________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૮]
| [ ૧૪૫ તે વિષે કહેવાયું છે કે જે જમીનમાં ક્ષાર છે, તેમાં મોલ ઊગે નહિ, તેમ ઊંઘી શ્રદ્ધા અને ત્રણ શલ્યો તથા પુણ્યાદિ નિમિત્તની મીઠાશરૂપી ક્ષાર જેના અંતરમાં છે, તેના દંભરૂપી ક્ષેત્રમાં સુવ્રતરૂપી વૃક્ષ ઊગે નહિ. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખબુદ્ધિ અને પરવસ્તુમાં મમત્વબુદ્ધિ છે તેને આત્મભાન થાય નહિ. આત્માને જાણ્યા વિના કોનું વ્રત-પચ્ચખાણ લેશે? આત્માની જાત શી? તે શું છે? કેવો છે? કેવડો છે? તેનું ભાન નથી અને કહે કે અમે મહાવ્રતધારી છીએ, બ્રહ્મચારી છીએ, ચારિત્રવાળા છીએ, એમ ખોટાનું અભિમાન ગ્રહે છે અને સને-પરમાર્થને ગ્રહે નહિ. કોઈ ધર્માત્મા ગૃહસ્થ હોય, જેમને ધર્મનું ભાન હોય તેમની પાસે જતાં, પોતાનું માન તથા મિથ્યાશલ્ય તેને આડું આવે છે. પોતાનું માન નહિ મૂકવાથી ધર્માત્મા પાસે જવાનો યોગ ન બને, કદી યોગ બને તો તેમનો વિનય કરી તેમની પાસેથી સાચો પરમાર્થ જાણી શકે નહિ, સાચું ગ્રહણ કરે નહિ. લોકોમાં મારી હીણપ થશે એમ માને ખાતર પરમાર્થ ન ગ્રહે. શ્રીમદ્ રાજચંદ્ર હતા તે કાળે પણ એમ બનેલું છે. ઘણાને ખ્યાલમાં હતું કે આ ગૃહસ્થાશ્રમમાં છે, પણ તેમને કંઈક જ્ઞાન છે; પણ પોતાના દુરાગ્રહાદિ વ્રતધારીપણાના અભિમાનને લીધે પરમાર્થનો અનાદર તેઓએ કરેલ. જેમ બે ભાઈમાં મતભેદ પડયો હોય, મોટાભાઈની ભૂલ હોય, તેને મમત્વ બંધાણો હોય કે હું લોકોમાં મોટો છું તેમ જ ઘરમાં મોટો છું, પણ હવે ખાસ જરૂરની વસ્તુ નાનાભાઈ પાસે છે, તે વિનય કર્યા વિના તેની પાસેથી મળે તેમ નથી, પણ માન મૂકવું નથી. માન અને મમતા છોડયા વિના તે વસ્તુ વિના જ તેને નભાવી લેવું પડે છે. એમ પોતે વ્રતધારી-મહાવ્રતધારી નામનિક્ષેપે મુનિ થયો હોય, પણ ખરા તત્ત્વનું જાણપણું નથી, પોતાને માન મૂકવું નથી, પોતાને શંકા છે અને પરમાર્થતત્ત્વના જાણનાર કોઈ ગૃહસ્થ ધર્માત્મા હોય, તે પરમાર્થને, આત્મજ્ઞાનને પામ્યા છે, તેનો યોગ-સમાગમ થઈ શકે તેમ હોય છતાં તેની પાસે જતો નથી, તેને મોટાભાઈનો અહંભાવ છે, પક્ષનો આગ્રહ છે, માનાર્થીપણું છે. તેને અનંતભાવની ભ્રાંતિ ટાળ્યા વિના ખોટાથી નભાવી લેવું પડે છે, એના જેવું દુર્ભાગ્ય કોનું? આગળ આવશે કે “એહ મતાર્થી દુર્ભાગ્ય.'
કષાય અને માનનો ત્યાગ કરવો તે વ્રત-ચારિત્રનો અંશ છે, માટે જેને આત્માનો લાભ લેવો છે તેણે મતાગ્રહ અને જગતની મોટાઈ છોડવી પડશે.
સાધુ-સાધ્વીપણું ધારણ કર્યું હોય, શિષ્ય-શિષ્યા ઘણાં કર્યા હોય, પોતે જે માન્યું હોય તેનાથી જુદો ન્યાય નીકળે છે એમ જાણે છતાં માન રાખવા ખાતર તે સાચા પરમાર્થને ગુમાવે છે અને એ રીતે મનુષ્યભવ ગુમાવી દે છે. તેઓ એમ માને છે કે ગૃહસ્થ ધર્માત્મા જ્ઞાની હોય પણ તે અમારા જેવા વ્રતધારી નથી. અમે ચારિત્રવંત છીએ, અમે તેનો વિનય કરીએ તો અમારો વેષ લાજે; પોતે જાણે કે આ ન્યાય સાચો છે, છતાં માન અને સંપ્રદાયનો પક્ષ આડો આવે છે. એક સાધુ કહેતા હતા કે શું કરીએ? તમારી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com