________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૮].
[ ૧૪૩ હવે સમ્યગ્રતના ભૂલેલાને અકષાયભાવરૂપ વિરતિનું ભાન નથી એવા મતાગ્રહી કુવ્રતવાળાની વાત કરે છે
લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન;
ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮. શુદ્ધાત્મપરિણતિ શું છે, પોતાના સ્વરૂપનું વલણ કઈ બાજુ છે તેની ખબર નથી અને વિષય-કષાય, માનાદિમાં વૃત્તિ ભમે છે. બાહ્ય સંયોગની સગવડતા કેમ રહે, મારું માન, મારો બોજ કેમ વધે, એમ લૌકિક ભાવમાં તથા પુણ્યાદિ પરભાવમાં વૃત્તિ અટકે છે, છતાં માને કે અમને મમતા નથી, કષાય નથી, અમે વ્રતધારી છીએ, એવું અભિમાન કરે છે. જેમ ચોરી કરનાર ચોરને દારૂ પાઈને ગધેડે બેસાડે ત્યારે તે રાજી થાય, તેમ વિકારી પ્રકૃતિના કલુષિત ભાવ ઉપર બેઠેલો, મોહભાવથી ગાંડો બનેલો પોતાના દોષ દેખી શકતો નથી પણ દોષને ગુણ માને છે. શ્રીમદ્ કહે છે કે ગમે તેવા તુચ્છ વિષયનાં પ્રસંગમાં પ્રવેશ છતાં ધર્માત્માનો ભાવ તીવ્ર વૈરાગ્યમાં ઝંપલાવવું તે છે. ધર્માત્મા પ્રકૃતિના યોગ, પ્રકૃતિજન્ય ભાવ આદિમાં રૂડું માનતો નથી. એ અર્થની ઊંઘી ગુલાંટથી મતાગ્રહીનું લક્ષણ એ આવે છે કે- અવિકારીપણાથી જે જીવો અજાણ છે તે તુચ્છ વિષયમાં પ્રવેશ કરતાં પણ તીવ્ર કષાયમાં ઝંપલાવી સ્વહિંસા થવા દે છે; કારણ કે પોતાના ઉપયોગ-સ્વભાવની તેમને ખબર નથી, પુણ્ય પાપના પરિણામની વિકારી જાતથી મારી અધિકારી ચૈતન્યની જાત જુદી છે એનું ભાન તેમને નથી, એથી પ્રકૃતિના ઉદયજનિત શુભાશુભ ભાવને તે પોતામાં ખતવે છે. શુભ પરિણામને ધર્મ માને છે. જે શુભ જોગને વ્રત માને અને આત્મામાં ખતવે તેની અહીં વાત છે.
શ્રીમદે આ વાત પક્ષપાત વિના આત્માના હિત માટે કહેલી છે. નિષ્કારણ કણાથી પક્ષપાત રહિત કહી છે. જેને પોતાનું હિત કરવું છે તે વિરોધ નહિ કરે. પણ જેને આમાં ખટક લાગે તેણે માનવું કે મારામાં કંઈક ભૂલ છે, ગોટાળો છે, તે વિના વિરોધ આવે નહિ. જેમ દસ લાખના આસામીને કોઈ કહે કે તું આબરૂવાળો નથી, પૈસાવાળો નથી, તો તેને શંકા ન થાય; તે જાણે છે કે કોઈના કહેવાથી મારી લક્ષ્મી ઘટી જવાની નથી, મારું મારાથી છે એમ વિશ્વાસ છે.
વ્રતવાળાને ખોટું લાગતું હોય કે અમારા વ્રત ઉડાડે છે, તો તેને કહે છે કે તું આગળ વધીને ન્યાય તપાસીને જો કે ભૂલ કયાં છે? તારી ભૂલ તને ન દેખાતી હોય તો તારો સ્વચ્છંદમતાગ્રહ છોડીને સદ્ગુરુ પાસે જા, તે વિના ભવકટી નથી. બીજાની ખાતરી ઉપર તારું જીવન હોય તો તું સ્વાધીન નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com