________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪ ]
લક્ષણો કહે છે. તે આત્માર્થીનાં લક્ષણો આત્માને અવ્યાબાધ સુખની સામગ્રીના હેતુ છે. ૩૩
[ તા. ૧૩-૧૦-૩૯ ]
હવે આત્માર્થીનાં લક્ષણ કહે છે. તે કેવાં છે? આત્માના સાચા સુખના હેતુ છે. પ્રથમ મતાર્થીના લક્ષણમાં કહ્યું છે કે જે ગુરુમાં ભૂલ્યા તે જ્ઞાનથી, વ્રતથી, ધર્મથી અને દેવથી ભૂલ્યા છે, કારણ કે અસદ્ગુરુનો આશ્રય કર્યો. (જેનો આગુ આંધળો, તેનું કટક કૂવામાં.) આત્માર્થીના લક્ષણમાં પ્રથમ સુગુરુનો આદર છે, તેથી અહીં સુગુરુથી શરૂઆત કરી છે. જીવે જો સાચા ગુરુનો સંગ કર્યો તો તેનું બધુંય સવળું છે, સુગમ છે. દરેક જીવને સાચું સુખ જોઈએ છે. તેથી પોતાના સ્વચ્છંદે ઉન્માર્ગે જતા જીવોને દેખીને સાચો નિર્વિઘ્ન સ૨ળ માર્ગ તેમને શ્રીગુરુ બતાવે છે.
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોય. ૩૪
હું કોણ! એ જાણ્યા વિના આત્મા શું સ્વરૂપે છે, કઈ હદમાં છે, શું કરી શકે છે? એનો વિવેક જેને નથી એવા કુગુરુને મુમુક્ષુ ન માને. અહીં આત્મજ્ઞાન પ્રધાન કહ્યું છે. જગતની સમજણ ઝાઝી હોય કે ન હોય, ભલે શ્રુતજ્ઞાન થોડું હોય, પણ જેને આત્મજ્ઞાન હોય અને આત્માની સહજ આનંદદશા-સ્વરૂપસ્થિતિ જેને હોય તે જ્ઞાની છે; ત્યાં મુનિપણું હોય છે. જેને સાચા માર્ગનું ભાન નથી તે બીજાને માર્ગદાતા થાય તેમ બને નહીં. પ્રથમ કહ્યું હતું કે લક્ષણો નિષ્પક્ષપાતપણે કહીશ, તેથી જેમ છે તેમ અહીં કહેવાયું છે. આમ લૂગડાં રાખે તો મુનિપણું, આમ ક્રિયા કરે તો મુનિપણું વગેરે. એમ બાહ્ય લક્ષણને મુનિપણું નથી કહ્યું, પણ ડાંડી પીટીને જાહેર કર્યું છે કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું છે. બાકી કુળગુરુના મારાપણાના કલ્પિત આગ્રહથી આત્મજ્ઞાન નથી; એવાને ગુરુ માનવાનું જોખમ આત્માર્થી કરતો નથી આત્માના સ્વભાવમાં ૫૨નું લેવું–મૂકવું, વેશ, વાડો કે ૫૨માણુની ક્રિયા આવતી નથી. જેવા સિદ્ધ ભગવાન છે એવું જે સ્વસ્વરૂપ-નિવૃત્તપદ જેના ધ્યાનમાં આવ્યું નથી, તે-રૂપ સમ્યગ્દર્શન અને સમ્યગ્નાનની સ્થિરતા નથી તે જ્ઞાની નથી. જ્યાં બાહ્ય-અત્યંતર પરિગ્રહ રહિત નગ્ન દિગમ્બર દશા હોય, ત્રણ કષાય રહિત સ્થિરતા સહિત આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય જ; પણ જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ હોય. એ જ્ઞાનીનું લક્ષણ નિર્દોષપણે બાંધ્યું છે. આત્માના ગુણ આત્મામાં જ રહે, ક્યાંય બહાર ન હોય. યશકીર્તિ નામકર્મનો ઉદય હોય અને કદી ઝાઝા માનનારા મળ્યા, તેમાં આત્મધર્મ ક્યાં આવ્યો? અહિંસા શું? તેની ખબર વિના કહે અમે જગતનો ઉપકાર કરીએ છીએ, દયા સિવાય બીજો ધર્મ નથી, માટે બધા જીવોની-બીજાની દયા આપણે પાળવી. એ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com