________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૭] ત્યાં સમવસરણના દેરાસરજીમાં તથા દિગંબર દેરાસરજીમાં ઊછળેલી ભક્તિ, એ સહસ્ત્રામ્રવનમાં જામી ગયેલી સ્તવનભક્તિની ધૂન અને એ સમશ્રેણીની પાંચમી ટૂંકે પૂ. ગુરુદેવશ્રી “હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે!' વગેરે પદો પરમ અધ્યાત્મરસમાં તરબોળ બની ગવરાવતા હતા તે વખતે પ્રસરી ગયેલું શાંત આધ્યાત્મિક વાતાવરણ-એ બધાંનાં ધન્ય સ્મરણો તો જીવનભર ભક્તોના સ્મરણપટ પર કોતરાઈ રહેશે.
રાજકોટ જતાં તથા ત્યાંથી પાછા ફરતાં પરમ પૂજ્ય ગુરુદેવ રસ્તામાં આવતાં અનેક ગામોમાં વીતરાગપ્રણીત સદ્ધર્મનો ડંકો વગાડતા ગયા અને અનેક સત્પાત્રોના કર્ણપટ ખોલતા ગયા. ગામેગામ લોકોની ભક્તિ ગુરુદેવ પ્રત્યે ઊછળી પડતી હતી અને લાઠી, અમરેલી વગેરે મોટાં ગામોમાં અત્યંત ભવ્ય સ્વાગત થયું હતું. ગુરુદેવનો પ્રભાવનાઉદય જોઈ, જે કાળે તીર્થંકરદેવ વિચરતા હશે તે ધર્મકાળમાં ધર્મનું, ભક્તિનું, અધ્યાત્મનું કેવું વાતાવરણ ફેલાઈ રહેતું હશે તેનો તાદેશ ચિતાર કલ્પનાચક્ષુ સમક્ષ ખડો થતો.
સં. ૧૯૯૬ ના વૈશાખ માસમાં ગુરુદેવનાં પુનિત પગલાં ફરી સોનગઢમાં થયાં.
ત્યારપછી તુરત જ શેઠ કાળિદાસ રાઘવજી જસાણીના ભક્તિવંત સુપુત્રોએ શ્રી સ્વાધ્યાયમંદિર પાસે શ્રી સીમંધરભગવાનનું જિનમંદિર બંધાવવા માંડ્યું, તેમાં શ્રી સીમંધરભગવાનના અતિ ભાવવાહી પ્રતિમાજી ઉપરાંત શ્રી શાંતિનાથ આદિ અન્ય ભગવંતોનાં ભાવવાહી પ્રતિમાજીની પ્રતિષ્ઠા પંચકલ્યાણક વિધિપૂર્વક સં. ૧૯૯૭ ના ફાગણ સુદ બીજના માંગલિક દિને થઈ. પ્રતિષ્ઠા મહોત્સવમાં બહારગામના લગભગ ૧૫૦૦ માણસોએ ભાગ લીધો હતો. પ્રતિષ્ઠાના આઠ દિવસ પરમ પૂજ્ય ગુરુદેવના મુખમાંથી ભક્તિરસભીની અલૌકિક વાણી છૂટતી હતી. લોકોને પણ ઘણો ઉત્સાહ હતો. પ્રતિષ્ઠાદિન પહેલાં થોડા દિવસે શ્રી સીમંધર ભગવાનના પ્રથમ દર્શને પરમ પૂજ્ય ગુરુદેવની આંખોમાંથી આસું વહ્યા હતાં. સીમંધર ભગવાન મંદિરમાં પ્રથમ પધાર્યા ત્યારે ગુરુદેવને ભક્તિરસની ખુમારી ચડી ગઈ અને આખો દેહ ભક્તિરસના મૂર્ત સ્વરૂપ જેવો શાંત શાંત નિશ્ચષ્ટ ભાસવા લાગ્યો. ગુરુદેવથી સાષ્ટાંગ પ્રણમન થઈ ગયું અને ભક્તિરસમાં અત્યંત એકાગ્રતાને લીધે દેહ એમ ને એમ બે-ત્રણ મિનિટ સુધી નિશ્ચષ્ટપણે પડી રહ્યો, આ ભક્તિનું અદ્ભુત દૃશ્ય, પાસે ઉભેલાં મુમુક્ષુઓથી જીરવી શકાતું નહોતું; તેમનાં નેત્રોમાંથી આંસુ ઉભરાયાં અને ચિત્તમાં ભક્તિ ઊભરાઈ, ગુરુદેવે પોતાના પવિત્ર હાથે પ્રતિષ્ઠા પણ ભક્તિભાવમાં જાણે દેહનું ભાન ભૂલી ગયા હોય એવા અપૂર્વભાવે કરી હતી.
આ જિનમંદિરમાં બપોરના વ્યાખ્યાન પછી દરરોજ પોણો કલાક ભક્તિ થાય છે. ભક્તિમાં પરમ પૂજ્ય ગુરુદેવ પણ હાજર રહે છે. બપોરનું પ્રવચન સાંભળતાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com