________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૨]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા મહા ભૂંડા દૂર પરિણામ જેણે કર્યા છે, દેવ-ગુરુ-ધર્મનો જેણે અવિનય કર્યો છે, જેણે પોતાના ચૈતન્યપ્રભુ આત્માનો અનંતો અનાદર કર્યો છે, જેણે આત્માને જાણવાની રુચિ કરી નથી, તે મહા અશુભ પરિણામના કારણે સાતમી નારકીમાં પણ જાય છે, ત્યાં અનંતી વેદના ભોગવતા અસંખ્યાત જીવો હોય છે. છતાં ત્યાં પણ કોઈને આત્મજ્ઞાન થાય છે, તેનું કારણ તીર્થકર ભગવાનનો જ્યારે જન્મ થાય ત્યારે તેમનું પુણ્ય એવું બળવાન હોય છે કે ત્રણ લોકમાં અજવાળાં થાય, બધા જીવોને જરા શાંતિ મળે, તેથી તે નારકના જીવો વિચારે છે (તેમને કુઅવધિજ્ઞાન હોય છે, ) કે અહો ! જેના જન્મથી આપણને શાતા અને ત્રણ લોકમાં અજવાળું!. એમ વિચારતાં પૂર્વના કંઈ પવિત્ર સંસ્કાર યાદ આવી જાય તો આત્મજ્ઞાનદશા પામી જાય છે એટલે એમ નક્કી થયું કે બાહ્યની અગવડતા-સગવડતા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં બાધક નથી.
જેઓ કર્મના સંયોગનો દોષ કાઢે છે તેમને આત્મા જોઈતો નથી પણ પુણ્ય જોઈએ છે. સંસારની-દેહાદિની તેઓને મીઠાશ છે, તેથી આત્મસાધનનો પુરુષાર્થ કરતા નથી અને જ્ઞાનદશા અર્થે સત્સમાગમની રુચિ પણ કરતા નથી. તેમને ખબર નથી કે ક્યાં જઈશું? કોઈ હાથ જોનારો, ગ્રહદોષ ટાળનારો જોશી મળે તો તેની પાસે કેટલાય મલાવા કરે. સંસારના ભયથી મહાસમર્થ ચક્રવર્તી રાજા પણ સંસારના રાગ-દ્વેષ-મોહનો ત્યાગ કરીને અવતારરૂપ સંસારના ગૂમડાનો ત્યાગ કરી ગયા. તીર્થકર જેવા જ્ઞાની પણ સંસારના ભવથી ભય પામ્યા, તે સંસારના ભવથી જે ભય પામતા નથી તે ઊંધાઈમાં મહા સુભટ છે. તેઓ એ માને છે કે અમે જાણીએ છીએ, અમારી દઢ શ્રદ્ધા આમાં જ છે. એમ પક્ષપાતથી તેની બુદ્ધિ દેઢ થઈ છે, તેઓ મતાર્થમાં છે. એ મતાર્થપણું પોતાની ઊંધાઈથી-ખોટી પકડથી રાખ્યું છે. પોતાને જ્ઞાની મનાવવાના માનની તેમને મીઠાશ છે. આત્મજ્ઞાન કોઈ અપૂર્વ વસ્તુ છે, તેને પામવાની તેમનામાં લાયકાત નથી, એટલે તે બધા અઅધિકારી છે, અપાત્ર છે. ૩૧. હવે મતાર્થીનું સમુચ્ચય લક્ષણ કહે છે :
નહીં કષાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય;
સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથ દુર્ભાગ્ય. ૩૨ જેના હૃદયમાં ક્રોધ, માન, માયા અને લોભનો ઘટાડો નથી, તેવાને માટે શ્રીમદ્દ એક પત્રમાં કહે છે કે – હું જાણું છું, સમજું છું, એવા ને એવા બકમમાં કાળ ગાળવો છે કે સાચું હિત શું તે સમજવું છે? તે ભાવે તો અનંતો કાળ ચાલ્યો ગયો, કાંઈ સત્પાત્રતા તો દેખાતી નથી. તો હવે તમે શું ધાર્યું છે તેનો કાંઈ વિચાર કર્યો છે? અનંત કાળમાં જે નથી થયું તે અપૂર્વ તત્ત્વની જ્ઞાનદશા કેવી પવિત્ર, નિર્દોષ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com