્રતાથી તે નિમિત્ત થયા, માટે થોડો વિનય કરું. ભાવમાં ફેર, ત્યાં ભાષામાં ફેર હોય છે. પુણ્ય-પાપ, દેહાદિ જડની ક્રિયા મારામાં નથી, આત્મા પૂર્ણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com