________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૩] સીમંધર ભગવાનના સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓશ્રી આઠ દિવસ રહ્યા હતા એ વિષે મહારાજશ્રીને અણુમાત્ર શંકા નથી, તેઓશ્રી ઘણી વાર પોકાર કરીને કહે છેઃ “કલ્પના કરશો નહિ, ના કહેશો નહિ. એ વાત એમ જ છે, માનો તો પણ એમ જ છે, ન માનો તોપણ એમ જ છે. યથાતથ્ય વાત છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે.” શ્રી સીમંધરપ્રભુ પ્રત્યે ગુરુદેવને અપાર ભક્તિ છે. કોઈ કોઈ વખત સીમંધરનાથના વિરહે પરમ ભક્તિવંત ગુરુદેવનાં નેત્રોમાંથી અશ્રુની ધારા વહે છે.
વીતરાગના પરમ ભક્ત ગુરુદેવ કહે છે કે “જૈનધર્મ એ કોઈ વાડો નથી, એ તો વિશ્વધર્મ છે. જૈનધર્મનો મેળ અન્ય કોઈ ધર્મ સાથે છે જ નહિ. જૈનધર્મનો ને અન્ય ધર્મોનો સમન્વય કરવાનો પ્રયત્ન રેશમનો ને કંતાનનો સમન્વય કરવાના પ્રયત્ન જેવો વૃથા છે. 'દિગંબર જૈનધર્મ જ વાસ્તવિક જૈનધર્મ છે અને આંતરિક તેમ જ બાહ્ય દિગંબરતા વિના કોઈ જીવ મોક્ષ પામી શકે નહિ એમ તેમની દૃઢ માન્યતા છે. તેઓશ્રીની મારફત સમયસાર, પ્રવચનસાર, પંચાધ્યાયી, મોક્ષમાર્ગ પ્રકાશક વગેરે અનેક દિગંબર જૈનધર્મનાં શાસ્ત્રોનો ઘણો ઘણો પ્રચાર સૌરાષ્ટ્રમાં થઈ રહ્યો છે. સોનગઢના પ્રકાશનખાતામાંથી ગુજરાતી સમયસારની ૨૦૦૦ નકલો છપાઈ ને તુરત જ ખપી ગઈ. તે સિવાય, સમયસાર ગુટકો, સમયસાર હરિગીત, અનુભવ પ્રકાશ વગેરે ઘણાં પુસ્તકો ત્યાં છપાયાં અને સૌરાષ્ટ્રમાં ફેલાયાં. તે ઉપરાંત આત્મસિદ્ધિશાસ્ત્રની હજારો પ્રતો ત્યાંથી પ્રકાશિત થઈ પ્રચાર પામી છે. ગુજરાત-કાઠિયાવાડના અધ્યાત્મપ્રેમી મુમુક્ષુઓને ગુજરાતી ભાષામાં આધ્યાત્મિક સાહિત્ય સુલભ થયું છે. કાઠિયાવાડમાં હજારો મુમુક્ષુઓ તેનો અભ્યાસ કરતા થયા છે. કેટલાક ગામોમાં પાંચ દશ પંદર મુમુક્ષુઓ ભેગાં થઈને ગુરુદેવ પાસેથી ગ્રહણ કરેલા રહસ્ય અનુસાર સમયસારાદિ ઉત્તમ શાસ્ત્રોનું નિયમિત વાંચન-મનન કરે છે. આ રીતે પરમ પૂજ્ય ગુરુદેવની કૃપાથી પરમ પવિત્ર શ્રુતામૃતના ધોરિયા સૌરાષ્ટ્રના ગામેગામમાં રહેવા લાગ્યા છે. અનેક સુપાત્ર જીવો એ જીવનોદકનું પાન કરી કૃતાર્થ થાય છે.
પરમ પૂજ્ય મહારાજશ્રીનું મુખ્ય વજન સમજણ પર છે. “તમે સમજો, સમજ્યા વિના બધું નકામું છે.” એમ તેઓશ્રી વારંવાર કહે છે. “કોઈ આત્મા-જ્ઞાની કે અજ્ઞાની એક પરમાણુમાત્રને હુલાવવાનું સામર્થ્ય ધરાવતો નથી, તો પછી દેહાદિની ક્રિયા આત્માના હાથમાં ક્યાંથી હોય? જ્ઞાની ને અજ્ઞાનીમાં આકાશ-પાતાળના અંતર જેવડો મહાન તફાવત છે, અને તે એ છે કે અજ્ઞાની પરદ્રવ્યનો તથા રાગ-દ્વેષનો કર્તા થાય છે અને જ્ઞાની પોતાને શુદ્ધ અનુભવતો થકો તેમનો કર્તા થતો નથી. તે કર્તુત્વ છોડવાનો મહા પુરુષાર્થ દરેક જીવે કરવાનો છે. તે કર્તુત્વબુદ્ધિ જ્ઞાન વિના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com