________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬]
[ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા વાત સાચી છે, પણ અમે અમારા સંપ્રદાય-વાડામાં એવા માનવંતા થઈ પડ્યા છીએ કે ઉત્તરાવસ્થામાં જો અમારી શ્રદ્ધા ફેરવીએ તો લોકોમાં અમારી પ્રતીતિ જાય. અમારા અનંત ભવો માંહેનો આ ભવ ભલે વધારે જાય. તેને જ્ઞાની કહે છે કે મિથ્યામાન મૂક તો લોકોત્તર તીર્થકરના માન મળે “લહી ભવ્યતા મોટું માન, કવણ અભવ્ય ત્રિભુવન અણમાન.” ધર્મસભામાં કેવળજ્ઞાની પ્રભુ ત્રિલોકનાથ તીર્થકર ભગવાન સર્વશદેવ કહે છે કે આ જીવ ભવ્ય છે એટલે કે આ પ્રાણી લાયક છે, સુપાત્ર છે; એવો અવાજ આવ્યો તેને જગતમાં તેનાથી બીજું ઇષ્ટ માન કયું? અને ભગવાન મુખથી નીકળ્યું કે આ જીવ અપાત્ર-અભવ્ય છે, તેને ચૌદ બ્રહ્માંડમાં મોટું અપમાન કયું? તેને જગત માન આપે તો પણ શું? તેને સાચું સુખ તો નહિ મળે. પણ અનંતકાળ સુધી ઘણા ભાગે નિગોદમાં રહેવું પડશે, કારણ કે પોતાના આત્મદ્રવ્યને તે પુણ્ય આદિ જડતાની આધીનતામાં હીણું રહેવા દેવા માગે છે; સત્નો આદર યથાર્થ પ્રતીતપણે તેને આવતો નથી. તેને જ્ઞાની કહે છે કે તું લૌકિક માન મેળવવા ખરા પરમાર્થને ગ્રહતો નથી.
શ્રીમદે પ્રથમ ગાથામાં જ કહ્યું છે કે જીવ સાચું સમજ્યા વિના રખડ્યો છે, પણ ક્રિયા વિના રખડ્યો એમ ન કહ્યું. રખડવાનાં કારણ એ કહ્યાં -
(૧) શુષ્કજ્ઞાન (૨) ક્રિયાજડ. તેમાં મતાર્થીના લક્ષણમાં જે વ્યવહાર આદિ ક્રિયાકાંડમાં રાચે છે તેને વિષે મતાર્થી લક્ષણ વિભાગમાંથી આ પાંચ ગાથા કહી. હવે શુષ્કજ્ઞાનીનાં લક્ષણ કહે છે. પ્રથમ બે વાત કહી હતી તે લક્ષમાં રાખીને ક્રિયા જડ માટે કહેલ કે :
બાહ્યક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ.” એ કોટિના મતાર્થીના લક્ષણ ગાથા ૨૪ થી ૨૮ સુધીમાં કહ્યાં. તેમાં કહ્યું કે આવાં અનેક કારણોથી વર્તમાનમાં મોક્ષમાર્ગ બહુ લોપ દેખાય છે. તેને પોતાને વિવેક નથી, અથવા ઊંધો વિવેક છે; બાહ્ય ક્રિયાકાંડમાં ધર્મ છે, એમ કુગુરુએ દેઢ પકડાવ્યું છે, અને પોતે પકડ કરી છે. તે પણ મધ્યસ્થપણે ચાલવાનો અને પરમાર્થ પામવાનો અવકાશ લેતો નથી. ૨૮. હવે શુષ્કજ્ઞાનીને રાગ-દ્વેષ, મમતા, વિષય-કષાયનો ઘટાડો નથી એની વાત કહે છે :
અથવા નિશ્ચયનય ગ્રહે, માત્ર શબ્દની માંય;
લોએ સવ્યવહારને, સાધનરહિત થાય. ૨૯. એકાંત નિશ્ચય પક્ષને દઢ કરીને, બસ આ જ સાચું છે, એમ એકલા નિશ્ચય શબ્દને જ ધારી રાખી આત્મામાં બંધ-મોક્ષ, રાગાદિ કંઈ નથી એમ વાણીમાં ભાખે છે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com