________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૨] પરિવર્તન કર્યા પછી પૂ. મહારાજશ્રીનો મુખ્ય નિવાસ સોનગઢમાં જ છે. મહારાજશ્રીની હાજરીને લીધે સોનગઢ એક તીર્થધામ જેવું બની ગયું છે. બહારગામથી અનેક મુમુક્ષુ ભાઈ–બેનો મહારાજશ્રીના ઉપદેશનો લાભ લેવા સોનગઢ આવે છે. દૂર દેશોથી ઘણા દિગંબર જૈનો, પંડિતો, બ્રહ્મચારીઓ વગેરે પણ આવે છે. બહારગામના માણસોને જમવા તથા ઊતરવા માટે ત્યાં એક જૈન અતિથિગૃહ છે. કેટલાક ભાઈઓ તથા બેનો ત્યાં ઘર કરીને કાયમ રહ્યાં છે. કેટલાક સત્સંગાર્થીઓ થોડા મહિનાઓ માટે પણ ત્યાં ઘર કરીને અવાર-નવાર રહે છે. બહારગામના મુમુક્ષુઓના હાલમાં ત્યાં ચાળીસેક ઘર છે. (અત્યારે ૨૦૦ ઘર છે.)
પૂ. મહારાજશ્રીએ જે મકાનમાં પરિવર્તન કર્યું તે મકાન નાનું હતું, તેથી જ્યારે ઘણાં માણસો થઈ જતાં ત્યારે વ્યાખ્યાન વાંચવાની અગવડ પડતી, પયુષણમાં તો બીજે સ્થળે વ્યાખ્યાન વાંચવા જવું પડતું. આ રીતે મકાનમાં માણસોનો સમાસ નહિ થતો હોવાથી ભક્તોએ સં. ૧૯૯૪ માં એક મકાન બંધાવ્યું અને તેનું નામ “શ્રી જૈન સ્વાધ્યાયમંદિર” રાખ્યું. મહારાજશ્રી હાલમાં ત્યાં રહે છે. તેમની સાથે જીવણલાલજી મહારાજ ઉપરાંત બીજા બે ભક્તિવંત સાધુઓ સસંગાર્થે રહ્યા છે. ત્યાં લગભગ આખો દિવસ સ્વાધ્યાય જ ચાલ્યા કરે છે. સવારે તથા બપોરે ધર્મોપદેશ અપાય છે. બપોરના ધર્મોપદેશ પછી ભક્તિ થાય છે. રાત્રે ધર્મચર્ચા ચાલે છે. ધર્મોપદેશમાં તથા તે સિવાયના વાંચનમાં ત્યાં ભગવાન કુંદકુંદાચાર્યના શાસ્ત્રો, પરમાત્મપ્રકાશ, તત્ત્વાર્થસાર, ગોમ્મદસાર, પખંડાગમ, પંચાધ્યાયી, પદ્મનંદિપંચવિંશ-તિકા, દ્રવ્યસંગ્રહ, મોક્ષમાર્ગ પ્રકાશક, શ્રીમદ્ રાજચંદ્ર વગેરે વગેરે પુસ્તકો વંચાય છે. ત્યાં આવનાર મુમુક્ષુનો આખો દિવસ ધાર્મિક આનંદમાં પસાર થઈ જાય છે.
- પરમ પૂજ્ય અધ્યાત્મયોગી ગુરુદેવને સમયસારજી પ્રત્યે અતિશય ભક્તિ છે તેથી જે દિવસે સ્વાધ્યાયમંદિરનું ઉદ્ઘાટન થયું તે જ દિવસે એટલે સં. ૧૯૯૪ ના વૈશાખ વદ ૮ ને રવિવારના રોજ સ્વાધ્યાયમંદિરમાં શ્રી સમયસારજીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. શ્રી સમયસારજી પ્રતિષ્ઠાના મહોત્સવ પર બહારગામથી લગભગ ૭૦૦ માણસો આવ્યાં હતાં. મહારાજશ્રી સમયસારજીને ઉત્તમોત્તમ શાસ્ત્ર ગણે છે. સમયસારજીની વાત કરતાં પણ તેમને અતિ ઉલ્લાસ આવી જાય છે. સમયસારજીની પ્રત્યેક ગાથા મોક્ષ આપે એવી છે એમ તેઓશ્રી કહે છે. ભગવાન કુંદકુંદાચાર્યનાં બધાં શાસ્ત્રો પર તેમને અત્યંત પ્રેમ છે. “ભગવાન કુંદકુંદાચાર્યદેવનો અમારા પર ઘણો ઉપકાર છે, અમે તેમના દાસાનુદાસ છીએ' એમ તેઓશ્રી ઘણીવાર ભક્તિભીના અંતરથી કહે છે. શ્રીમદ્ભાગવકુંદકુંદાચાર્ય મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com