________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૫૩
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩૩] હોય છે? તે દશા તો લાવો. જેને કષાયની મંદતા નથી, અને અંતરમાં વૈરાગ્ય નથી, મધ્યસ્થતા નથી, સત્ય-અસત્યપણાની તુલના કરવા માટે નિષ્પક્ષપાત બુદ્ધિ નથી, તે મતાર્થી જીવ દુર્ભાગી છે, એટલે કે જન્મ-મરણ છેદવા જેવું તેનું વીર્ય નથી. અહીં “અંતર વૈરાગ્ય ” કહ્યો છે, બાહ્ય વૈરાગ્ય આદિની વાત નથી કરી. કોઈ કહે છે કે – અમે નવરા થઈને બેઠા છીએ, ચાર-પાંચ છોકરા છે, ઘરની વ્યવસ્થા રાખે છે; એ મારા નાકને જાળવી રાખશે; એવો સંતોષ વેદતો હોય છે અને કહે છે કે અમને હવે સમભાવ છે. રોટલો અને દાળ ખાતો હોય તેથી તે પોતાને સંતોષી માને છે; ખરેખર તે સંતોષી નથી પણ તેને તૃષ્ણાનો સંતોષ છે કે હું માગું તે મને મળે તેમ છે. બહારથી ડોળ બતાવે કે અમે સજ્જન છીએ, અંદરમાં સંસારની મીઠાશ રાખીને ધર્મશાસ્ત્રો વાંચતો હોય છે, ચર્ચા કરતો હોય છે. પોતે કામમાં પડતો નથી પણ પોતાના માન આદિ માટેની તેને ચિંતના છે. તે કહે કે અમને તત્ત્વરુચિ છે, અભ્યાસી છીએ, પણ તે તો ઠગબાજી છે. કાળજામાં જુએ તો ખબર પડે. મધ્યસ્થપણે જોવું જોઈએ. મારા કુટુંબની પોણા સોળ આની ન થાય તથા મારા સ્નેહીઓમાં ઠીકઠાક રહે તો ઠીક, એ વૃત્તિમાં તે ટક્યો છે; પોતે વાનપ્રસ્થ જેવી સાદાઈ રાખે, બાહ્યથી ત્યાગ-વૈરાગ્ય રાખે, પણ નિર્મળ ચૈતન્ય અરીસામાં અલ્પ પણ મલિનતા શોભે તેમ નથી. ચૈતન્યભગવાન પૂર્ણ પવિત્ર છે. તેમાં અલ્પ પણ દોષ રાખવાનો ભાવ તે મહા અહિતનું કારણ છે. તે માટે શ્રીમદ્ કહે છે કે આત્માના નામે કોઈ બાહ્ય ત્યાગ-વૈરાગ્ય કરે છે, કોઈને મોહગર્ભિત વૈરાગ્ય છે, કોઈને દુઃખગર્ભિત વૈરાગ્ય છે; પણ વિષય કષાયનો તેને ઘટાડો નથી, સરળપણું નથી, મધ્યસ્થતા નથી, એ મતાર્થી દુર્ભાગ્ય જીવો આત્માર્થ કેમ પામી શકે? કદી બાહ્યથી સ્ત્રી, ઘર આદિના યોગનો અંતરાય, હોય, પછી કંઈ અધ્યાત્મગ્રંથો મળ્યા, કદી વેશ ધારણ કર્યો, લોકમાં કાંઈ ધર્મીપણાનું માન વધ્યું. તેને પછી મતાગ્રહની પકડ થઈ જાય છે. તેવા જીવો દુર્ભાગી છે. પોતાને અંતરંગ અભિપ્રાયમાં ભૂલ હોય, દોષ હોય, પણ માનાદિ રાખવા ખાતર ભૂલથી ટેવાયેલાને પોતાના દોષ ન દેખાય. તેમને પોતાના કષાયાદિ દોષો દેખાતા નથી અને કહે છે કે અમારે સમભાવ છે. ૩૨
હવે કહે છે કે માત્ર મતનો આગ્રહ તેમ જ સ્વચ્છેદાદિ દોષ જવા માટે જ આ લક્ષણો અમે પક્ષપાત રહિત મુમુક્ષુ જીવોના હિત માટે કહ્યાં છે :
લક્ષણ કહ્યાં મતાથીનાં, માથે જાવા કાજ;
હવે કહું આભાર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ. ૩૩ માત્ર નિષ્કારણ કણાથી આ લક્ષણો દ્વારા મુમુક્ષુ જીવો પોતાના દોષને સમજીને ટાળે તે માટે મતાર્થીનાં લક્ષણો પક્ષપાત રહિત કહ્યાં છે. જેનામાં દોષ હોય તે મધ્યસ્થપણે સરળતાથી તે દોષનો ત્યાગ કરે તો જ તે સાચું આત્મહિત સાધી શકે. હવે અવ્યાબાધ આનંદરૂપ આત્માના પૂર્ણ સુખને પામવાના અવિરોઘ ઉપાય કરનારા આત્માર્થી જીવોનાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com