________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા “અવગુણ ઢાંકણ કાજ કરું, જિનમત ક્રિયા,
ન તજ અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા.” હે વીતરાગ ! અમે અમારી દૃષ્ટિને પોષણ આપનારા ગુરુ પાસેથી સમકિત લીધું, એટલે અમારી દૃષ્ટિને ગમતું કહેનારા કુગુરુ અમને અનંતકાળ મળ્યા. અનાદિનો સ્વછંદ–તેને પોષણ આપનારાના અભિપ્રાયથી અમે સમકિત ગ્રહ્યું હતું અને અનેકાંત અર્થાત્ અનંતધર્મસ્વરૂપ જે સસ્વરૂપ અવિનાશી શુદ્ધાત્મા છે તેને યથાવિધિ નહિ જાણતાં ગાડરિયા પ્રવાહની જેમ વગર વિચાર્યું અંધશ્રદ્ધાને ધર્મ માન્યો અને માંહોમાંહે પોતાના છંદે ચાલનારાએ સર્ટિફિકેટ આપ્યો કે આપણે જ સાચા છીએ, પણ જગતમાં માનાદિ માટે મેં દોષ ન તજ્યા. કહ્યું છે કે “અવગુણ ઢાંકણ કાજ, કરું જિનમત ક્રિયા; ન તજ અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા.” મિથ્યા મતાગ્રહ તથા માનાર્થે ક્રિયાકાંડમાં જીવો જૂઠાણું નભાવી રાખે છે. સાચા ન્યાયને પણ છુપાવે છે. એક ભાઈ કહેતા હતા કે માંડ માંડ ચાલતા બળદને તમે આર મારશો તો આળસી જશે; માટે તેમને પોષણ આપીને નભાવો, પણ બાપાના કૂવામાં બૂડી ન મરાય(દોષ ઢાંકવાથી ગુણ ન વધે. ); સોનાની છરી ભેટે બાંધવાને બદલે પેટમાં ન મરાય. કુળધર્મને નભાવવા ખાતર વીતરાગના નામે પાખંડ ન પોષાય; એમ આત્મજ્ઞાન જેને નથી એવા કુગુરુઓને ભલે બાપદાદા કુળપરંપરાની રૂઢિથી માનતા હોય, તેથી આપણે માનવા એમ આત્માર્થી માનતા નથી. આત્માર્થી તો યથાર્થ ગુરુની પરીક્ષા કરે છે. જ્યાં ભવકટી થવાની વાત ન આવે, અવિરોધ યથાર્થ ન્યાય ન મળે અને કહે કે પુણ્ય કરો, પછી તેરમે ગુણઠાણે આત્મા ઊઘડશે; કરીએ તો પામીએ; એમ જૂઠાણું નભાવનારાને આત્માર્થી જીવ ગુરુ માને નહિ. તેમાં કાંઈ દ્વેષ નથી, પણ દઢતા છે.
આત્મામાં મોક્ષનો ઉપાય અને મોક્ષદશા છે. શુભાશુભ ભાવ તથા મિથ્યાત્વ તો બંધભાવ છે. જે ભાવથી અનંત કાળ રખડવું પડ્યું કે રખડવાના બંધભાવે, લોકોત્તર મોક્ષભાવ ન જ પ્રગટે. પક્ષપાત છોડીને ન્યાય સમજે તો લાભ થાય. જેને આત્માનું ભાન નથી તે મોક્ષમાર્ગ કેમ બતાવી શકે? અનંત અનંત કાળથી રખડતાં માંડ મનુષ્ય દેહ મળ્યો, તેમાં ભવછેદ થવાનો ઉપાય ન કરે, તો ભવ ખોવાનો ભાવ અવશ્ય ત્યાં છે. ઘણા કહે છે કે શું કરીએ? અનંત ભવ ફર્યા, ભેળો એક ભવ વધારે; પણ સાચો ધર્મ સમજવાનું ટાણું આવ્યું છતાં જે ન સમજે તેનો ભવ વ્યર્થ જશે. ચેતનભગવાન જે મારું પદ છે તેને ભૂલીને હું પુણ્યપાપમાં કાં રાચું. એનો તેને વિચાર નથી. અહીંની આબરૂ કે સોનાની લગડી તે પરલોકમાં કામ નહિ આવે અને ત્યાં પ્રભુને સંભારતાં પણ દુઃખ નહિ ટળે. જ્ઞાનની જે વિધિથી સમજણ છે, આત્માની જે જાત છે તેનું બોધિબીજ સાથે જે લઈને ગયો, સમાધિમરણ કરીને ગયો, તેને ભવનો છેડો દેખાય છે. તે ધર્માત્માને જિનેશ્વર ભગવાનનો લાડકવાયો લઘુનંદન કહ્યો છે. જેને રાગ, દ્વેષ, અજ્ઞાનરહિત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com