________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૮ ]
આત્માના સૂક્ષ્મ સ્વરૂપના પ્રણેતા વીતરાગ ભગવંતનું માહાત્મ્ય હૃદયમાં સ્ફૂર્યું હોય છે તેથી પ્રવચનમાંથી ઊઠી તુરત જ જિનમંદિરમાં ભક્તિ કરતાં વીતરાગદેવ પ્રત્યે પાત્ર જીવોને અદ્ભુત ભાવ ઉલ્લુસે છે. આ રીતે જિનમંદિરમાં જ્ઞાન ને ભક્તિના સુંદર સુમેળનું નિમિત્ત બન્યું છે.
શ્રી જિનમંદિર બંધાયા પછી એક વર્ષે થોડા મુમુક્ષુ ભાઈઓ દ્વારા જિનમંદિર પાસે જ શ્રી સમવસરણ મંદિર બંધાયું. તેમાં શ્રી સીમંધર ભગવાનનાં અતિ ભાવવાહી ચતુર્મુખ પ્રતિમાજી બિરાજે છે. સુંદર આઠ ભૂમિ, કોટ, (મુનિઓ, આર્થિકાઓ, દેવો, મનુષ્યો તિર્યંચો વગેરેની સભાઓ સહિત) શ્રીમંડપ, ત્રણ પીઠિકા, કમળ, ચામર, છત્ર, અશોકવૃક્ષ, વિમાનો વગેરેની શાસ્ત્રોક્ત વિધિથી તેમાં અતિ આકર્ષક રચના છે. મુનિઓની સભામાં શ્રી સીમંધર ભગવાન સામે અત્યંત ભાવપૂર્વક હાથ જોડીને ઊભેલા શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યનાં અતિ સૌમ્ય મુદ્રાવંત પ્રતિમાજી છે. પ્રતિષ્ઠા-મહોત્સવ સં. ૧૯૯૮ ના વૈશાખ વદ ૬ ના માંગલિક દિવસે થયો હતો અને તે પ્રસંગ બહારગામથી લગભગ ૨૦૦૦ માણસો આવ્યાં હતાં. શ્રી સમવસરણના દર્શન કરતાં, શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્ય સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધર ભગવાનના સમવસરણમાં ગયા હતા તે પ્રસંગ મુમુક્ષુનાં નેત્રો સમક્ષ ખડો થાય છે અને તેની સાથે સંકળાયેલા અનેક પવિત્ર ભાવો હૃદયમાં સ્ફૂરતાં મુમુક્ષુનું હૃદય ભક્તિ ને ઉલ્લાસથી ઊછળી પડે છે. શ્રી સમવસરણ મંદિર થતાં, મુમુક્ષુઓને તેમના અંતરનો એક પ્રિયતમ પ્રસંગ દૃષ્ટિગોચ૨ ક૨વાનું નિમિત્ત પ્રાપ્ત થયું છે.
સં. ૧૯૯૮ ના અષાડ વદ એકમના રોજ શ્રી સોનગઢમાં શ્રી ગુરુરાજે સભા સમક્ષ શ્રી પ્રવચનસારનું વાંચન શરૂ કર્યું હતું તેમાંથી શેય અધિકાર ઉપડતાં અનેક વર્ષોમાં જોયેલ તેનાથી પણ કોઈ અચિંત્ય ને આશ્ચર્યકા૨ક ગુરુદેવના અંતર આત્મામાંથી નિર્મળ ભાવશ્રુત જ્ઞાનની પર્યાયમાંથી સૂક્ષ્મ ને ગહન એવો શ્રુતનો ધોધ વહેવા લાગ્યો, તે ધોધ જેણે જાણ્યો હશે ને બરાબર શ્રવણ કર્યો હશે તેને ખ્યાલ હશે. બાકી તો શું કહી શકાય ?
શ્રવણ કરતાં એમ થતું હતું કે આ તે કોઈ આશ્ચર્યકારી આત્મવિભૂતિ જોવાનું સુભાગ્ય પ્રાપ્ત થયું! કે કોઈ અચિંત્ય શ્રુતની નિર્મળ શ્રેણી જોવાનું સુભાગ્ય પ્રાપ્ત થયું! ખરેખર આત્મસ્વરૂપ વૃદ્ધિરૂપ તે ધન્ય પ્રસંગ સદાયને માટે હૃદયના જ્ઞાનપટ પર કોતરાઈ ૨હેશે ને ફરી ફરી આવા અનેક તરેહના સુપ્રસંગો સંપ્રાપ્ત થશે.
સં. ૧૯૯૮ ના ભાદરવા સુદ પાંચમના રોજ સોનગઢમાં શ્રી સનાતન જૈન બ્રહ્મચર્યાશ્રમ સ્થાપવામાં આવ્યું છે. તેમાં ત્રણ વર્ષનો અભ્યાસક્રમ રાખવામાં આવ્યો છે. દશેક બ્રહ્મચારીઓ તેમાં જોડાયા છે. તેમાં જોડાનાર બ્રહ્મચારી ત્યાં ત્રણ વર્ષ સુધી ૨હી દરરોજ ત્રણેક કલાક નિયત કરેલા ધાર્મિક પુસ્તકોનું શિક્ષણ પ્રાપ્ત કરે છે. તે પ્રાસ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com