________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૫૦ ]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા
મનુષ્યભવ જતો કરે પણ માન ન મૂકે. પોતે જે માન્યું છે કે અમે વંદનીય છીએ, ચારિત્રવાન છીએ તે તો સમજવા જેવું હોય છે. લોકોમાં અમારું માન ઘટી જશે એમ લોકભયથી અને મતાગ્રહની પકડથી પરમાર્થ જતો કરે. વ્રતધારીપણું ન હોય એવા ગૃહસ્થ પાસેથી ૫૨માર્થ પામવાનો યોગ જતો કરે છે. શ્રીમદ્ રાજચંદ્રના વખતમાં પણ એમ જ બનેલું. વર્તમાનમાં પણ કોઈ એવા છે કે સત્નો આદર તો નથી કરતા પણ નિંદા કરીને પોતાનું દુરાગ્રહીપણું દૃઢ કરે છે. તેઓ કહે છે કે અમે દૃઢ શ્રદ્ધાવાળા છીએ. ગૌતમ જેવી અમારી શ્રદ્ધા છે; કોઈના ડગાવ્યા ન ડગીએ. જ્ઞાની કહે છે કે, “ તેરી ઊંધાઈ ભી બડી, ” અનંતા જ્ઞાની તને સમજાવવા આવે, પણ તું સ્વતંત્ર છો, પરાણે કોઈ મનાવી શકે નહિ. મત અને માન મૂકયા વિના સમાગમ કરવા જાય પણ દ્વેષ ટળે નહિ.
[ તા. ૧૨-૧૦-૩૯ ]
શુષ્કજ્ઞાની માત્ર શબ્દો ધા૨ી ૨ાખે, પોતાને જ્ઞાની માને, અંતરમાં કાંઈ પણ સ્થિરતા વિના વૈરાગ્ય અને સત્તાધનરહિત સ્વચ્છંદે વર્તે, તે ગાથા ૨૯ માં કહ્યું. હવે ૩૦ મી ગાથામાં કહે છે ઃ
:
જ્ઞાનદશા પામે નહીં, સાધન દશા ન કાંઈ;
પામે તેનો સંગ જે, તે બૂડે ભવમાંહિ. ૩૦.
એક તો સંતસંગ આદિ સાધનદશા નથી, અને સહજ જ્ઞાનદશાની સ્થિરતાનો પુરુષાર્થ પણ નથી, રાગાદિ વિષય-કષાયનો ઘટાડો પણ નથી, એવા જીવનો જેને સંગ મળે તે પણ ભવસાગરમાં બૂડે; કા૨ણ કે તેને ન મળે આત્મજ્ઞાન કે ન મળે સત્સમાગમ આદિ સાધન. અંતરવૈરાગ્ય, વિષય-કષાયાદિનો ત્યાગ, દેહાશક્તિનો ઘટાડો વગેરે મુમુક્ષુતાનાં સાધન રહિત જે સ્વચ્છંદમાં વર્તે છે તેનો સંગ ક૨ના૨ પણ જ્ઞાનદશા પામે નહિ. જે આત્મા સમજ્યો ન હોય તથા સત્ને સમજવાનો અવકાશ રાખ્યો ન હોય, તે સાધારણ તુચ્છ વિષયમાં પણ આલસ-વીલસ અને આકુળ-વ્યાકુળ થઈ જતો હોય છે. જેને શરીરની શાતા-સુખ-સગવડતાની રુચિ છે તે જ્ઞાન પામ્યો એમ કહી શકાય ? તે કદી શાસ્ત્રના અલંકારી શબ્દોને ધારી રાખે, મનને રાજી રાખે, અને ખોટો સંતોષ રાખે, પણ તેને સહજ જ્ઞાનદશાનું ભાન નથી; તેથી તેનો સંગ ક૨ના૨ પણ બૂડે, કા૨ણ કે તેવા જીવોમાં સાધનદશા પણ નથી અને જ્ઞાનદશા પણ નથી. તે કહેશે કે રાગ તો જીવનું સ્વરૂપ નથી, પુરુષાર્થ કરવો તે વ્યવહા૨ છે; પણ પોતામાં રાગ-દ્વેષ, વિષય-કષાયનો ઘટાડો નથી અને વાત કરે પૂર્ણ તત્ત્વદૃષ્ટિની ! તે અને તેનો સંગ કરનાર બેઉ બૂડે છે. વળી પોતાનો પક્ષ એવો દૃઢ કરે કે સાચું સમજવાનો અવકાશ પણ રાખે નહિ. ૩૦.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com