________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૯]
[૧૪૭ અંતર્વેદન-શાંતિ વિના પુરુષાર્થહીન થઈને વર્તે છે તે શુષ્કજ્ઞાની છે. નિશ્ચયપ્રધાન ગ્રંથ વાંચીને પોતાને ગોઠતી વાત પકડીને કહે છે કે આત્મા અક્રિય છે, બધું નાટક પ્રકૃતિનું છે, આત્મા કાંઈ કરતો નથી, આત્મા શુદ્ધ જ છે. તલમાં તેલ ભર્યું છે અને બરણીમાં સવા શેર તેલ ભર્યું છે, તેમાં કયું તેલ કામનું છે? તેની તેને ખબર નથી. બરણીમાં તેલ છે તેનાથી ઢેબરાં, પૂરી તળીને ખાવાથી પેટ ભરાય; પણ લાખો ગૂણી તલ છે એમ કહી તેલ ચૂલા ઉપર કડાયામાં નાખે તો તે બધાય બળી જશે. યથાર્થ ભેદજ્ઞાન વિના કહે કે અમને ખબર છે કે તલમાં તેલ છે; તમે તો કડાયામાં પાશેર તેલ નાખ્યું છે, હું પાંચ શેર તલ નાખીશ, પણ વિચારે તો તેની વાત અસત્ય છે; તેમ ધીરજથી સત્સમાગમ વડે સમજવા પ્રયત્ન કરે તો ખબર પડે કે અનંત કાળમાં ન જાણ્યું તે માત્ર શાસ્ત્ર વાંચવાથી જડી જાય એવું નથી. જેને વર્તમાન પુરુષાર્થ છે તેને મહાન બળની કિંમત છે. આત્મસામર્થ્યની ઉગ્રતા વડે રાગ-દ્વેષ છેદયા વિના અતીન્દ્રિય આનંદ નહિ આવે. તું કહે છે કે આત્મા નિર્મળ કેવળજ્ઞાનસ્વરૂપ છે, તે શક્તિરૂપે છે,-એમ કહે તો તારી વાત સાચી છે, પણ તારી શુદ્ધ દશાનો અંશ તો લાવ! અનંત ભવનાં જન્મ, જરા, મરણ ટાળવાનો ઉપાય કોઈ અપૂર્વ છે, તે ઉપાય શ્રી પુરુષને પ્રાપ્ત છે, તેની ઓળખાણ વિના, સ્વચ્છેદે શાસ્ત્ર વાંચી હું સચ્ચિદાનંદ પરમાત્મા છું એમ શ્રીમને એક સાધુએ કહ્યું હતું. જવાબમાં તેમણે જણાવ્યું હતું કે તમારી વાત શક્તિરૂપે પરમાત્માપણાની સાચી છે; પણ વર્તમાન દશાનો ખ્યાલ કર્યા વિના કહેવું તે પરમાત્માને ઠગવા જેવું છે. લોકો તત્ત્વ સમજ્યા વિના ધ્યાન કરવા જાય, પણ કષાય તો અંતરમાં સૂક્ષ્મપણે ભર્યા છે, તેને કેમ ટાળવા તેની ખબર જ નથી અને કહે છે કે અમને બસ તૃમિ છે. અંતરમાં કષાયવૃત્તિ ભરી છે તે સ્થૂલ દૃષ્ટિમાં દેખાય નહિ, પછી માને કે અમને સમભાવ છે. પોતાના ભાવ કેવા છે તે જાણવા માટે, આત્મામાં ધીરજ રાખીને જોવા ઊભો રહે તો જણાય. સાચી કળા એટલે ભેદવિજ્ઞાન વડે અંતરંગ સ્વરૂપનું અવલોકન કરવામાં આવે ત્યારે ઘણો કષાય દેખાય છે, કે જે પહેલાં દેખી શકાતો ન હતો. તત્ત્વ શું? તે જાણીને તેની સંભાળ કરવા ઊભો રહે, તો ઘણો કષાય જેવો છે તેવો દેખાય અને ભેદજ્ઞાન વડે તેની નિર્જરા થાય; પણ જેણે સ્વચ્છેદે અધ્યાત્મગ્રંથો વાંચીને ઊંધી પકડ કરેલ છે તે વગર પુરુષાર્થે ઊંધાઈમાં આગળ ચાલ્યો જાય છે. શબ્દમાં તે ધારી રાખે છે કે ઉપયોગમાં ક્રોધ નથી: એ વાત સાચી છે, પણ તું નિર્મળ આત્મામાં રાગરહિત જોડાય તો ક્રોધ નથી, સંવર છે; નહિ તો માત્ર વાતો છે.-એમ સમયસારના સંવર અધિકારમાં કહ્યું છે.
“હું જ્ઞાનસ્વરૂપ-તેમાં ( ઉપ= ) સમીપમાં (યોગ= ) જોડાઈને ટકી રહે તો તારી વાત સાચી; પણ તું તો કષાયમાં ટકયો છે, અને જુદાઈ જાણવાની તને કાળજી નથી. તું રાગમાં જ ટકયો છે અને માને છે કે મને રાગ નથી. કષાય નથી, મનની સ્થિરતા વડે ધર્મ માને છે, પણ કષાય મંદ પાડ્યા વિના તો પુણ્ય પણ નહિ થાય, તો ધર્મ તો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com