________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તત્ત્વાર્થસૂત્રના કર્તા શ્રી ઉમાસ્વામી શ્રી કુંદકુંદાચાર્યના શિષ્ય હતા. તેઓ કહે છે કે વ્રત ત્રણ શલ્ય રહિત હોય છે. એ ત્રણ શલ્ય માયા, મિથ્યાત્વ ને નિદાન છે; તેના અર્થ અહીં કહેવામાં આવે છે. તે સૂત્ર નીચે પ્રમાણે છે –
નિ:શન્યો વ્રતી ૨૮ાા (અધ્યાય સાતમો.)
(૧) માયા કુટિલતા જેના હૃદયમાં છે તેને સમ્યમ્ વ્રત ન હોય. જ્યાં પોતાના સત્નો છળ હોય ત્યાં સભ્ય વિરતિ ન હોય.
(૨) મિથ્યાત્વ=પોતાનું જે સ્વભાવે હોવાપણું છે તેનાથી વિપરીતપણે માનવું, શુભ પરિણામ, પુણ્યાદિ જડની ક્રિયાનું કર્તુત્વ માનવું, રાગભાવને જીવસ્વભાવ માનવો ઇત્યાદિ પરમાં મારાપણાની ભ્રાંતિ હોય-અભિપ્રાયમાં ભૂલ હોય, ત્યાં વ્રત ન હોય.
(૩) નિદાન નિયાણું, વર્તમાનમાં કોઈ દાન, દયા, વ્રત, બ્રહ્મચર્યાદિ તથા તપ આદિની ક્રિયાથી પરલોકમાં પુણ્યાદિ ફળની ઇચ્છા, ઊંડાણમાં પણ પુણ્યની મીઠાશ, દેહની સગવડતાનો ભાવ અલ્પ અંશે પણ પડયો છે, તેવું શલ્ય જેને છે તે વ્રતી ન હોય. માટે કહે છે કે અંતરંગ વૃત્તિમાં ઊંડો ઊતરીને જો તો ખરો કે તારો અવિકારી, મધ્યસ્થ આત્મસ્વભાવ કયાં રોકાયો છે? આ ત્રણ શલ્ય રહિત હું છઉં કે નહિ એનું લક્ષ કર. તારો સ્વચ્છંદ તારાથી ન ટળે તો સદ્ગુરુ પાસે જા, એમ તેને કહે છે.
વળી ઘણા જીવો શુષ્કજ્ઞાનમાં, તેમ જ ઘણા ક્રિયાકાંડમાં રોકાણા છે. કોઈ માને કે અમે બાર વ્રતની ચોપડી આદરી છે, અમે વ્રતી છીએ. એમ દેહની ક્રિયાને, ઉદયના શુભ જોગને ધર્મ માને છે અને અમે વ્રતધારી છીએ એવું અભિમાન ધારણ કરે છે. કદી સદ્ગુરુનો યોગ બને, પરમાર્થના ઉપદેશનો યોગ બને તોપણ લોકોમાં પોતાનું માન, પૂજા, સત્કારાદિ જતાં રહેશે, પોતાને જે લોકસંજ્ઞાની મીઠાશ રહી છે તે તણાઈ જશે, એમ જાણીને તેઓ પરમાર્થને ગ્રહણ કરતા નથી અને સાચા ઉપકારીને ઓળખી શકતા નથી.
[ તા. ૧૧-૧૦-૩૯] જેને ખોટાની પકડ છે તેને સાચા વીતરાગદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મને સમજવાની દરકાર હોતી નથી; તે મતાર્થી જીવો છે, તેઓ ગુરુમાં ભૂલેલ છે અને સાચાં જ્ઞાન તથા ચારિત્રમાં પણ ભૂલેલ છે. અંતરંગ જ્ઞાનની સ્થિરતા, પુણ્ય-પાપ રહિત અરાગી-અકષાય સ્વરૂપની સંભાળ અને તે જ્ઞાનમાત્રપણે ટકવું તે વ્રત છે તેની તેમને ખબર નથી, અને શુભ ભાવને વ્રતનું સ્વરૂપ માને છે. તે માટે કહે છે કે –
“લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન.”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com