________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦]
[ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તે કહે છે કે જોઈને બોલવું-ચાલવું તે ઉપયોગ, બીજા જીવને ન મારવા તે ધર્મ; આ ઉપયોગ એ ધર્મ, દયા એ ધર્મ, જોયા વગર હાથ-પગ ન ચલાવવા, બીજા જીવને ન મારવા તે ધર્મ, તથા જોઈને ન ચાલવું અને બીજા જીવની હિંસા થાય તે અધર્મ. એમ બીજાને જોવાનું કામ કરે તેને ઉપયોગ માનીએ છીએ એ અમારી દઢ શ્રદ્ધા છે. પાપપરિણામ ન કરવાં અને શુભરાગ કરવો તે જ ધર્મ છે. જે થાય તે ક્રિયા કરીએ છીએ. કર્યા વિના શું પામીએ? આ દેહની ક્રિયા એ જ ચારિત્ર છે, તે કરતાં કરતાં આત્માનાં દર્શન-જ્ઞાન ઊઘડે અને દેહરહિત થયે દેહનું ચારિત્ર મટી જાય; કારણ કે સિદ્ધ ભગવાનને દેહ નથી. એટલે દેહનું ચારિત્ર નથી. જ્યાં લગી દેહ છે ત્યાં લગી બધી દેહની ક્રિયા કરવી એ જ ધર્મ છે. બીજું કોઈ કહે તો ન માનવું એ અમારી દેઢ શ્રદ્ધા છે. આ બધું જોઈને ચંદ્રાનન પ્રભુની સ્તુતિ કરતાં કહે છે :
આણા સાધ્ય વિના ક્રિયા રે, લોક માન્યો રે ધર્મ; દર્શન-જ્ઞાન-ચારિત્રનો રે, મૂળ ન જાણ્યો મર્મ રે. ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ધર્મ પ્રસિદ્ધ આતમગુણ અકષાયતા રે, ધર્મ ન જાણે શુદ્ધ રે.
ચંદ્રાનનજિન...
હે વીતરાગ પરમાત્મા! આપનો બોધેલો વીતરાગ-આત્મધર્મ તેને લોકો અન્યથા માને છે. આપ તો વીતરાગ છો, અકષાયી કરુણાવંત છો.
તુજ કરુણા સહુ ઉપરે રે, સરખી છે મહારાય; પણ અવિરાધક જીવને રે, કારણ સફળું થાય રે.
ચંદ્રાનનજિનજી સાંભળીએ અરદાસ. હે અવિકારી તીર્થકર ભગવાન! તમારી નિષ્કારણ અવિકારી કરુણા-વીતરાગભાવની દષ્ટિ બધા જીવો પ્રત્યે સરખી છે, પણ હે નાથ ! તારો નિર્દોષ માર્ગ જેણે વિરાધ્યો નથી તેને તારો સન્માર્ગ કારણરૂપે સફળ થાય છે, પણ જેને આત્મજ્ઞાનની વિરાધના કરી છે તેને તારું કારણ કેમ સફળ થાય? અનંત ભ્રમણાને છેદવાના ઉપાયરૂપ સાચા મોક્ષમાર્ગને સમજાવનારનો યોગ મળ્યો છતાં તેની વિરાધના કરનારા જીવોની ઊંધી દૃષ્ટિ છે. તેથી તેવા મતાર્થીને કુગુયોગમાં પુષ્ટિ રહ્યા કરે છે. ૨૬. હવે જ્ઞાનમાં ભૂલેલાનું લક્ષણ કહે છે :
દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન;
માને નિજમત વેષનો, આગ્રહ મુક્તિનિદાન. ૨૭. શાસ્ત્રમાં ચાર ગતિના ભંગ આવે છે તે યથાર્થ છે. તેમાં દેવનું તથા નારકીનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com