________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૬]
[ ૧૩૯ તેને બદલે ઊંધાઈથી ન ડગીએ એમ કહે છે. સન્ની નિંદા કરે અને જ્યાં પોતાનો સ્વચ્છેદ માનાર્થે પોષાય, ત્યાં અસત્સમાગમ કુગુરુઓ પાસે જઈને વાત દેઢ કરે. પોતે ખરેખરો મુમુક્ષુ છે એવું માન મુખ્યપણે મેળવવાને અર્થે અજ્ઞાનની પુષ્ટિ કરે છે અને એવા અસદ્ગુરુને પણ પોષણ આપવાનો ભાવ કરે છે કે જગતમાં અસત્ નભી રહો અને સગુરુ, સધર્મ જગતમાં ન રહો, એમ અનંતા જ્ઞાનીની આશાતના કરી, જાયે-અજાણ્યે ઘણા જીવો પોતાનું મહા અનિષ્ટ કરે છે. વળી પૂર્વે જીવોને જ્ઞાની પુરુષનો યોગ થયો, સપુરુષનો યોગ મળ્યો તે પુણ્યનું કારણ છે, પણ ભાવે ઓળખ ન થઈ તો કલ્યાણ ન થયું. બાહ્યદૃષ્ટિથી કેટલાક જીવો પુણ્યના યોગે અનંતવાર સર્વજ્ઞ પાસે જઈ આવ્યા છે, છતાં કલ્યાણ ન થયું. પુણ્ય પાછળ દુઃખ રહેલું છે. અહીં તો એમ કહેવું છે કે, આ આત્મા પરથી જુદો, સહજાનંદી પ્રભુ છે; તેનું અપૂર્વ ભાન ન આવ્યું તો તેણે કર્યું
બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેવું માનવાનો મળ્યો; તોયે અરે ! ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. હું કોણ છું? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં, સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. રે આત્મ તારો ! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો,
સર્વાત્મમાં સમષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. કેટલો નિવૃત્તિભાવ! આત્માની રુચિ અને જિજ્ઞાસા કેટલી છે! સાચી જિજ્ઞાસા વિના સદ્ગુરુ અને સની ઓળખ કયાંથી થાય? ન જ થાય. આત્મભાવે પ્રત્યક્ષ સદ્ગનો યોગ જેણે કર્યો નથી તેને સગુરુ કદાપિ મળ્યા હોય તોપણ ભાવે મળ્યા નથી. જે ન્યાયથી, જે વિધિથી કહેવાય છે તે કથનમાં પક્ષપાત નથી; અનાદિ કાળથી અસનો આશ્રય કરનાર સતનો નકાર કરે જ. મતાર્થી ઊંધી દૃષ્ટિવાળો ખોટી દલીલનો આગ્રહ કરશે; પોતાનો મત કહેશે કે “તમે આ વાતને માનો કારણ કે અમારું સાચું છે. નિમિત્ત વિના આગળ વધાય નહિ, માટે પ્રથમ નિમિત્ત જોઈએ, આત્મજ્ઞાન તો કેવળજ્ઞાન થયે થશે. વર્તમાનમાં આત્મજ્ઞાનની વાત કરનારા ખોટા લાગે છે, માટે આપણું સાચું છે” એમ સનો “નકાર” એટલે અસમાં “હુકાર” થયો. એવા જીવો અસદ્ગુરુનાં વખાણ કરે અને પોતાની દૃષ્ટિને અનુકૂળ ટોળામાં જઈને ભળી જાય અને કહે કે વાહવાહ! આપણી શ્રદ્ધા કેવી દઢ છે! એ મહારાજ તો મને રોજ સામા મળે છે પણ હું તેમને હાથ જોડતો નથી..વગેરે વાતોથી પોતાની ખોટી સમજને ખૂબ દઢ કરે છે. અને પોતાને પોતાને અનુકૂળ એવા નામધારી ગુરુનો પક્ષ કરે અને કહે કે મને મારા ગુરુએ પાસ કર્યો છે, કેમકે મારી શ્રદ્ધા એવી દઢ છે કે લાખ જણા મને બીજું કહે તોય ન માનું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com