________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૯]
થયેલાં શિક્ષણને એકાંતમાં સ્વાધ્યાય દ્વારા દેઢ કરે છે અને મહારાજશ્રીનાં પ્રવચનો, ભક્તિ વગેરેમાં ભાગ લે છે; એમ આખો દિવસ ધાર્મિક પ્રવૃત્તિમાં ગાળે છે.
પરમ પૂજ્ય ગુરુદેવે ફરીને પાછા રાજકોટના શ્રાવકોના આગ્રહને લીધે અને પ્રભાવનાઉદયને લીધે સં. ૧૯૯૯ ના ફાગણ સુદ પાંચમના રોજ સોનગઢથી વઢવાણ રસ્તે રાજકોટ જવા માટે વિહાર કર્યો છે. અમૃત વરસતા મહામેઘની જેમ રસ્તામાં આવતા દરેક ગામમાં ગુરુદેવ પરમાર્થ અમૃતનો ધોધમાર વરસાદ વરસાવતા જાય છે અને અનેક તૃષાવંત જીવોની તૃષા છિપાવતા જાય છે. હજારો ભાગ્યવંત જીવો જૈનો ને જૈનેતરો-એ અમૃતવર્ષાને ઝીલી સંતુષ્ટ થાય છે. જૈનેતરો પણ ગુરુદેવનો આધ્યાત્મિક ઉપદેશ સાંભળી દિંગ થઈ જાય છે. જૈનદર્શનમાં માત્ર બાહ્ય ક્રિયાનું જ પ્રતિપાદન નથી પણ તેમાં સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન ભરપૂર ભરેલું છે એમ સમજતાં તેમને જૈનદર્શન પ્રત્યે બહુમાન પ્રગટે છે. ગામોગામ બાળકો, યુવાનો ને વૃદ્ધોમાં જૈનો ને જૈનેતરોમાં મહારાજશ્રી આત્મવિચારનાં પ્રબળ આંદોલનો ફેલાવતાં જાય છે અને આ મોંઘા મનુષ્યભવમાં જો જીવે દેહ, વાણી અને મનથી પર એવા પરમ તત્ત્વનું ભાન ન કર્યું, તેની રુચિ પણ ન કરી તો આ મનુષ્યભવ નિષ્ફળ છે” એમ દાંડી પીટીને જાહેર કરતા જાય છે.
એ અમૃતસિંચક યોગિરાજ સૌરાષ્ટ્રની બહાર વિચર્યા નથી. જો તેઓશ્રી હિન્દુસ્તાનમાં વિચરે તો આખા ભારતવર્ષમાં ધર્મની પ્રભાવના કરી હજારો તૃષાવંત જીવોની તૃષા છીપાવી શકે એવી અદ્ભુત શક્તિ તેમનામાં દેખાય છે.
આવી અદ્ભુત શક્તિના ધરનાર પવિત્રાત્મા કાનજીસ્વામી સૌરાષ્ટ્રની મહા પ્રતિભાશાળી વિભૂતિ છે. તેમના પરિચયમાં આવનાર પર તેમના પ્રતિભાયુક્ત વ્યક્તિત્વનો પ્રભાવ પડયા વિના રહેતો નથી. તેઓશ્રી અનેક સદ્ગુણોથી અલંકૃત છે, તેમની કુશાગ્ર બુદ્ધિ દરેક વસ્તુના હાર્દમાં ઊતરી જાય છે. તેમની સ્મરણશક્તિ વર્ષોની વાતને તિથિ-વાર સહિત યાદ રાખી શકે છે. તેમનું હૃદય વજથીયે કઠણ ને કુસુમથીયે કોમળ છે. તેઓશ્રી અવગુણ પાસે અણનમ હોવા છતાં સહેજ ગુણ દેખતાં નમી પડે છે. બાળબ્રહ્મચારી કાનજીસ્વામી એક અધ્યાત્મમસ્ત આત્માનુભવી પુરુષ છે. અધ્યાત્મમસ્તી તેમની રગેરગમાં વ્યાપી ગઈ છે, આત્માનુભવ તેમના શબ્દેશબ્દમાં ઝળકે છે. તેમના શ્વાસે શ્વાસે વીતરાગ! વીતરાગ! નો રણકાર ઊઠે છે. કાનજીસ્વામી સૌરાષ્ટ્રનું અદ્વિતીય રત્ન છે. સૌરાષ્ટ્ર કાનજીસ્વામીથી ગૌરવવંત છે. (૧૯૯૯ પછીનું પૂ. ગુરુદેવનું મહિમાવંત ધર્મભાવનાવૃદ્ધિનું વર્ણન વાંચવું હોય તો, “શાસન પ્રભાવ' નામે પુસ્તક વાંચો.) વૈશાખ સુદ ૨,
- હિંમતલાલ જેઠાલાલ શાહ વિ. સં. ૧૯૯૯
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com