________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૭]
[૧૪૧ આયુષ્ય નાનામાં નાનું દસ હજાર વર્ષ ને વધુમાં ૩૩ સાગરોપમનું હોય છે. વળી દેવલોકમાં આટલા વિમાન છે, નરકમાં આમ છે વગેરે અનેક વર્ણન શાસ્ત્રમાં છે, તે ત્રિકાળ સર્વજ્ઞના જ્ઞાનમાં દેખાયેલું છે, તે સાક્ષાત્ જ્ઞાનથી જાણેલ લોકનું વર્ણન, ગતાગતિના બોલ વગેરે પલાખાં થોકડાં શીખ્યો હોય તેને શ્રુતજ્ઞાન સમજે, એને જ જ્ઞાની માની કહે કે આ જ ધર્મ છે અને એવું જેને ન આવડે તેને કહે કે તું કાંઈ જાણતો નથી. એ પ્રશ્ન કરે કે ત્રીજા દેવલોકના દેવની સ્થિતિ શું હોય છે? પેલો કહે કે મને ખબર નથી, તો કહી દે કે આનામાં જ્ઞાન નથી. એમ શબ્દજ્ઞાનના વિકલ્પની ગોખણીની સાથે બેહદ જ્ઞાનસામર્થ્યવાળાને સરખાવે છે. પુણ્યનાં ફળની મીઠાશની વાત આવે ત્યાં રાજી થાય અને નારકીનાં દુઃખની વાત આવે ત્યાં અરેરે ! એમ કહીને કમ્પારી લાવે. દેવલોકનું અને ઇન્દ્ર તથા સર્વાર્થસિદ્ધિ દેવનાં વિમાનોનું વર્ણન આવે તે સાંભળવા-વાંચવાની હોંશ આવે, પણ તત્ત્વજ્ઞાનના ન્યાયની ઝીણવટ આવે, ત્યાં વચ્ચે પુણ્યાદિ યોગની વાત મૂકે, અથવા અંતરમાં તત્ત્વની વાતનો અણગમો કરે. વળી ગડિયા ગોખે તેમાં રાગ કરે, તેને ધર્મ માને અને કહે કે બસ આ જ સાચું છે, આ સ્વાધ્યાય છે, આ જ કર્યેથી અમારો મોક્ષ થશે એમ મતાર્થી માને છે.
શાસ્ત્રમાં જે વિશેષ વર્ણન છે તે સર્વજ્ઞના જ્ઞાનમાં દેખાયું તેવું હોય છે, પણ પ્રથમ જે પ્રયોજનભૂત છે, તે પરમાર્થ સ્વરૂપ ન સમજે અને બીજાની માંડે, ચર્ચાવાદમાં રોકાય અથવા મનની સ્થિરતામાં રોકાય; પણ પોતાનો અકષાયભાવ હણાઈ રહ્યો છે તેની તેને કાંઈ ખબર નથી, જેમ ઘર સળગ્યું હોય ત્યારે નકામી ચીજો બહાર કાઢવા બેસે; છાણાં-લાંકડાં કાઢવા બેસે પણ સલ્ફાસ્ત્રો, કિંમતી ચીજનો ટૂંક અને દાગીના અગર જે સારામાં સારી ચીજ છે તેની કાળજી ન કરે, પણ કૂચાને પોતાનું પ્રયોજન માને કે લાકડાં સારાં છે, રસોઈ કરવા થશે; તેમ આત્માને ભૂલીને નિમિત્તમાં પડ્યો છે કે આનાથી મારું ઠીક થશે. આત્મા સારામાં સારી ચીજ છે, તેની કાળજી કરતો નથી પણ નિમિત્ત તરફ લક્ષ રાખ્યા કરે છે.
આ જીવ અનંતવાર પુણ્યસ્થાનમાં જઈ આવ્યો છે, ઉપાધિ બંધનું કારણ છે, તેથી તેનું તુચ્છપણું જાણી, હેય ગણી સમભાવ રાખવો. સમભાવ ન રાખે તો અગિયાર અંગનું જાણપણું મિથ્યા કહ્યું છે. કોઈની બુદ્ધિ વિશેષ હોય તે પ્રયોજનવશ ન્યાયનો અભ્યાસ કરે એ જાદી વાત છે, પણ એ શબ્દોની ગોખણીમાં રોકાય, તેના રાગને એટલે કે શુભ પરિણામને સ્વાધ્યાય ગણે, ધર્મ માને, મનની ધારણાને ધર્મ અને શ્રુતજ્ઞાન માની બેસે તે મૂઢ છે. વળી “માને નિજમત વેષનો આગ્રહ મુક્તિનિદાન” સ-અસત્ જાણ્યા વિના, હું જાણું છું, મત અને સંપ્રદાયના વેષનો આગ્રહ એ જ મુક્તિનું કારણ છે એમ મતાર્થી માને છે. શ્રી કુંદકુંદાચાર્ય સમયસારજી શાસ્ત્રમાં કહે છે કે ચારિત્રનું લક્ષણ વ્રત (વિકલ્પવાન) કહેવું તે ઉપચાર છે, ભગવાન ચૈતન્યમૂર્તિ આત્મા અરૂપી જ્ઞાનઘન છે; તેમાં વ્રતાદિના શુભ વિકલ્પ તે પણ દ્રવ્યલિંગ છે, મોક્ષમાર્ગ નથી. બાહ્ય વ્રત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com