________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૧] હતી તે મહાત્માએ પ્રેમભરી વિનવણીની અસર હૃદયમાં ઝીલી, રાગમાં તણાઈ, સન્ને કેમ ગૌણ થવા દે? સત્ પ્રત્યેની પરમ ભક્તિમાં સર્વ પ્રકારની પ્રતિકૂળતાનો ભય ને અનુકૂળતાનો રાગ અત્યંત ગૌણ થઈ ગયા. જગતથી તદ્દન નિરપેક્ષપણે, હજારોની માનવમેદનીમાં ગર્જતો સિંહ સને ખાતર સોનગઢમાં એકાંત સ્થળમાં જઈને બેઠો.
મહારાજશ્રીએ જેમાં પરિવર્તન કર્યું તે મકાન વસતિથી અલગ હોવાથી બહુ શાંત હતું. દૂરથી આવતા માણસનો પગરવ ક્યાંયથી સંભળાતો. થોડા મહિનાઓ સુધી આવા નિર્જન સ્થળમાં માત્ર (મહારાજશ્રીના પરમ ભક્ત) જીવણલાલજી મહારાજ સાથે અને કોઈ દર્શનાર્થે આવેલા બે-ચાર મુમુક્ષુઓ સાથે સ્વાધ્યાય, જ્ઞાન-ધ્યાન વગેરેમાં લીન થયેલા મહારાજશ્રીને જોતાં હજારોની માનવમેદની સ્મૃતિગોચર થતી અને તે જાહોજલાલીને સર્પકાંચળીવત્ છોડનાર મહાત્માની સિંહવૃત્તિ, નિસ્પૃહતા અને નિર્માનતા આગળ હૃદય નમી પડતું.
જે સ્થાનકવાસી સંપ્રદાય કાનજીસ્વામીના નામથી ગૌરવ લેતો તે સંપ્રદાયમાં મહારાજશ્રીના “પરિવર્તન' થી ભારે ખળભળાટ થાય એ સ્વાભાવિક છે. પરંતુ મહારાજશ્રી ૧૯૯૧ ની સાલ સુધીમાં કાઠિયાવાડમાં લગભગ દરેક સ્થાનકવાસીના હૃદયમાં પેસી ગયા હતા. મહારાજશ્રી પાછળ સૌરાષ્ટ્ર ઘેલું બન્યું હતું. તેથી “મહારાજશ્રીએ જે કર્યું હશે તે સમજીને જ કર્યું હશે' એમ વિચારીને ધીમે ધીમે ઘણા લોકો તટસ્થ થઈ ગયા. કેટલાક લોકો સોનગઢમાં શું ચાલે છે તે જોવા આવતા, પણ મહારાજશ્રીનું પરમ પવિત્ર જીવન અને અપૂર્વ ઉપદેશ સાંભળી તેઓ ઠરી જતા, તૂટેલો ભક્તિનો પ્રવાહ ફરીને વહેવા લાગતો. કોઈ કોઈ પશ્ચાત્તાપ કરતા કે મહારાજ, આપના વિષે તન કલ્પિત વાતો સાંભળી અમે આપની ઘણી આશાતના કરી છે, ઘણાં કર્મ બાંધ્યા છે; અમને ક્ષમા આપજો.' આ રીતે જેમ જેમ મહારાજશ્રીના પવિત્ર ઉજ્જવળ જીવન તેમજ આધ્યાત્મિક ઉપદેશ વિષે લોકોમાં વાત ફેલાતી ગઈ, તેમ તેમ વધારે ને વધારે લોકોને મહારાજશ્રી પ્રત્યે મધ્યસ્થતા થતી ગઈ અને ઘણાને સાંપ્રદાયિક મોહને કારણે દબાઈ ગયેલી ભક્તિ પુનઃ પ્રગટતી ગઈ. મુમુક્ષુ અને બુદ્ધિશાળી વર્ગની તો મહારાજશ્રી પ્રત્યે પહેલાંના જેવી જ પરમ ભક્તિ રહી હતી. અનેક મુમુક્ષુઓના જીવનાધાર કાનજીસ્વામી સોનગઢમાં જઈને રહ્યા, તો મુમુક્ષુઓનાં ચિત્ત સોનગઢ તરફ ખેંચાયાં. ધીમે ધીમે મુમુક્ષુઓનાં પૂર સોનગઢ તરફ વહેવા લાગ્યાં. સાંપ્રદાયિક મોહ અત્યંત દુર્નિવાર હોવા છતાં, સના અર્થી જીવોની સંખ્યા ત્રણે કાળે અત્યંત અલ્પ હોવા છતાં, સાંપ્રદાયિક મોહ તેમજ લૌકિક ભયને છોડીને સોનગઢ તરફ વહેતાં સત્સંગાર્થી જનોનાં પૂર દિન-પ્રતિદિન વેગપૂર્વક વધતાં જ જાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com