________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩૪]
[૧૫૫ સિદ્ધાંતને મુખ્ય કરીને આત્માનો ધર્મ માને, પણ અરાગીપણું કોને કહે? તેનો પરિચય, તેનો પુરુષાર્થ કેમ કરવો? તેની ખબર જેને હોતી નથી તે સાચા ગુરુ નથી. નિજપદ પૂર્ણ અખંડ જ્ઞાનમય શુદ્ધ સ્વરૂપે છે તેની યથાર્થપણે શ્રદ્ધા, પ્રતીત તે સમ્યગ્દર્શન-સ્વાનુભવ છે, તેમાં આંધળી અર્પણતા નથી, મનની ધારણા નથી. બીજાએ કહ્યું તે ધારી લીધું એ કામનું નથી, કારણ કે તત્ત્વ પરાધીન નથી. પોતાની જાતની સમજણ પોતાવડે કરે તો સદ્ગુરુ પરમ ઉપકારી નિમિત્ત કહેવાય. પોતે પ્રતીત કરીને યથાર્થપણું જાણું અને ઉપકાર માન્યો ત્યારે પોતાનું બહુમાન આવ્યું અને નમ્રતા આવી.
આત્મા શું કરે? એકલું જ્ઞાન જ કરે છે. જે પ્રસંગ, સંયોગો દેખાય તેને માત્ર જાણે છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેનું યથાર્થ જ્ઞાન તો ચોથે ગુણઠાણે પણ છે, પરંતુ મુનિ તો તેમાં વિશેષ ઠરે છે. હું શુદ્ધ છું, પુણ્ય-પાપના વિકલ્પ રહિત છું, એવા જ્ઞાનપણે જ્ઞાનમાં જે ઠરે છે તેને દૃષ્ટિમાં હું સિદ્ધ સમાન શુદ્ધ છું એવા અભિપ્રાયના લક્ષનું કાર્ય અવસ્થામાં પ્રગટ પુરુષાર્થ પૂર્વક વર્તે છે, તેમને અહીં ગુરુ કહ્યા છે. તેમને દેઢતર સમકિત કહ્યું છે. ઉત્કૃષ્ટ તો “વર્ધમાન સમકિત થઈ, ઉદય થાય ચારિત્રનો, વીતરાગ-પદવાસ.” ત્યાં ઉત્કૃષ્ટ દશા-તન્ન વીતરાગ દશાની વાત છે. તે ઉત્કૃષ્ટ સમ્યગ્દર્શન છે. તે પરમાવગાઢ સમકિત તેરમે ગુણઠાણે છે. આત્માના ભાનમાં સ્થિરતા-એકાગ્રતા કરે છે તે શ્રમણ છે. આત્મા પૂર્ણ કૃતકૃત્ય શુદ્ધ સ્વરૂપ છે, તે એક પરમાણુમાત્રની તથા દેહાદિની ક્રિયા કરી શકતો નથી, પુણ્ય-પાપ રાગાદિ રહિત છે, એનું જેને ભાન નથી અને પુણ્યાદિ ક્રિયા અને બાહ્ય વેષને, બાહ્ય ચારિત્રને ધર્મ માને છે તે દ્રવ્યલિંગી છે. દ્રવ્યલિંગી કહેવામાં વૈષ નથી. જેમ છે તેમ કહેવામાં દ્વેષ નથી. આગળ સમભાવ વિષે કહેવાયું હતું કે જ્ઞાની સને સત્ માને, જાણે, અસત્ન નિષેધ, દોષને દોષ કહે; એમ અસત્ય મતનો નિષેધ કરવો તેમાં વૈષ નથી. આત્મા વસ્તુસ્વરૂપે જેમ છે તેમ ન માને, ન પ્રકાશે તે જ્ઞાની નથી. જ્ઞાની જે સ્વરૂપ છે તેને યથાર્થપણે માને, જાણે, વિશેષપણે ઉપદેશમાં કહે, નગ્ન સત્ય પણ કહે. વ્યાખ્યાન એટલે સને સત્, અને અસની વ્યાખ્યા થાય છે. જેને ટોપી બેસતી આવે તે પહેરી લે. તેમાં જ્ઞાનીને કાંઈ નહિ. જે સગુરુની વ્યાખ્યા આગળ કહેવાઈ ગઈ છે તેને જ આત્માર્થી ગુરુ માને, આવા આત્માર્થી સિવાય બીજાને ગુરુ માને નહિ. બાકી જેને આત્માની ઓળખાણ નથી, શ્રદ્ધા, જ્ઞાન, સ્થિરતાનો પુરુષાર્થ શું તેની ખબર નથી; એવા કુગુરુઓને કુળધર્મને સાર્થક કરવાની, માનાદિ કામના વડે, મતાર્થી માને અને કહે કે એમણે ત્યાગ કર્યો છે, માટે આપણાથી ઊંચા છે, તે આપણા જ છે. શ્રી દેવચંદ્રજી કહે છે કે :
“દૃષ્ટિરાગનો પોષ, તેહુ સમકિત ગણું,
સ્યાદ્વાદની રીત, ન દેખું નિજપણું;”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com