________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૪૯
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૯]
- શુષ્કજ્ઞાની પુરુષાર્થ કરવામાં વિરોધ કરે છે. દાન કરશું તો રાગ આવી જાય, પુણ્ય બંધાઈ જાય, ધર્મને ન્હાને રાગ કરીએ તો કર્તા થઈ જવાય; માટે આપણે અકર્તા રહેવું એમ તે કહે છે; છોકરા માટે પૈસો વગેરે રાખવો એવી અમને વૃત્તિ આવે છે તે છોકરાનાં પુણ્યને લીધે આવે છે, તેમ તે કહે છે. ખરી રીતે તેને સંસારનો પ્રેમ છે, રાગ પોષવાની વૃત્તિ છે અને બચાવ માટે પર ઉપર ઢોળે છે. દેવ-ગુરુ-ધર્મની ભક્તિ તથા ધર્મ-પ્રભાવના કરવાની વાત આવે ત્યારે અશુભ પરિણામને ટાળીને શુભ પરિણામ કરવાનો પુરુષાર્થ ઉપાડતો નથી અને કહે છે કે પુણ્ય બંધાઈ જશે. દાન કાંઈ દીધું દેવાતું નથી, ત્યાં પૈસા જવાના હોય તો વૃત્તિ આવે. આવા પુરુષ કે જેને સત્નો આદર નથી તેને દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે ભક્તિ અને લોભના ત્યાગરૂપ દાનાદિનો વિકલ્પ જ કયાંથી આવે? સ્ત્રી-પુત્રાદિમાં તેને પ્રેમ છે, તેને વિષે માને છે કે તેમનાં પુણ્ય છે માટે મને તેમના પ્રત્યે રાગની વૃત્તિ આવે છે; અને તેમાં વેચાઈ જાય છે. પણ દેવ-ગુરુ-ધર્મની પ્રભાવનાનો પ્રસંગ ગોતીને તેમાં વેચાઈ જતો નથી તે મહા અધમ છે. હજી રાગની દિશા બદલાવી નથી ત્યાં અરાગી તત્ત્વ લક્ષમાં આવી જાય તે બને કેમ? જે સ્ત્રીપુત્રાદિ ઉપર રાગ કરું છું તે રાગ બદલાવીને વીતરાગ દેવ-ગુરુ-ધર્મ ઉપર કરું એમ પ્રથમ હોવું જોઈએ. આ વાત સાંભળીને પાછા ક્રિયાકાંડવાળા વ્યવહારાભાસના રસિયા હરખાઈ જાય કે અમે તો દયા-દાનાદિ પુણ્ય કરીએ છીએ, શુષ્કશાની વ્યવહારનો નિષેધ કરે છે અને ક્રિયાઇડ (ક્રિયાકાંડી) શુષ્કજ્ઞાનીની નિંદા કરે છે; પણ બેઉ ખોટા છે. તત્ત્વદેષ્ટિ વિના બેઉ પક્ષનો મેળ સધાતો હોય તો પણ તે નકામું છે; માટે તત્ત્વદેષ્ટિના લક્ષે પરમાર્થહેતુ સાધવાનો ઉપદેશ છે.
જ્યાં લગી સર્વથા રાગ ટળ્યો નથી, ત્યાં લગી દેવ-ગુરુ-ધર્મની પ્રભાવના તથા વિનયનો રાગ ધર્માત્માને હોય જ. સાચા વ્યવહારમાં બાહ્યનો શુભવ્યવહાર-નિમિત્ત હોય છે. ધર્માત્મા પરમાર્થના લક્ષે વર્તે છે અને જાણે છે કે આ પુરુષાર્થથી જે રાગ ટળ્યો તેટલો હું નહિ; બાકી રહ્યો તેટલો હું નહિ, પણ હું તો સર્વથા અરાગી જ્ઞાયક જ છું. જેને અંતરંગ પરમાર્થતત્ત્વસ્વરૂપનું વેદન નથી તેને સન્દવ-ગુરુ-ધર્મનો આદર નહિ હોય; કષાયનો ત્યાગ, અંતરંગ રાગનો ત્યાગ નહિ હોય. એ માટે શુષ્કજ્ઞાનીને કોરડા મારીને કહે છે કે જો આત્માનું સાચું હિત જોઈતું હોય તો તારું મતાર્થપણું અને માનાર્થપણું છોડ.
ચમરી ગાયને સુંદર વાળવાળું લાંબુ પૂંછડું હોય છે. તેની ચાલવાની ગતિ એવી વેગવાળી હોય છે કે સિંહ પણ પકડી શકે નહિ; છતાં તેનું સિંહના મુખમાં જવાનું કારણ એ છે કે તેના પૂંછડાના લાંબા વાળ ઝાળાં-ઝાંખરાંમાં ભરાઈ જાય છે, ત્યાં ઊભી રહી જાય છે. પૂછડું તાણીને ચાલીશ તો થોડાક મારા વાળ તૂટી જશે, એટલા મોહ માટે મરવું પસંદ કરે છે એમ લોકો દેહાદિની મમતા ખાતર, માન અને મત ખાતર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com