________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮]
[ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કયાંથી થાય. માટે પ્રથમ સ્વચ્છેદ-મતાગ્રહનો ત્યાગ કર્યા વિના જે કાંઈ કરવામાં આવે છે તે સહુ સાધન બંધન થાય છે. અંતરંગ કષાય છે તેને જાણવા ન માગે અને કહે કે અમે ધ્યાન કરીએ છીએ, અમે આત્મા જાણ્યો છે; પણ તે વાત ખોટી છે, કારણ કે તારી તેવી દશા દેખાતી નથી.
શુષ્કજ્ઞાની ક્રિયાકાંડવાળા–ક્રિયાજડ આત્માનો અનાદર કરીને માને છે કે અમે જાણ્યું છે તે સાચું છે, પણ રાગમાં ભળીને જાણ્યું તે જાણ્યું નથી પણ અભિમાન કર્યું છે. આપણે જ્ઞાતા-દષ્ટા છીએ, જોવું અને જાણવું એ આત્માનો ધર્મ છે એમ બોલો છો, પણ ધીરજ રાખીને અવિનાશી તત્ત્વ શું તેની પ્રતીત તો કરો ! અહીં શુષ્કજ્ઞાની પ્રત્યે એમ કહેવું છે કે તે પુરુષાર્થનો ત્યાગ કર્યો છે અને અશુભમાં ટક્યો છો, પહેલાં વિષય-કષાયાદિનો પ્રેમ તો ઓછો કરે; એ તો પ્રથમ ભૂમિકા છે. તને અંતરંગમાં તથારૂપ ગુણની કે સ્વાનુભવની કાંઈ સ્પર્શના કે વેદન નથી અને “લોપે સદ્યવહાર” એટલે સદ્ગુરુ દેવ, અને ધર્મનો વિવેક પણ લોપે છે.
શુષ્કજ્ઞાની શાસ્ત્ર વાંચે અને પ્રશ્ન કરે કે રાગ કરવો તે ધર્મ નથી; માટે દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ તો પર છે. તેનો વિનય-ભક્તિ કરવાની જરૂર નથી; પણ હજી પાંચ ઇન્દ્રિયના વિષયોમાં તેને રાગ ભર્યો છે, અશુભ રાગ તો તેને કરવો છે; અને પ્રશસ્ત રાગમાં રહેવું નથી, એ જશે કયાં? વળી તે કહે છે કે શાસ્ત્રો પર છે, જડ છે, તેનાથી વિકલ્પ વધે; આત્મા તો આત્માથી જ પ્રગટે. તે ધ્યાન કરે અને કહે છે કે અમને આત્માનો આનંદ છે, પણ તેની વાત જાઠી છે. મન, વાણી, દેહની ક્રિયાથી કે મનને સ્થિર કરવાથી આત્મા ઊઘડતો નથી, પણ યથાર્થ ગુરુગમે જ્ઞાનાભ્યાસથી જ ઊઘડે છે, જે શુષ્કજ્ઞાની છે તેને તો વૈરાગ્ય પણ નહિ પ્રગટે અને પ્રભુત્વ પણ નહિ પ્રગટે. સ્વચ્છંદના પ્રતાપે નિગોદમાં જશે. એ માટે શ્રીમદે વારંવાર કહ્યું છે કે સ્વચ્છેદમતાગ્રહનો મોહ ટાળવો. અરાગીપણાના લક્ષે દેવ-ગુરુ-ધર્મનો રાગ તે વીતરાગનો પ્રેમ છે; તે સવારની સંધ્યા છે, અને સ્ત્રી-પુત્રાદિ તથા સંસારનો પ્રેમ તે સાંજની સંધ્યા છે. જેને તેની રુચિ અને આદર છે, તે દેવ-ગુરુ-ધર્મ-શાસ્ત્ર અને સુપાત્ર જીવોની ભક્તિ, વિનય, આદર કરવાનો અવસર ન ગોતે; તે તો મહા મૂઢતાનો કામી છે, સ્વની હિંસા કરનારો છે, શાસ્ત્રો વાંચીને જે ધારી લીધું તે ધારણા મફતમાં જશે. ભલે અનેક અપેક્ષાના સ્થૂલ ન્યાય જાણતો હોય પણ સાચો વ્યવહાર અને જ્ઞાનની અંતરંગસ્થિરતારૂપ પુરુષાર્થ નથી, તો તેનું જાણવું મિથ્યા છે. સત્સમાગમ અને ઊંડો અભ્યાસ કર્યા વિના જેમતેમ ધારણા કરીને તે માન સેવે છે. તેને તથા બીજા મતાર્થીને જ્ઞાની કહે છે કે એકવાર તું જગતનો દાસ થઈ જા, માન ટાળ્યા વિના તું જગતનો ગુરુ થવાને લાયક નથી. માન રહિત સમકિતી ધર્માત્માને જ તીર્થકર નામકર્મ અને જગતગુરુ પદ વરે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com